ETV Bharat / state

વડોદરા નંદેસરી પોલીસેએ બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપી પડ્યો - Bootleggers

વડોદરા નંદેસરી પાસે પોલીસે બાતમીના આધારે જંગી માત્રામાં દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. બુટલેગરો નાસી છુટવામાં સફળ થયા હતા. પોલીસે 6 લાખથી ઉપરનો માલ જપ્ત કરી પોલીસે આગળ તપાસ હાથ ધરી હતી.

xx
વડોદરા નંદેસરી પોલીસેએ બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપી પડ્યો
author img

By

Published : May 28, 2021, 8:33 AM IST

  • નંદેસરી પાસેથી જંગી માત્રમાં દારૂ જપ્ત કરવામાં આવ્યો
  • 6 લાખ ઉપરનો દારૂ જપ્ત કરવામાં આવ્યો
  • પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી

વડોદરા: શહેર નજીક સાકરદા, ભાદરવા રોડ ઉપરથી નંદેશરી પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો લઇને પસાર થઇ રહેલી કારને ઝડપી પાડી હતી. જોકે બુટલેગર પોલીસને ચકમો આપીને ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે રૂપિયા 1.91 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

બાતમી આધારે કરી ધરપરડ

નંદેશરી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ મથકના પોલીસ જવાન શૈલેષભાઈ લાલજીભાઈને માહિતી મળી હતી કે સાકરદા અને ભાદરવા રોડ ઉપરથી વિદેશી દારૂ લઈને એક કાર પસાર થવાની છે. જે બાતમીના આધારે તેઓએ પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ સાથી પોલીસ જવાનોની મદદ લઇ વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમીવાળી કાર આવતા જ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. જોકે પોલીસ કાર પાસે આવે તે પહેલાં વિદેશી દારૂનો જથ્થો લઈને આવી રહેલ બુટલેગર કાર સ્થળ પર મૂકીને ફરાર થઇ ગયો હતો. પોલીસે કાર પાસે પહોંચી તપાસ કરતાં કારમાંથી રૂપિયા 1,91,500 કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે 57 પેટી દારૂ અને કાર મળી કુલ રૂપિયા 6,91,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

વડોદરા નંદેસરી પોલીસેએ બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપી પડ્યો

આ પણ વાંચો : દમણ પોલીસે એક ફ્લેટમાંથી 46,080 રૂપિયાનો દારૂનો જથ્થો પકડ્યો

રાત્રી કરફયુ ફાયદો ઉઠાવ્યો

બીજી બાજુ પોલીસે કારના નંબરના આધારે આ કાર કોની હતી, તે અંગે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે બુટલેગરો દ્વારા રાત્રી કરફ્યુનો લાભ ઉઠાવી વિદેશી દારૂની મોટાભાઈ હેરાફેરી કરી રહ્યા છે. જોકે તે સામે પોલીસ તંત્ર પણ એલર્ટ હોવાથી બુટલેગરોની મુરાદ પૂરી થવા દેતી નથી. બુધવારે સાંજે નંદેશરી પોલીસે વિદેશી દારૂનો જંગી જથ્થો પકડતા પંથકમાં ચકચાર મચી ગઇ હતી. નંદેશરી પોલીસે અજાણ્યા બુટલેગર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.