ETV Bharat / state

White House scam : 100 કરોડની સરકારી જમીનના દબાણ હટાવવાનું શરુ, વ્હાઇટ હાઉસ પર હથોડા પડ્યાં

વડોદરામાં 100 કરોડની સરકારી જમીન હડપવાના મામલામાં સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ દ્વારા વ્હાઇટ હાઉસ સહિતના બાંધકામ દૂર કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. સરકારી જમીન પર ગેરકાયદે મકાનોની સ્કીમના મોટા કૌભાંડ સામેના પગલાં રુપે આ કાર્યવાહી જોવાઇ રહી છે.

White House scam : 100 કરોડની સરકારી જમીનના દબાણ હટાવવાનું શરુ, વ્હાઇટ હાઉસ પર હથોડા પડ્યાં
White House scam : 100 કરોડની સરકારી જમીનના દબાણ હટાવવાનું શરુ, વ્હાઇટ હાઉસ પર હથોડા પડ્યાં
author img

By

Published : Feb 15, 2023, 2:11 PM IST

Updated : Feb 15, 2023, 2:24 PM IST

ગેરકાયદે મકાનોની સ્કીમના મોટા કૌભાંડ સામેના પગલાં રુપે આ કાર્યવાહી

વડોદરા :વડોદરા સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ દ્વારા સરકારી જમીન હડપ કરનાર ભૂમાફિયા સામે કાર્યવાહી થતી જોવા મળી રહી છે. 100 કરોડની સરકારી જમીન પચાવી પાડવાના આ કેસમાં વ્હાઇટ હાઉસ સહિતના કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જ્યાં સુધી સંપૂર્ણ દબાણ નહીં દૂર થાય ત્યાં સુધી કામ કરવામાં આવશે તેમ વ્હાઇટ હાઉસ સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ડીમોલેશનની કામગીરી : બહુચર્ચિત દંતેશ્વર 100 કરોડ જમીન કૌભાંડ મામલે આજે સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ દ્વારા ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. સરકારી કૌભાંડમાં સંજયસિંહ પરમાર સહિતના આરોપીઓને જેલ હવાલે કરાયા છે. આ સરકારી જમીન હડપવામાં મદદ કરનાર સરકારી કર્મચારીને પણ જેલ હવાલે કરાયા છે. આ સરકારી જમીન મૂળ સરકારશ્રીના નામે પરત કરવામાં આવી છે. આ ગેરકાયદે બનાવેલ મકાનોને દૂર કરવાની સ્વૈચ્છિક મુદત પૂરી થતાં આજે સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ દ્વારા વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાની ટીમની મદદથી કાચા પાકા મકાનોને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો Vadodara Crime : સરકારી જમીન પર વ્હાઇટ હાઉસ કૌભાંડનો મામલો, વડોદરા કોર્પોરેશનના 3 કર્મીઓની ધરપકડ

કામગીરીમાં કોણ કોણ જોડાયું : સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ દ્વારા કરવામાં આવી રહેલી આ કાર્યવાહીમાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની વિવિધ ટીમોની મદદ લેવામાં આવી છે. દબાણ શાખા દ્વારા ચાર જેસીબી,ક્રેન સહિતની સાધન સામગ્રી દ્વારા હાલમાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આ કામગીરીમાં એમજીવીસીએલનો સ્ટાફ પણ જોડાયો છે. જેથી કરી વીજળીના કનેક્શન સહિતની કામગીરી કરી શકાય. બાંધકામ શાખાના અને દબાણ શાખાના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા છે.

સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ દ્વારા વ્હાઇટ હાઉસ સહિતના બાંધકામ દૂર કરવાની કામગીરી

ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા : આ કામગીરીમાં કલેક્ટર કચેરી સહિતના વિવિધ ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા છે. આ કામગીરીમાં કોઈ અનિચ્છનીય ઘટનાના ન બને તે માટે વીએમસી ફાયર એન્ડ ઇમરજન્સી ટીમની પણ તહેનાત કરવામાં આવી છે. તો બીજી તરફ કોઈ ઘટનાને પગલે મેડિકલ સુવિધા તાત્કાલિક ઉપલબ્ધ થાય તે માટે એમ્બ્યુલન્સને પણ તહેનાત રાખવામાં આવી છે. આ સાથે જ દબાણ કામગીરીમાં રુકાવટ ન થાય અને ભીડ એકત્ર ન થાય તે માટે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો 100 Crore Land Scam: ક્રાઈમબ્રાન્ચ ફોર્મમાં, આરોપી સાથે દસ્તાવેજ કરનારા ગ્રાહકોને દબાણ દૂર કરવા નોટિસ

વડોદરા સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટે શું કહ્યું : વડોદરા સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટીપી 3 દંતેશ્વરના ફાઇનલ પ્લોટ નંબર 881, 879 અને 973 ની સરકારી જમીનમાં દબાણ કરવામાં આવ્યું છે. તેની દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના માટે વડોદરા મહાનગરપાલિકા તરફથી જેસીબી તથા દબાણ શાખાની ટીમો ફાળવવામાં આવી છે. એમજીવીસીએલ તરફથી ટેકનિકલ ટીમ પણ બોલાવવામાં આવી છે. જેથી વીજ જોડાણ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ તમામના સહકારથી દબાણ દૂર કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. જ્યાં સુધી આ દબાણ નહિ ટુડે ત્યાં સુધી આ કામગીરી ચાલુ રહેશે. બાંધકામના કાચા મકાનો સહિત પાકો મકાન તોડવામાં આવશે. સાથે જ નાના મોટા છાપરા બનાવવામાં આવેલ છે તે પણ તોડવામાં આવશે. વીએમસી તરફથી દબાણ શાખાનો સમગ્ર સ્ટાફ ઉપલબ્ધ છે. તેમના સરકારથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે. દબાણ શાખાની ટીમ દ્વારા જ્યાં સુધી દબાણ દૂર થાય ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

Last Updated : Feb 15, 2023, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.