વડોદરા એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાથીસંઘની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીને પગલે સમગ્ર યુનિવર્સિટીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ચૂંટણી પરિણામો મોટાભાગે સ્પષ્ટ થઈ જતા વિદ્યાર્થીઓમાં જીતની ખુશી જોવા મળી હતી. યુનિવસિટીમાં તહેવારને લઈને અને શહેરમાં થયેલ ભારે વરસાદને પગલે પ્રચાર જોરપૂર્વક નહીં થતા ચૂંટણી મતદાન નિરશ રહ્યું હતું.ગત્ત વર્ષ વિદ્યાર્થીસંઘની ચૂંટણીના પરિણામ કરતા ઓછું પરિણામ ચાલુ વર્ષે જોવા મળ્યું હતું. માત્ર 30 ટકા મતદાન નોંધાયું હતું.
એમ.એસ.યુનિવર્સીટી જનરલ સેક્રેટરીની બેઠક પર એજીએસજી ગ્રુપના રાકેશ પંજાબીનો અને વાઈસ પ્રેસિડન્ટની બેઠક પર હેપ્પી કલબની કક્ષા પટેલ વિજય થયો હતો.જ્યારે કોમર્સ ફેકલ્ટીના જનરલ સેક્રેટરી(FGS)ની બેઠક પર એનએસયુઆઈ (NSUI)ના કૃપલ પટેલનો ભવ્ય વિજય થયો છે. રાકેશ પંજાબી UGS પદે 1000થી વધુ જ્યારે કક્ષા પટેલ 100 કરતા વધુ મતે વિજયી થઈ હતી. UGSઅને વીપીની બેઠક પર એજીએસજી અને હેપ્પી કલબનો 100 મતે વિજય થયો હતો.જ્યારે આ વર્ષે યુનિવર્સિટી ચૂંટણી પરિણામોમાં ABVP અને NSUIનો સફાયો થયો હતો.પરિણામો જાહેર થતા વિજેતા ઉમેદાવારોને શુભેચ્છા પાઠવવા ભાજપના ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા આવી પહોંચ્યા હતા. વિજેતા ઉમેદવાર રાકેશ પંજાબી અને કક્ષા પટેલને જીતના અભિનંદન પાઠવ્યા હતા.