ETV Bharat / state

Vadodara suicide case: હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત, જાણો કારણ... - Vadodara suicide case

વડોદરામાં આવેલા શિનોર તાલુકામાં છાત્રાલયમાં રહી અભ્યાસ કરતા ધોરણ 10ના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. મળતી માહિતી અનૂસાર તેને છાત્રાલયમાં અભ્યાસ કરવો ન હતો, પરંતુ તેના પિતાએ માર્ચમાં ઘરે પાછો આવવાનું કહ્યું જેના કારણે તેને આપધાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

Vadodara suicide case: હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા દીકરા એ કહ્યું હવે નહિ ભણવું પછી જાતને પડતી મૂકી

author img

By

Published : Jan 27, 2023, 11:18 AM IST

હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા દીકરા એ કહ્યું હવે નહિ ભણવું પછી જાતને પડતી મૂકી

વડોદરા: શિનોર તાલુકાના પુનિયાદ ગામના છાત્રાલયમાં રહી ઘોરણ 10માં અભ્યાસ કરતા આ વિદ્યાર્થી છાત્રાલયમાં રહીને અભ્યાસ ન કરવા માટેની રજૂઆત પોતાના પિતા સમક્ષ કરી હતી. પિતા સાથે ફોન ઉપર વાત કરતા તેણે જણાવ્યું હતું કે, મારે છાત્રાલયમાં રહીને અભ્યાસ કરવો નથી. પિતાએ તે દીકરાને માર્ચની પરીક્ષા સુધી અભ્યાસ પૂર્ણ કરીને પછી તું ઘરે પાછો આવતો રહેજે તેમ જણાવ્યું હતું, પરંતુ વિદ્યાર્થીને આ વાતથી સંતોષ થયો ન હતો અને આ બાબતે મનમાં લાગી આવતાં તેને આપઘાત કર્યો હતો.

ઘરનો ચિરાગ ઓલવાયો: આત્મહત્યા કરતા ઘરનો ચિરાગ ઓલવાયો છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આવેલ પ્રભાત આદિવાસી કુમાર છાત્રાલયમાં આ કિશોર છેલ્લા બે વર્ષથી રહેતો હતો. પુનિયાદ ગામની ડૉ. શરદ વિદ્યા મંદિર ખાતે ધોરણ 10 માં અભ્યાસ કરતા આ કિશોરે વધુ અભ્યાસ ન કરવા પોતાના પિતાને જણાવ્યું હતું, પરંતુ તેને પુનિયાદ ગામથી આનંદી રોડ ઉપર તળાવના કિનારા કિનારે લીમડાના ઝાડ સાથે દોરી બાંધીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

આ પણ વાંચો Woman Committed Suicide in surat: પતિના ત્રાસને કારણે પત્નીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત

અભ્યાસ કરવો નથી: કેટલીક વાર બાળકોને પૂરતી સગવડ ન મળવાને કારણે પણ તેઓ આવું પગલું ભરતા હોય છે, પરંતુ જાણવા મળતી માહિતી મુજબ તેને પોતાના પિતા સાથે વાત કરતા જણાવ્યું હતું કે મારે આગળ અભ્યાસ કરવો નથી અને ઘરે આવવું છે. વિદ્યાર્થી મૂળ નસવાડી તાલુકાનાં ગામનો પણ પુનિયાદ ગામે કરતો હતો. જે છોટાઉદેપુર તાલુકાના નસવાડી નજીક સાંધિયા ગામનો રહેવાસી હતો. તેના પિતાએ તેને શિનોર તાલુકાના આ કુમાર છાત્રાલય ખાતે રહીને તે અભ્યાસ કરે તે માટે ત્યાં મૂક્યો હતો. પરંતુ કોઈ કારણોસર તેને આગળ અભ્યાસ કરવા માટે ના પાડી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. છાત્રાલયમાં તે ન દેખાતા છાત્રાલયના ગૃહપતિએ તેના પરિવારજનોને જાણ કરી હતી. પરંતુ તેને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. તે વાત વાયુવેગે ફેલાઈ હતી. કિશોરના પિતાને જાણ થતાં જ તે પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને મૃતક દિકરાને જોઈ રડી પડ્યાં હતાં.

આ પણ વાંચો Junagadh Raj Bharti Bapu committed suicide: ખેતલીયા દાદા જગ્યાના મહંત રાજ ભારતી બાપુએ કર્યો આપઘાત

આપઘાતનું સાચું કારણ: પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાની જાણ આસપાસના રહીશોએ શિનોર પોલીસ સ્ટેશનને કરતા, શિનોર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તે બાળકનાં મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારીને મોટા ફોફળિયા રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. બાળકના પિતાએ આ અંગેની ફરિયાદ શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. હાલ તો આ આપઘાતનું સાચું કારણ જાણી શકાયું નથી. પરંતુ પોલીસે આ અંગે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.