વડોદરા : વડોદરા શહેરના જ્યુબિલીબાગ ખાતે રહેતા 32 વર્ષીય યુવક ઉંમગ સંજયભાઈ જીનગરને બ્રેઈન હેમરેજ થતા શહેરની સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સયાજી હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન યુવકની સ્થિતિ યોગ્ય ન હોવાથી યુવકના પરિવારજનોએ તેના અંગદાન અંગેની તૈયારી બતાવી હતી.
પરિવારજનોએ અંગદાન કર્યું : પરિવારના સભ્યોએ એક દીકરાના અંગથી પાંચેક જેટલી વ્યક્તિને નવું જીવંત મળે તેવા ઉમદા હેતુથી પરિવારના સભ્યોએ અંગદાન કરવાનું નક્કી કર્યું હતું. દીકરાના આ અંગદાનથી કોઇકની જીંદગી ઉજાગર થશે જેવા ઉમદા હેતુથી પરિવારજનોએ અંગદાન કર્યું હતું. આ અંગદાનમાં યુવકની બે કિડની, 1 લીવર અને બે આંખોનું દાન કરી 4 થી 5 વ્યક્તિને નવું જીવન મળ્યું હતું.
અંગદાનથી મહાન બીજું કોઈ દાન નથી : વડોદરાના આ પરિવારે પોતાના દીકરાના પુત્રના વિરહમાં દુ:ખ વ્યક્ત કર્યું હતું અને પરિવારમાં ભારે માતમ છવાઈ ગયો હતો. પરંતુ તેઓએ સાથે સાથે જણાવ્યું હતું કે અંગદાન સિવાય બીજું કોઈ દાન મોટું નથી અંગદાન એ ખૂબ જ મોટું દાન છે. એક વ્યક્તિના અંગદાનથી જો ચાર થી પાંચ વ્યક્તિઓને ઉજાગર મળતી હોય તો દરેક વ્યક્તિએ જરૂરથી અંગદાન કરવું જોઈએ તેઓ સંદેશ સમાજને આપ્યો હતો.
કોરિડોર કરી અંગો ટ્રાન્સફર કરી અમદાવાદ મોકલ્યા : જાણવા મળતી માહિતી મુજબ સયાજી હોસ્પિટલ દ્વારા અંગદાનની જાણ કરતા અમદાવાદની સરકારી સંસ્થા દ્વારા આ યુવકની બે કિડની, બે આંખો અને લીવરને ગ્રીન કોરિડોર કરી અમદાવાદની આઈ.કે.ડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ યુવકના પરિવારજનો દ્વારા અન્ય લોકોમાં તેનો પ્રકાશ ફેલાય તે માટેનું ઉત્તમ કામ કરવામાં આવ્યું છે.
સયાજી હોસ્પિટલમાં પાંચમું અંગદાન :આ અંગદાન અંગે સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે, આ યુવકને બ્રેઈન હેમરેજ થયું હતું. બે દિવસથી સારવાર ચાલતી હતી અને અમદાવાદની સરકારી સંસ્થા દ્વારા તેના અંગોને લઈ જવામાં આવ્યા છે. આ કેસમાં સારી બાબત એ છે કે, દર્દીના સગાઓએ સ્વયં ઈચ્છા વ્યક્ત કરી હતી. જેમાં યુવકની બે કિડની, બે આંખો અને લીવરનું દાન કરવામાં આવ્યું છે. આ સયાજી હોસ્પિટલ માટે પાંચમું અંગદાન છે.