ETV Bharat / state

લસણ-ડુંગરીની આડમાં દારૂની હેરાફેરી, LCBએ 4 શખ્સોને પકડ્યા - વિદેશી દારૂ

વડોદરા LCB ની ટીમ વરણામાં ડભોઇ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એક પિક અપમાં લસણ અને ડુંગળીની બોરીઓની આડમાં લઇ જવાતા વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે કુલ 13.40 લાખનો મુદ્દામાલ કબજે કરી કુલ ચાર વ્યક્તિની ધરપકડ કરી છે.Liquor under the guise of garlic and onions, Vadodara LCB seizes liquor, Vadodara LCB, Vadodara LCB seizes quantity of foreign liquor

લસણ અને ડુંગરીની આડમાં વિદેશી દારૂની હેરાફેરી, LCBએ ચાર શખ્સોને દબોચી લીધા

author img

By

Published : Sep 10, 2022, 3:37 PM IST

વડોદરા જિલ્લામાં અવાર નવાર વિદેશી દારૂ ઘૂસણખોરીના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. LCB દ્વારા( Vadodara LCB )વિદેશી દારૂ ઘુશણખોરીનો વધુ એક પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. જિલ્લા LCB ની ટીમ વરણામાં ડભોઇ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક પિક અપ ડાલામાં લસણ અને ડુંગળીની બોરીઓની આડમાં લઇ જવાતા વિદેશી દારૂના જથ્થાને (Vadodara LCB seizes liquor )ઝડપી પાડ્યો છે.

વિદેશી દારૂની હેરાફેરી

લસણ અને ડુંગળી આડમાં દારૂની હેરાફેરી મળતી વિગતો અનુસાર વડોદરા જિલ્લા LCB પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે એક બોલેરો પીક અપ ગાડીમાં લસણ અને ડુંગળીઓની બોરીઓ ભરેલી છે. જે બોરીની આડમાં મોટી (Liquor under the guise of garlic and onions)સંખ્યામાં વિદેશી દારૂ લાવવામાં આવી રહ્યો છે. બોલેરો પીક અપ પોલીસના હાથે ઝડપાઈ ન જાય તે માટે એક ક્રેટા કારમાં બે વ્યક્તિઓ પાઈલોટીંગ કરી રહ્યા છે. જે બાતમીના આધારે LCBએ પોર બ્રીજ નજીક નાકાબંધી કરતા બાતમી વાળી બોલેરો પીક અપ અને પાઈલોટીંગ કરતી ક્રેટા ગાડી ઝડપાઈ ગઈ હતી. બોલેરો પીક અપમાં લસણ ડુંગળીના કોથળા ખસેડીને જોતા તેમાં 100 જેટલી બીયરની પેટી મળી આવી હતી, પોલીસે 2400 બીયરનો જથ્થો જેની કિંમત 3.48 લાખ આકવામાં આવી છે. જેની સાથે 5 મોબાઈલ ફોન બોલેરો પીકઅપ કાર તેમજ 40000 રોકડ મળીને કુલ 13.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આરોપીઓ સામે કાર્યવાહી વિદેશી દારૂની હેરાફેરી કરતા પીકઅપ ચાલક શરીફખાન સિકંદરખાન પઠાણ રહે. મહેમદાવાદ તેમજ ક્રેટા કારમાં પાઈલોટીંગ કરતા ચીમન ખરાડ તેમજ દિનેશ ખરાડ રહે. દાહોદની ધરપકડ (Vadodara LCB seizes quantity of foreign liquor)કરી છે. કુલ ચાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ વરણમાં પોલીસ મથકમાં પ્રોહીબિશનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.