વડોદરા : વિશ્વમાં મહામારી બનેલા કોવિડ-19 કોરોના વાઇરસે હવે ભારત દેશમાં દસ્તક દીધી છે.વડોદરા શહેરમાં એકજ દિવસમાં 36 કોરોના પોઝિટિવ કેશ સાથે કુલ આંક 95 પર પહોંચતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.તંત્ર દ્વારા તમામ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે.ત્યારે લોકડાઉનનો પાલન કરાવવા લોકોને જાગૃત કરવા પોલીસ પણ સતર્ક બની છે.
વડોદરા શહેર પોલીસ દ્વારા ગત મોડીરાત્રે સિટી પોલીસ સ્ટેશન તથા વારસીયા પોલીસ સ્ટેશનના જૂનીઘડી,યાકુતપુરા લાલઅખાડા,છીપવાડ,ચાંપાનેર દરવાજા,નવા બજાર સહિતના વિસ્તારોમાં કોરોના વાઇરસથી સાવચેતી માટે તથા ઘરમાંથી બહાર નહીં નીકળવા માટે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમથી લોકોને માહિતગાર કરવામાં આવ્યાં હતા. તો આ સાથે જ જાગૃતતા કેળવવા તથા તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી હતી.