વડોદરા : ડભોઇ તાલુકાના પીસાઈ ગામે 22 વર્ષીય પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. જેમાં પિયરયાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ સાસરિયાઓને ઝડપી લીધા છે. ઉલ્લેખનીય કે, પીસાઈ ગામે આવેલા એક પટેલ ખેડૂતના ખેતરમાં કુવાવાળી ઓરડીમાં રહી ખેતી કામની મજૂરી કરી રહ્યું હતું. આ પરિવારની એક 22 વર્ષીય દીકરીએ તેના સાસરિયાઓ મહેણા ટોણા મારી માનસિક રીતે હેરાન પરેશાન કરતા હતા. આ 22 વર્ષીય પરિણીતા કોઈક કારણોસર બીમાર થતાં સારવાર અર્થે પોતાના પિતાના ઘરે થોડો સમય રહી હતી. આ પરિણિતાને સંતાનમાં એક દીકરો પણ હતો. આ પરણિતા સારવાર બાદ સારું લાગતા પોતાના સાસરિયાઓ જેઓ હાલ શિનોર તાલુકાના અંબાલી ગામે રહી ખેતીકામ કરતા હતા તેઓની સાથે રહેવા જતી રહી હતી.
સાસરીમાં ગયા બાદ પરિણિતાને ત્રાસ : આ પરિણિતા થોડોક સમય પોતાના પિયરમાં રહી પોતાના સાસરિયાઓ સાથે પોતાના દીકરા સાથે રહેવા ગઈ હતી. પરંતુ પરણીતાના પતિ અને તેના સાસુ-સસરા ભેગા મળી પરિણિતાને સહન ના થાય તેવા અપશબ્દો કહેતા અને મહેણા- ટોણા મારતા અને આ રીતે માનસિક ત્રાસ આપતા હતા. જેથી તે માનસિક રીતે પડી ભાંગી હતી. જેને લઈને તારીખ 27મી જાન્યુઆરીએ 2023ના રોજ પીસાઈ ગામે ખેતરે રહેતા પોતાના મા બાપને ત્યાં તક મળતા જ જીવન ટૂંકાવ્યું હતું.
આ પણ વાંચો : Crime news: ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા કોન્સ્ટેબલ મહારાષ્ટ્રથી મળી આવી
મૃતદેહનો કબજો લઈને કાર્યવાહી : આ 22 વર્ષીય પરણિતાના પિતા જેઓ મૂળ રહે. ગામ કેવડી તાલુકો નસવાડી જિલ્લો છોટા ઉદેપુરના પરંતુ હાલ ડભોઇ તાલુકાના પીસાઈ ગામે એક પટેલ ખેડૂતને ત્યાં રહીને ખેતી કામ કરતા હતા. પિતાએ પોતાની દીકરીએ મૃત્યુ વહાલું કરતા આ બનાવ અંગેની જાણ પોલીસ સ્ટેશનને કરી હતી. ડભોઇ પોલીસના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ પરણિતાના મૃતદેહનો કબજો લઈ આગળની કાનૂની કાર્યવાહી અર્થે ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે લાવી પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
આ પણ વાંચો : Vadodara Crime News : સોશિયલ મિડીયામાં મિત્રો બનાવતા પહેલા સાવધાન, મિત્રતાની આડમાં કરાયું શોષણ
ત્રણ શખ્સો સામે ફરિયાદ : આ પેનલ પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી સમયે ડભોઈના નાયબ પોલીસ અધિક્ષક એ.એમ.પટેલ તેેમજ ડભોઇ પોલીસ સ્ટેશનના PI જે.એમ.વાઘેલા સહિતના પોલીસના અધિકારીઓ હાજર હતાં. ડભોઇ પોલીસ સ્ટેશનમાં પરણિતાના પિતાએ ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પરણીતાના પિતાએ પોતાની દીકરીના પતિ જયેશ જવારીયાભાઈ ડું.ભીલ, છીણુ જવારીયાભાઈ ડુ.ભીલ અને જવારીયાઈ ફુલજીભાઈ ડુ.ભીલ (સસરા) સામે ફરિયાદ નોંધાવી છે. જેથી ડભોઇ પોલીસ તંત્રએ આ તમામ સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જેમાં ડભોઈ પોલીસે ત્રણ સાસરિયાઓને જેલમાં ધકેલી દીધા છે.