ETV Bharat / state

Vadodara News આદિપુરુષ ફિલ્પ પર પ્રતિબંધની માંગ કરતાં વડોદરાની એમએસયુના ઓરિએન્ટલ ઇન્સ્ટિટયૂટના ડાયરેક્ટર - એમએસયુના ઓરિએન્ટલ ઇન્સ્ટિટયૂટના ડાયરેક્ટર

આદિપુરુષ ફિલ્મને લઈ વડોદરાની એમએસયુના ઓરિએન્ટલ ઇન્સ્ટિટયૂટના ડાયરેક્ટર દ્વારા મુખ્ય પાત્રો અને ડાયલોગને લઈ સરકાર ફિલ્મ પર પ્રતિબંધ મૂકે તેવી માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ સંસ્થામાં આજે પણ રામાયણની 150 હસ્તપ્રતો સચવાયેલી છે.

Vadodara News આદિપુરુષ ફિલ્પ પર પ્રતિબંધની માંગ કરતાં વડોદરાની એમએસયુના ઓરિએન્ટલ ઇન્સ્ટિટયૂટના ડાયરેક્ટર

author img

By

Published : Jun 23, 2023, 9:53 PM IST

ફિલ્મ પર પ્રતિબંધ મૂકે તેવી માંગ

વડોદરા : હાલમાં ચાલી રહેલી આદિપુરુષ ફિલ્મ ક્યાંકને ક્યાંક વિવાદમાં જોવા મળી રહી છે. આ ફિલ્મમાં બતાવવામાં આવેલ પાત્રો અને ડાયલોગને લઈ વિવાદો ઉભા થઇ રહ્યા છે. ત્યારે યાદ કરવા જેવું છે કે રામાનંદ સાગર રચિત રામાયણ સિરિયલની સ્ક્રિપ્ટ અને સંપૂર્ણ ડાયલોગ વડોદરાની એમ એસ યુનિવર્સિટીના ઓરિએન્ટલ ઇન્સ્ટિટયૂટમાંથી અધિકૃત કરવામાં આવ્યા છે. જેના આજે પણ પુરાવા જોવા મળી રહ્યા છે.

ફિલ્મ પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકાય આ અંગે ઓરિએન્ટલના ડાયરેક્ટર ડોક્ટર શ્વેતા પ્રજાપતિ દ્વારા હાલની ફિલ્મમાં બતાવવામાં આવેલ દ્રશ્યો, ડાયલોગ અને મુખ્ય પત્રોમાં મર્યાદા જળવાતી નથી તેવો અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો છે. જેને લઈ આ ફિલ્મ પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ શક્ય ન હોય તો લોકોએ સ્વયં આ ફિલ્મનો બહિષ્કાર કરવો જોઈએ તેમ પણ જણાવ્યું હતું.

રામાનંદ સાગરે જ્યારે રામાયણ સિરિયલનું નિર્માણ કર્યું હતું, ત્યારે તેમણે ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ મહારાજા યુનિવર્સિટીનો સંપર્ક કર્યો હતો. ત્યારે જે પ્રોફેસર એમ.એમ.પાઠક રામાયણના ક્રિટિકલ એડિશનના પ્રોજેક્ટમાં કામ કરતા હતાં એમનો સંપર્ક કર્યો હતો. રામાયણ સિરીયલની સંપૂર્ણ સ્ક્રિપ્ટ અને બધા જ ડાયલોગ અહીંયાથી અધિકૃત કરાવવામાં આવ્યા હતાં. આ ક્રિટિકલ એડિશનનું કામ ઓરિએન્ટલ ઇન્સ્ટિટયૂટમાં વર્ષ 1950થી 1975 સુધી ચાલ્યું હતું...ડોક્ટર શ્વેતા પ્રજાપતિ(એમએસયુ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર)

ફિલ્મમાં ગ્રંથોના અવશેષો ન જોવા મળ્યા : વિવિધ પંડિતો અને વિવિધ વિદ્વાનોની સહાયતાથી અને 3000 જેટલી હસ્તપ્રતો જે વિવિધ લીપીઓમાં લખાય છે અને વિવિધ મટીરીયલમાં લખાય છે. તે બધાનો જ અભ્યાસ કરીને એક અધિકૃત એવુ વાલ્મિકીકૃત રામાયણ તૈયાર અહીં કરવામાં આવ્યું હતું. જ્યારે આદિપુરુષ મુવી રિલીઝ થઈ છે, એમાં ક્યાંય નથી દેખાતું કે આ પ્રમાણે અધિકૃત એવી કોઈ રામાયણના ગ્રંથોનો અભ્યાસ કરવામાં આવ્યો હોય અને એના આધારે ડાયલોગ વગેરે તૈયાર કરવામાં આવ્યા હોય.

મહત્વના પાત્રોની ગરિમા ન જળવાઈ : તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ મૂવીમાં મનઘડંત ડાયલોગ જોવા મળે છે. આ ઉપરાંત જે રીતે ફિલ્માંકન કર્યું છે જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. એમાં આપણે જોઈએ તો રામ ,સીતા, રાવણ અને હનુમાન જેવા મહત્વના પાત્રોની કોઈ જ ગરિમા અહીં જળવાતી નથી. એટલે આ પ્રકારના મૂવીનો આપણે સંપૂર્ણપણે પ્રતિબંધ થવો જ જોઈએ. સરકાર દ્વારા અને સરકાર એમ ન કરી શકતી હોય તો આપણે પ્રજાએ પણ એનો સંપૂર્ણ પણે સામૂહિક રીતે બહિષ્કાર કરવો જોઈએ.

રામાયણની 150 હસ્તપ્રતો : ઓરિએન્ટલ ઇન્સ્ટયુટ્યુટના ડાયરેક્ટર ડોક્ટર શ્વેતા પ્રજાપતિએ વિશેષ માહિતી આપી હતી કે અમારી પાસે ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં રામાયણની 150 જેટલી હસ્તપ્રતો છે. આ બધી જ હસ્તપ્રતો તમે તેલુગુ, મલયાલમ, કન્નડ, દેવનાગરી, બંગાળી, ઓરિયા જેવી ભારતની વિવિધ લીપીઓમાં લખાય છે. એ ઉપરાંત આ કાગળ છે, ભૂજપત્ર, તાડપત્રએ પ્રમાણેના વિવિધ રાઇટીંગ મટીરીયલ ઉપર આ હસ્તક લખાઈ છે અને તેને અમે બિલકુલ પ્રાચીન પદ્ધતિથી આયુર્વેદિક જે જડીબુટ્ટીઓ છે એના દ્વારા એનું સંરક્ષણ કરીએ છીએ.

  1. Navsari News નવસારીમાં પાઠક પરિવાર પાસે છે 300 વર્ષ જૂનો પૌરાણિક રામાયણ ગ્રંથ
  2. Adipursh: દર્શકોએ ફિલ્મ 'આદિપુરુષ' પર પ્રતિક્રિયા આપી, કેટલાકે કહ્યું સારી છે તો કેટલાકે કહ્યું મજાક
  3. Surat Gold Ramayan: પેઢીઓથી લોકો આવે છે દર્શન કરવા, જર્મનીના પાના પર 19 કિલો સોનાની રામાયણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.