- દેશના અનેક રાજ્યોમાં બર્ડ ફલૂનો કહેર વર્તાયો
- કરજણના કિયા ગામે 20થી વધુ કબૂતરના મોત
- ગ્રામજનોમાં ભયનો માહોલ
વડોદરાઃ દેશમાં કોરોનાં મહામારી બાદ બર્ડ ફ્લૂનો રોગ વકરતા તંત્રની ચિંતામાં વધારો થયો છે, ત્યારે વડોદરાના સાવલીના વસંતપુરા ગામે કાગડાઓના મોત બાદ રવિવારે સાંજે કરજણના કિયા ગામે પાણીની ટાંકી પાસે 20થી વધુ કબૂતરોના મોત થયાં છે. જેથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે.
મૃત કબૂતરના સેમ્પલ લેવામાં આવ્યાં
દેશના અનેક રાજ્યોમાં બર્ડ ફ્લૂ ફેલાયો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશમાં બર્ડ ફ્લૂના કારણે ભયનું વાતાવરણ ઊભું થયું છે. જેના કારણે રાજ્ય સરકારો દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેવામાં રાજ્યના વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં કાગડાઓના મોત બાદ રવિવારે કરજણ તાલુકાના કિયા ગામે 20થી વધુ કબૂતરો મૃત હાલતમાં જોવા મળ્યાં છે. જેથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોળી આવી હતી અને મૃત કબૂતરોના સેમ્પલ લીધા હતા. ત્યારબાદ વન વિભાગની ટીમે આ સેમ્પલ તપાસ અર્થે ભોપાલની હાઈ સિક્યુરિટી એનિમલ ડીસીઝ લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.