ETV Bharat / state

સુરસાગર તળાવમાં બોટિંગ ફરી શરૂ, મેયર અને પદાધિકારીઓએ મઝા માણી - સુરસાગરમાં 1994માં હોડી હોનારત

વડોદરાના સુરસાગર તળાવ ( Vadodara Sursagar Lake Boating) માં બોટિંગ સુવિધાનો પુનહ પ્રારંભ કરાવવામાં આવ્યો છે. સુરસાગર તળાવમાં બોટિંગ ફરી શરૂ કરાવતાં મેયર કેયૂર રોકડિયા ( Mayor Keyur Rokadia ) સહિત પદાધિકારીઓએ બોટમાં બેસી સુરસાગરનો રાઉન્ડ પણ લીધો હતો.

સુરસાગર તળાવમાં બોટિંગ ફરી શરૂ, મેયર અને પદાધિકારીઓએ મઝા માણી

author img

By

Published : Oct 22, 2022, 2:44 PM IST

વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં આખરે બોટિંગ ( Vadodara Sursagar Lake Boating) સુવિદ્યા પુન શરૂ કરી. સુરસાગર તળાવમાં બોટિંગ ફરી શરૂ વડોદરાવાસીઓને દીવાળી વેકેશનમાં જળવિહાર કરવા મળશે. સુરસાગરમાં 1994માં હોડી હોનારત ( 1994 Sursagar Boat Mishap )ની બનેલી ઘટના બાદ સુરસાગરમાં બોટિંગ શરૂ કરવામાં સતત વિઘ્ન આવતું હતું. સુરસાગરના બ્યુટીફીકેશન પ્રોજેક્ટ બાદ આખરે મેયર કેયૂર રોકડિયા (Mayor Keyur Rokadia ) એ આજે બોટિંગ સુવિદ્યા પુન શરૂ કરાવીને સૌ પ્રથમ પદાધિકારીઓ બોટમાં સુરસાગરમાં ફર્યા હતાં.

સુરક્ષાને ધ્યાનમાં લઇને ફરજીયાત લાઈફ જેકેટ

વડોદરાના મેયર કેયૂર રોકડિયા (Mayor Keyur Rokadia ) , ડેપ્યુટી મેયર નંદા જોષી, સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ, સીમાબેન મોહિલે, સહિત પાલિકાના અધિકારીઓ સુરસાગર ખાતે વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. મેયરના હસ્તે બોટિંગ સુવિદ્યાનો આરંભ કરાવવામાં આવ્યો હતો બાદમાં પદાધિકારીઓએ બોટમાં બેસીને ( Vadodara Sursagar Lake Boating) સુરસાગરનો રાઉન્ડ પણ લીધો હતો. આવતીકાલથી વડોદરાવાસીઓ માટે આ સુવિદ્યા શરૂ કરવામાં આવનાર છે.

બ્યુટિફિકેશન કરાયું મેયર કેયૂર રોકડિયા (Mayor Keyur Rokadia ) એ જણાવ્યું હતું કે 'વડોદરાની મધ્યમાં સુરસાગર ખુબ જ મોટુ તળાવ છે. 32 કરોડના ખર્ચે વડોદરા કોર્પોરેશન દ્વારા તેનું બ્યુટિફિકેશન પણ કરાયું છે. જેનો સીધો લાભ લોકોને મળે સાથે સહેલાણીઓની અવરજવર વધે. આ એક પ્રવાસનનું સ્થળ બને તે માટે હવે બોટિંગ સુવિદ્યા ( Vadodara Sursagar Lake Boating)આજથી શરૂ કરવામાં આવી છે.'

કોન્ટ્રાક્ટર દ્વારા વીમો બોટિંગ ( Vadodara Sursagar Lake Boating) કરનારાઓની સુરક્ષાને ધ્યાનમાં લઇને ફરજીયાત લાઈફ જેકેટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેઓના માટે કોન્ટ્રાક્ટર દ્વારા વીમો લેવાની જવાબદારી રહેશે. કોન્ટ્રાક્ટર દ્વારા તરવૈયાઓની ટીમ તહેનાત કરવામાં આવી હતી. બોટિંગ માટે ટિકિટનો ભાવ વ્યક્તિ દીઠ 30 મિનિટ માટે રૂપિયા 50 તથા 12 વર્ષથી નીચેના બાળકો માટે 25 રૂપિયા રાખવા કોર્પોરેશન દ્વારા ઠરાવવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.