મળતી માહિતી મુજબ, સપ્લીમેન્ટ્રી કૌભાંડ મામલે તપાસ રિર્પોટ આવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. યુનિવર્સિટીએ જાહેરાત કરી હતી કે, તપાસ કમિટી પ્રાથમિક અહેવાલ આપે તેના આધારે ફરિયાદ આપીશું. જોકે કમિટીએ ત્રણ દિવસમાં જ પ્રાથમિક અહેવાલ સુપરત કરી દીધો છે. અહેવાલ સુપર્ત કર્યાના પછી પણ સત્તાધીશોએ ફરિયાદ નહી નોંધાવતા અનેક તર્ક વિર્તક સર્જાઈ રહ્યા છે.
જો કે, આ મામલે એમ. એસ. યુનિવર્સિટીના સેન્ટ્રલ એસેસમેન્ટ સેલમાંથી ઉત્તરવહી બહાર લઈ જઈને જવાબો લખવાના કૌભાંડમાં બે પ્યૂનની સાથે સાથે 13 વિદ્યાર્થીઓની સંડોવણી હોવાનો પ્રાથમિક અહેવાલ તપાસ કમિટીએ સત્તાધીશોને સુપરત કર્યો છે. યુનિવર્સિટીમાંથી ઉત્તરવહી બહાર કઢાવવામાં બે પ્યૂન ઉપરાંત બે વિદ્યાર્થીઓ મુખ્ય સૂત્રધાર છે. તેમણે જ પોતાની સાથે બીજા વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ બહાર કઢાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, આ સમગ્ર બનાવમાં પોલાસ ફરિયાદ અને તપાસ બાદ જ સપ્લીમેન્ટ્રી કૌભાંડ પરથી પડદો ઉચકાશે.