ETV Bharat / state

Vadodara News : વડોદરામાં કન્જક્ટિવાઈટિસના રોજના 2000થી વધુ કેસ, 1 લાખથી વધુ આઈ ડ્રોપનું દરરોજ વેચાણ - કન્જક્ટિવાઈટીસ લક્ષણો

વડોદરામાં કન્જક્ટિવાઈટિસના રોજના 2 હજારથી વધુ કેસ આવી રહ્યાં છે. જેને પગલે વડોદરા ખાનગી મેડિકલ સ્ટોર્સમાં રોજના 1 લાખથી વધુ આઈ ડ્રોપનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. કન્જક્ટિવાઇટિસથી બચવું કેવી રીતે અને થયો હોય તો ઉપાય શું કરવો તેની જાણકારી આપવામાં આવી રહી છે.

Vadodara News : વડોદરામાં કન્જક્ટિવાઈટિસના રોજના 2000થી વધુ કેસ, 1 લાખથી વધુ આઈ ડ્રોપનું દરરોજ વેચાણ

author img

By

Published : Jul 27, 2023, 6:13 PM IST

Updated : Jul 28, 2023, 4:14 PM IST

મહત્ત્વની જાણકારી

વડોદરા : શહેરમાં કન્જક્ટિવાઈટિસ (આંખો આવવી)ના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં શહેરમાં 2 હજારથી વધુ આંખો આવવાના કેસો નોંધાઈ રહ્યા છે. આંખોના રોગના ચેપમાં વધારો થતા રોજના વડોદરાની 1500થી વધુ મેડિકલ સ્ટોરી પર 1 લાખથી પણ વધુ આઈ ડ્રોપનું વેચાણ થઈ રહ્યું છે. લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે ગભરાવાની જરૂર નથી.

રોજના 1 લાખથી વધુ આઈ ડ્રોપનું વેચાણ : વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએેશનના પ્રમુખ અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસમાં જ આઈ ડ્રોપની બોટલ સહિતની દવાઓના વેચાણમાં વધારો થયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં રોજની એક લાખથી આઈ ડ્રોપની બોટલનું વેચાણ થાય છે. 15 દિવસમાં 20થી 25 ટકા વેચાણ વધ્યું છે.

મારી લોકોને અપીલ છે કે, ઘરમાં પડેલી દવાઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં. કારણ કે, ઇન્ફેક્શન અલગ અલગ પ્રકારનું હોય છે અને આંખો ખૂબ જ સેન્સિટિવ હોય છે, જેથી કોઈપણ દવાઓનો ઉપયોગ કરશો, તો તેની સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. આ ઉપરાંત ઘરમાં એક વ્યક્તિ જે આઈ ડ્રોપનો વપરાશ કરતી હોય તેનો ઉપયોગ બીજી વ્યક્તિએ ન કરવો જોઈએ. કારણ કે, તેનાથી પણ કન્જક્ટિવાઈટિસ થઈ શકે છે...અલ્પેશ પટેલ(પ્રમુખ, વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન)

ભેજવાળા વાતાવરણનો પ્રભાવ : આ અંગે નિષ્ણાત ડોક્ટર અશોક મહેતાએ જણાવ્યું હતું કે, હાલમાં આંખો આવવી તે આંખોની બહાર ત્વચા પર ઇન્ફેક્શન થતું હોય છે. એટલે તેને કન્જક્ટિવાઈટિસ કહેવામાં આવે છે. અત્યારે ચોમાસાની ઋતુમાં છેલ્લા 3 અઠવાડિયાથી ભેજવાળું વાતાવરણ છે. આખા ગુજરાતમાં તેના કારણે તેનો ઉદભવ અને પ્રસાર ઝડપી થઈ રહ્યો છે.

કન્જક્ટિવાઈટીસ લક્ષણો : આ વાયરસથી લોકોને ખૂબ તફલીક પડતી હોય છે. તેમાં ખાસ કરીને લોકોને આંખમાં પાણી પડવું, પીયા પકડવા, આંખમાં ખૂંચવું, પાંપણ પર સોજા આવવા આ બધું અતિશય છે અને તેનો પ્રસાર ખૂબ ઝડપી વધી રહ્યો છે. આ એક પરિવારમાં થાય તો બધાને થાય છે સાથે સ્કૂલમાં અભ્યાસ કરતા એક બાળકને થાય તો અન્યને પણ થતો હોય છે.

કન્જક્ટિવાઇટિસ સામે સાવચેતી રાખવી
કન્જક્ટિવાઇટિસ સામે સાવચેતી રાખવી

યોગ્ય નિદાનથી 3 દિવસમાં રાહત : જો વ્યક્તિ યોગ્ય નિદાન કરી યોગ્ય ટીપાનો ઉપયોગ કરે તો એની રાહત એકથી બે દિવસમાં થાય છે અને તેનો ફેલાવો પણ અટકે છે. એટલા માટે આ વાયરસ જોખમી નથી. પરંતુ લોકો શરૂઆતના તબક્કામાં બેદરકાર હોય છે કે તેઓ ઘરગથ્થું ઉપાયો શરૂ કરે છે જેમાં આંખોમાં વારંવાર પાણીની છાલકો મારવી, ગરમ ઠંડા શેક કરવા,બરફના પોતા મુકવા, કાકડી મુકવી, દૂધની મલાઈ, ઘી, સિંદૂર ,કાળી માટી બંધવી, આ બધું જ ખૂબ નુકસાનકારક છે. આવા ઘરગથ્થું ઉપાય કરવાથી ક્યારેક આંખની કિકીને પણ નુકસાન થાય છે જેથી આવા ઉપાયો ન કરવા જોઈએ.

ઘરગથ્થુ ઉપાય ન કરો : કોઈ પણ જાતના ઘરગથ્થું ઉપાય ન કરવા જોઈએ, બજારમાંથી મેડિકલ સ્ટોર પરથી ગુણવત્તા વગરની કોઈ પણ વસ્તુનો ડાયરેક્ટ ઉપયોગ ન કરવો જોઈએ. આ બાબત અંગે ખાસ કરીને અલગ અલગ પ્રકારના ઇન્ફેક્શન હોવાથી ડોકરની સલાહ લેવા સિવાય કોઈ પણ દવા ન લેવી જોઈએ. બાળકોમાં આવા કેસો વધારે જોવા મળી રહ્યા છે તેનું કારણ છે કે તેઓ સ્કૂલમાં ભીડમાં એકસાથે રહેતા હોય છે.

કન્જક્ટિવાઈટિસમાં શું સાવચેતી રાખવી : કોઈપણ પ્રકારની ઓટીસી પ્રોડક્ટ ન વાપરવી જોઈએ. ઘરગથ્થુ ઉપાયો ન કરવા જોઈએ. દર્દીએ રૂમાલ, નેપકીન, ટોવેલ, ચાદર, ઓશિકું વગેરે અલગ રાખવા જોઈએ. કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી અન્યને અડાડવું ન જોઈએ. એકના એક ડ્રોપ્સ અન્ય વ્યક્તિની આંખમાં ન નાખવા જોઈએ. જાતે એન્ટીબાયોટfક કે સ્ટિરોઇડના ટીંપા આંખમાં નાખવા નહીં અને સંક્રમિત બાળકો સાથે બીજા બાળકોએ રમવાનું ટાળવું જોઇએ.

કન્જક્ટિવાઈટિસના લક્ષણો શું છે : આંખો લાલ થવી, આંખમાં ખંજવાળ આવવી, આંખમાંથી સતત પાણી પડવું, આંખમાં દુઃખાવો થવો, આંખના પોપચાં ચોંટી જવા અને ઘણી વખત આંખમાંથી પરુ પણ નીકળી શકે છે.

કન્જક્ટિવાઈટિસ થવાના કારણો અને બચાવ : આમાં વાયરલ અને બેકટેરીયલ કન્જક્ટિવાઈટિસ થવાના કારણોમાં છીંક કેખાંસી ખાતાં ચેપ લાગે, સીધા સંપર્ક દ્વારા, એલર્જીથી થતાં કન્જક્ટિવાઈટિસ, પાલતુ પ્રાણીના ખોડાથી, ધૂળ-રજકણ કચરાથી અને ફળફૂલ પરાગરાજથી ચેપ લાગી શકે છે. કન્જક્ટિવાઈટિસ થયો હોય તેવી સંક્રમિત વ્યક્તિએ ચશ્મા પહેરવા. આંખમાંથી પાણી નીકળતું હોય તો એ વહીને ગાલ પર આવે ત્યારે ટીસ્યુ પેપરથી સાફ કરવું. ચેપી વ્યક્તિનો રૂમાલ અલગ રાખવો. સંક્રમિત વ્યક્તિએ વારંવાર હાથ ધોવા. ચેપી બાળકની કાળજી લેનાર વાલીએ વાંરવાર હાથ ધોવા.તબીબોની સલાહ મુજબ સારવાર કરાવવી.

  1. Ahmedabad Conjunctivitis Case : શહેરમાં કન્જક્ટીવાઈટીસના કેસનો રાફડો ફાટ્યો, એક સપ્તાહમાં 35 હજાર કેસ
  2. Ahmedabad Conjunctivitis: અઠવાડિયામાં આંખના કેસ જોઈને આંખ ચાર થઈ જશે, કન્જેક્ટિવાઈટિસના 12000 કેસ
  3. Gandhinagar News: કન્જેક્ટિવાઇટિસ રોગથી ગભરાવવા નહીં પરંતુ સાવચેતી રાખવાની જરૂર- આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ

Last Updated : Jul 28, 2023, 4:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.