વડોદરા કોરોનાનો વ્યાપ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાની(Vadodara Municipality Corporation) ટિમ પણ હવે દોડતી થઈ છે. સાવચેતીના ભાગરૂપે સયાજી હોસ્પિટલના અધિકારીઓ સાથે મેયરે અને ટીમ (Covid-19 Case in Vadodara) દ્વારા ખાસ બેઠક કરવામાં આવી હતી. આવનાર દિવસોમાં કોરોનાના સંભવિત જોખમ પહોંચી વળવા માટે તૈયારીઓની સમીક્ષા કરી હતી. જોકે, વડોદરામાંથી એક ગંભીર કહી શકાય એવો કેસ સામે આવતા દોડધામ મચી ગઈ હતી.
પ્લાન્ટની ક્ષમતા અને પ્લાન્ટની ચકાસણી સયાજી હોસ્પિટલમાં(Vadodara Municipality) ફરી એક વખત કોરોનાના વોર્ડ, બેડ, ઓક્સિજન પ્લાન્ટ સક્રિય કરાયા છે. વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી પણ કરવામાં આવી રહી છે. અહીં 5 થી 5500 લીટર પ્રતિ મિનિટ ઓક્સિઝન ઉત્પાદન કરતો પ્લાન્ટ SSGમાં સક્રિય કરાઇ રહ્યો છે ઉપરાંત 20-20 હજાર લિટર ની બે ટેન્ક પણ ઉપલબ્ધ છે સાથે સાથે બંને ટેન્ક મળી કુલ 40 હજાર લિટર કરતા વધુ પ્રાણવાયુ નું ઉત્પાદન કરવા માં આવી રહ્યું છે અહીં કેટલાક કેસો માં ઓક્સિજન ના સિલિન્ડર પણ મંગાવવામાં આવતા હોય છે, દર્દીઓ ને મુશ્કેલી ન પડે તેના માટે તંત્ર ને સજજ કરવા માં આવી રહ્યું છે.
શહેર મેયર દ્વારા મુલાકાત સયાજી હોસ્પિટલના (Vadodara Municipality) કોવિડ વોડ નજીકના ઓક્સિજન પ્લાન્ટની વડોદરાના મેયર કેયુર રોકડીયા પાલિકાની મેડિકલ ટીમ તેમજ સયાજી હોસ્પિટલ ની મેડિકલ ટીમ (Vadodara Municipality) દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી સયાજી હોસ્પિટલ ખાતે સંભવિત કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીનું નિરીક્ષણ પણ બંને ટિમો દ્વારા કરવા માં આવ્યું હતું.
હાલમાં સયાજી હોસ્પિટલમાં 575 બેડ વડોદરામાં (Vadodara Municipality) કોરોના સંક્રમણને લઈને સયાજી હોસ્પિટલ ખાતે 575 બેડ અને ગોત્રી મેડિકલ હોસ્પિટલ ખાતે 50 બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. સાથે જ અહીં સ્થાપિત ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત છે. હાલ વડોદરાની સયાજી હોસ્પિટલ અને ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં એક પણ કોરોનાનો દર્દી દાખલ નથી. સયાજી હોસ્પિટલમાં 22 જેટલા આઇસોલેશન બેડ કાર્યરત છે તો શહેરની ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં પણ 10 આઇસોલેશન બેડ તૈયાર છે. સાથે શહેરની ખાનગી સ્કૂલોમાં હાલમાં માસ્ક, સેનિટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સ જેવા નિયમોની પાલન થાય તે પ્રકારની સંચાલકો દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.