વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ અક્ષતા સોસાયટીમાં ભળાના મકાનમાં રહેતી માતાએ બે પુત્રીઓની હત્યા કરી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. માતાએ બે પુત્રીઓને ઝેર આપીને હત્યા કરવાનું કાવતરું કર્યું હતું પરંતુ તેમાં સફળતા ન મળતા બાદમાં ગળેફાંસો આપી હત્યા કરી નાખી હતી. બાદમાં માતાએ પોતે ગળેફાંસો ખાઈ આપઘાતનો કર્યો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.
ઝેર આપી હત્યા કરી: આ ઘટનામાં દક્ષાબેન ચૌહાણ પોતે કેટલાય વર્ષોથી છૂટાછેડા આપેલ હતા અને તેઓને બે દીકરીઓ હતી. જેમાં મોટી દીકરી હની ચૌહાણ T.Y.Bcom માં અભ્યાસ કરતી હતી અને ધોરણ 9 માં શાળીની ચૌહાણ અભ્યાસ કરતી હતી. જે બંને દીકરીઓને પ્રથમ ઝેર અને બાદમાં ગળેફાંસો આપીને હત્યા કરી હતી. આ મકાન 20 દિવસ પહેલા જ ભાડે રાખ્યું હોવાનું સામે આવ્યું છે.આ આ ઘટનાને લઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ કારેલીબાગ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે ઉચ્ચ કક્ષાના પોલોસ અધિકારીઓ અને એફએસએલની ટીમ પણ તપાસમાં જોતરાઈ હતી.
આર્થિક સંક્રમણના કારણે પગલું ભર્યું: આ મામલે ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, આર્થિક સંકડામણના કારણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘરનું ભાડું અને સ્કૂલ ટ્યુશનની ફી ન ભરી શકતા સામૂહિક આપઘાતનો પ્લાન બનાવ્યો હતો. દક્ષા ચૌહાણે પહેલા તેમની બે પુત્રીને ઝેરી દવા આપી બાદમાં ગળે ટૂંપો આપી મારી નાખી હતી. બાદમાં દક્ષાબેન ચૌહાણે પણ ઝેરી દવા ખાઈ લીધી હતી અને ગળેફાંસો ખાવાની તૈયારી કરતાં હતા તે સમયે ઉપરના મકાનમાં રહેતા બહેન જોઈ જતા બચાવી લીધા હતા.
સુસાઇડ નોટના આધારે તપાસ: દક્ષા ચૌહાણ પાસેથી સુસાઇડ નોટ બાબતે તપાસ ચાલુ છે તેવું જણાવ્યું હતું. પોલીસ દક્ષા ચૌહાણ સામે હત્યાનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરશે. આ ઘટનાને લઈ એફએસએલની પણ મદદ લેવામાં આવી છે. હાલમાં દક્ષાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલી રહી છે.
પરિસ્થિતિ ખરાબ હતી: આ અંગે દક્ષા ચૌહાણની બહેન નિલેમ મકવાણાએ જણાવ્યું હતું કે, દક્ષાની આર્થિક સ્થિતિ વધુ ખરાબ હતી, છેલ્લા ઘણા સમયથી એકલી રહેતી હતી. બે પુત્રીઓ થતાં તેના પતિ અશોક ચૌહાણે દક્ષાબેનને તરછોડી દીધી હતી. ઘણા વર્ષોથી દક્ષાબેન બંને પુત્રીઓનો ઉછેર કરી રહ્યા હતા. મને ગત મોડી રાત્રે કોલ આવ્યો હતો. પણ માત્ર ટાઈમ પૂછી કોલ કાપી દીધો હતો.