ETV Bharat / state

ગુજરાતની સૌથી વધુ સભાસદો ધરાવતી વડોદરાની સુગર ફેક્ટરી ફરી થઈ શરૂ, ખેડૂતોમાં ખુશીની લાગણી - sugarcane farmers

વડોદરામાં આવેલી સુગર ફેક્ટરી ઘણા વર્ષો બંધ રહ્યા પછી હવે ફરી કાર્યરત્ (Vadodara Sugar Factory reopen) થઈ છે. ત્યારે નવનિયુક્ત હોદ્દેદારો અને ડિરેકેટર્સે ગામની આસપાસના ખેડૂતોને જરૂરી માર્ગદર્શન (Guidance to Farmers) આપ્યું હતું. સાથે જ તેમણે ફેક્ટરીના પુનરુત્થાન અંગેના આયોજનની માહિતી આપી હતી.

ગુજરાતની સૌથી વધુ સભાસદો ધરાવતી વડોદરાની સુગર ફેક્ટરી ફરી થઈ શરૂ, ખેડૂતોમાં ખુશીની લાગણી

author img

By

Published : Oct 27, 2022, 12:54 PM IST

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગંધારા ખાતે આવેલી વડોદરા ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ સુગરક્રેન ગોઅસૅ યુનિયન લિ. ગંધારા (ગંધારા સુગર) જે છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં હતી. તે હવે ફરી શરૂ થઈ ગઈ (Vadodara Sugar Factory reopen) છે. થોડા દિવસો અગાઉ જ રાજ્ય સરકાર દ્વારા છ હોદ્દેદારોની કસ્ટોડિયન તરીકે નિમણૂંક કરી હતી. ત્યારે ખેડૂતોનાં હિતાર્થે આ સુગર ફેક્ટરી ફરીથી ધમધમતી થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.

નવનિયુક્ત બોર્ડ દ્વારા ફેકટરી ચાલું કરવાનાં સઘન પ્રયાસો આ નવનિયુક્ત હોદ્દેદારો અને ડિરેક્ટરો દ્વારા ડભોઈ તાલુકાના મંડાળા અને કાયાવરોહણ ગામ આસપાસના ખેડૂતોને શેરડી ઉત્પાદન (sugarcane production in india ) વિશે, શેરડીના ઉત્પાદનથી ખેડૂતોને થતાં ફાયદાઓ વિશે તેમજ આ સુગર ફેકટરીના પુનરુંત્થાન માટેના આયોજન વિશેની માહિતી આપી, માર્ગદર્શન (Guidance to Farmers) પણ આપવામાં આવ્યું હતું.

શેરડી પકવતાં ખેડૂતોને આર્થિક મોટો ફાયદો થાય તે માટે સરકાર સક્રિય

શેરડી પકવતાં ખેડૂતોને આર્થિક મોટો ફાયદો થાય તે માટે સરકાર સક્રિય છેલ્લા ઘણા સમયથી આ સુગર ફેક્ટરી બંધ (Vadodara Sugar Factory reopen) હાલતમાં હતી, પરંતુ આ નવીન હોદ્દેદારો દ્વારા આ સુગર ફેક્ટરી ચાલુ થાય અને તેનો સીધો લાભ ખેડૂતોને ઘરઆંગણે (sugarcane farmers) મળી જાય તે માટે તેઓએ સરકારમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ સરકારે 6 વ્યક્તિઓની કસ્ટોડિયન તરીકે નિયુક્તિ કરી હતી.

ફેક્ટરીનું રિનોવેશનનું કામ પૂરજોશમાં હાલમાં 2,800 મેટ્રિક ટનની પીલાણ ક્ષમતા ધરાવતી આ સુગર ફેક્ટરીનું રિનોવેશનનું (Vadodara Sugar Factory reopen) કામ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. આગામી સમયમાં શેરડીનું વાવેતર કરવાનો સમય નજીક હોવાથી ખેડૂતોને (sugarcane farmers) એકત્રિત કરી ખેડૂતો શેરડીનું વધારે પ્રમાણમાં વાવેતર કરે તે માટે પૂરતું માર્ગદર્શન (Guidance to Farmers) આપવામાં આવ્યું હતું. આ નવા હોદ્દેદારો દ્વારા સુગર ફેક્ટરીના વિકાસ માટે નવા પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે. તેનો સીધો લાભ ખેડૂતોને જ મળશે તેમ ડિરેક્ટરોએ જણાવ્યું હતું.

અગ્રણીઓનો સમાવેશે સુગર ફેકટરીમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે દોલત પટેલ, પ્રમુખ તરીકેે જિતુ પટેલ, ડિરેક્ટર તરીકે શશિકાન્ત પટેલ (વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ), કૌશિક પટેલ અને યોગેન્દ્રસિંહ વગેરે ખેડૂતો અગ્રણીઓનો સમાવેશ થાય છે.

ખેડૂતોમાં આનંદની લાગણી છેલ્લા કેટલાય સમયથી બંધ ગંધારા સુગર ફેક્ટરી ફરી શરૂ થતાં મશીનરી કાર્યરત્ કરવામાં આવી છે, જેમાં બોઈલર ચાલું કરી પ્રેશર લઈ સ્ટ્રીમ ટ્રાયલ લેવામાં આવ્યું હતું. તેમ જ ટૂંકા સમયગાળામાં જ શેરડીનું પિલાણ શરૂ કરવામાં આવશે. આ વાતથી આ વિસ્તારમાં શેરડી પકવતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. કારણકે, શેરડી પકવતાં આ વિસ્તારના ખેડૂતોને (sugarcane farmers) મોટો આર્થિક ફાયદો થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.