વડોદરાઃ સમગ્ર દેશમાં કોરોના વાયરસેને પગલે ખોફ ફેલાયો છે. ત્યારે, રાજ્યસરકાર પણ સતર્કતા દાખવી રહી છે. જયારે,વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પણ સજ્જ બન્યું છે. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ મેયર ડૉ.જીગીષાબેન શેઠના અધ્યક્ષ સ્થાને મળેલી પત્રકાર પરિષદમાં ડેપ્યુટી મેયર ડૉ.જીવરાજ ચૌહાણ, આરોગ્ય સમિતિ અધ્યક્ષ ડૉ.રાજેશ શાહ, ડેપ્યુટી હેલ્થ કમિશ્નર હાજર રહ્યા હતા.
કોરોના અંગે કરવામાં આવી રહેલી કાર્યવાહી અંગે માહિતી આપતા મેયર ડૉ.જીગીષાબેન શેઠે જણાવ્યું કે, સફાઈ માટે આરોગ્ય, સેનેટરી અને સોલિડ વેસ્ટની ટીમ સંયુક્ત રીતે કામ કરી રહી છે. સતત બીજા દિવસે શહેરમાં જાહેરમાં થુંકનાર 56 વ્યક્તિઓ પર પાલિકાએ કાર્યવાહી કરી 14,300નો દંડ વસુલ કર્યો છે.
મેયરે વધુમાં જણાવ્યું કે, તમામ સિટી બસની સફાઈ કરવામાં આવી છે, સાથે ઝુ અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ પણ આગામી 29 માર્ચ સુધી સાવચેતીના ભાગરૂપે બંધ રાખવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.