ETV Bharat / state

Vadodara News : શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેંક પર આટલા મહિના સુધી નિયંત્રણો, ખાતેદારોની લાંબી લાઈન - શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેંક RBI નિયંત્રણ

વડોદરા શહેરના સુલતાનપુરામાં આવેલ શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેંક પર RBI દ્વારા નિયંત્રણ લાદવામાં આવ્યા છે. ખાતેદારોને નિયંત્રણની જાણ થતાં બેંકમાં લાંબી કતારો જોવા મળી હતી.

Vadodara News : શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેન્ક પર RBI દ્વારા નિયંત્રણ, ખાતેદારોની બેંકમાં લાંબી લાઈન

author img

By

Published : Mar 6, 2023, 3:58 PM IST

વડોદરા : સુલતાનપુરમાં આવેલી અને મૂળ ડભોઈની શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેંક પર 6 મહિના માટે RBI દ્વારા નિયંત્રણો લાદવામાં આવ્યાની નોટિસ ફટકારવામાં આવી છે. આ બેંકની આર્થિક સ્થિતિ નબળી થતાં RBIએ નોટિસ ફટકારી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. જેથી આ બેંકના ખાતેદારોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી.

સુલતાનપુરામાં આવેલ શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેંક

RBI દ્વારા નોટિસ : શહેરના સુલતાનપુરામાં આવેલ શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેંક પર ખાતેદારોની લાંબી કતારો લાગેલી જોવા મળી હતી. RBI દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે કે જ્યાં સુધી બેંક દ્વારા સ્પષ્ટતા નહીં થાય ત્યાં સુધી ખાતેદારોની છ મહિનામાં માત્ર 30 હજાર રૂપિયા ઉપાડી શકશે, તેવી નોટિસ આપવામાં આવી છે. જેને પગલે ખાતેદારો પોતાના નાણાં લેવા બેંક પર દોડી આવ્યા હતા. RBI દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે બેંકની આર્થિક હાલતમાં સુધારો નહીં આવે ત્યાં સુધી જ આ નિયંત્રણો રહેશે. RBI દ્વારા બેન્કિંગ નિયંત્રક ધારા 1949 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શ્રી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેંક પર RBI દ્વારા નિયંત્રણ

આ પણ વાંચો : RBI International Trade Settlement : એક એવો નિર્ણય જે સુરતમાં હીરા ઉદ્યોગની ચમકને વધુ નિખારશે

થાપણ ધારકોની થાપણ વીમાંથી રક્ષિત : આ બેંકમાં મુકેલ થાપણદારોની 5 લાખ સુધીની થાપણો DICGC દ્વારા વીમાંથી રક્ષિત છે. તેવું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વાર બહાર પાડવામાં આવેલ નવી માર્ગદર્શિકા મુજબ છે. હાલમાં ખાતેદાર કે અન્ય વ્યક્તિ બેંકમાંથી માત્ર 30 હજાર રૂપિયા જ ઉપાડી શકશે અને હવેથી બેંક કોઈ લોન ને મંજૂરી આપી શકશે નહીં કે તેને રિવ્યુ કરી શકશે નહીં. નવું રોકાણ પણ નહીં કરી શકે તેવી જાહેરાત કરાઈ છે. આ બેંકમાં હાલમાં થાપણ ધારકો પોતાના બેંક લોકર પણ બંધ કરાવી રહ્યા છે.

RBI દ્વારા નિયંત્રણ
RBI દ્વારા નિયંત્રણ

આ પણ વાંચો : ધ્રાંગધ્રા શહેરમાં યુવા નિધી કંપની બેંક દ્વારા રૂપિયા 3 કરોડની છેતરપિંડી

RBI નોટિસ મુજબ કામગીરી : આ સમગ્ર મામલે બેન્ક મેનેજર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ આ બાબતે માત્ર RBIની નોટિસ મુજબ કામ કરી રહ્યા છીએ અને અન્ય વિગતો હેડ ઓફીસ ડભોઇથી મળશે તેવું કહી વાતને ટાળી હતી. ત્યારે હવે એ જોવાનું એ રહેશે કે આ બેંક દ્વારા જેટલા પણ ખાતેદારો છે. તેઓને આવનાર સમયમાં ક્યાંકને ક્યાંક પોતાના નાણાં હોવા છતાં ઉપાડી નહીં શકે તેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે બેંક દ્વારા RBIની સ્પષ્ટતા થાય છે કે કેમ તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.