- વડોદરાના સયાજી બાગના આકર્ષણને વધારવા તંત્ર દ્વારા નવો અભિગમ અપનાવ્યો
- પ્રાણી સંગ્રહાલયમાં વ્હાઈટ ટાઈગર લાવવામાં આવશ
- નર ટાઈગર હૈદરાબાદ અને માદા ટાઈગર રાજકોટથી લવાશે
વડોદરા: સયાજીબાગમાં પ્રાણી સંગ્રહાલયની ચાલી રહેલા કામગીરી અંતર્ગત ટાઈગર હાઉસની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વડોદરા શહેરના સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયનું હાલ નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. જેમાં ટાઈગર હાઉસનું સંપૂર્ણ નવીનીકરણ થઈ ગયું છે અને હાલ પક્ષીઘરનું નવીનીકરણ ચાલી રહ્યું છે, ત્યારે સયાજીબાગ ખાતેના નવીન ટાઈગર હાઉસ ખાતે 30 વર્ષ બાદ વ્હાઈટ ટાઈગર મુકવામાં આવશે.
વ્હાઈટ ટાઈગર સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર
4 દાયકા બાદ વડોદરાના સયાજીબાગ ખાતે આવનાર વ્હાઈટ ટાઈગર સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે. વડોદરા શહેરના સયાજીબાગના ઝુક્યુરેટર પ્રત્યુશ પાટણકરે જણાવ્યું હતું કે, શહેરના પ્રખ્યાત સયાજીબાગના આકર્ષણને વધારવા માટે નવીન ટાઈગર હાઉસ ખાતે 1 નર અને 1 માદાને મુકવામાં આવશે.
આ પણા વાંચો: દુનિયાની એક માત્ર વ્હાઈટ ટાઈગરની સફારીમાં હવે દત્તક લઈ શકાશે વાધ-સિંહ !
4 દાયકા પછી વ્હાઈટ ટાઈગર લાવવાનો પ્લાનિંગ
વડોદરા શહેરના સયાજીબાગમાં આશરે 4 દાયકા પછી વ્હાઈટ ટાઈગર લાવવાનો પ્લાનિંગ કર્યો છે. એક જોડી સફેદ વાઘ લાવવાના છે. જે પૈકી નર ટાઈગર છે. તે હૈદરાબાદ ઝુથી અને માદા વ્હાઈટ ટાઈગર છે. તે રાજકોટથી લાવવામાં આવશે. અત્યારે ટાઈગરમાં જે પ્રકારની પ્રજાતિ આવે છે. જેમાં ખાસ કરીને ઓરેન્જ અને યલો કલરના હોય છે.
સયાજીબાગ ઝુ-ડેવલોપમેન્ટ
જેને ટેકનિકલી યલો ટાઈગર કહેવાય છે. હાલમાં સયાજીબાગમાં આપણી પાસે જે જોડી છે, તેને ખુલ્લા મુક્ત પિંજરામાં મૂકવામાં આવે છે. તેવી જ રીતે સયાજીબાગ ઝુ-ડેવલોપમેન્ટના પ્રથમ તબક્કામાં 5 જે નવા પિંજરા બનાવ્યા છે. તેમાં એક પીંજરુ વ્હાઈટ ટાઈગરનું છે અને ટૂંક સમયમાં ત્યાં વ્હાઈટ ટાઈગર મુકવામાં આવશે તેમ જણાવ્યું હતું.