વડોદરાઃ શહેરમાં બે દિવસ પહેલા 25 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન (Vadodara girl commits suicide) ટૂંકાવ્યું હતું. અમદાવાદમાં રહેતા યુવકના પ્રેમમાં હતી. અમદાવાદના યુવકના પ્રેમમાં આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ પરિજનો દ્વારા કરવામાં આવ્યા છે. પરિવારજનોના જણાવ્યા મુજબ યુવકે લગ્નની લાલચ આપી ત્યારબાદ વિશ્વાસ ઘાત કરતા યુવતી આઘાતમાં આવી ગઈ હતી. જેથી યુવતીએ ગળેફાંસો ખાઈ જીવનનો અંત લાવી દીધો છે.
આ પણ વાંચોઃ Sushant Singh Rajput suicide case: રિયા ચક્રવર્તી અને શોવિક સામે ચાર્જશીટ દાખલ, આ દિવસે લેવાશે નિર્ણય!
આત્મહત્યા પહેલા બનાવેલો વીડિયો વાયરલ - આ અગાઉ પણ યુવતીએ અમદાવાદમાં બે વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં આત્મહત્યા કરતા પહેલા અમદાવાદ રિવર ફ્રન્ટ પર વીડિયો પણ બનાવ્યો હતો. જોકે તેનો આત્મહત્યાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો અને તે પરત વડોદરા આવી હતી. જ્યાં બે દિવસ અગાઉ યુવતીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. આ મામલે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, તેઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસવાળાને ફરિયાદ લેવાનું કહેતા પોલીસવાળાઓએ ધક્કા ખવડાવ્યા હતા. જોકે હાલ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યુવતીએ આત્મહત્યા પહેલા બનાવેલો વીડિયો હાલ સોશયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે.
ઘરે આત્મહત્યા કરી હોવાની ફરિયાદ - પોલીસ ACP અલ્પેશ રાજગોર જણાવ્યું કે 25 વર્ષની યુવતીએ પોતાના ઘરે આત્મહત્યા કરી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદના આધારે જે.પી રોડ પોલીસ સ્ટેશને કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોટમની કાર્યવાહી પુરી કરવામાં આવી છે. આ બાબતે યુવતી ઘણા સમયથી ડિપ્રેશનમાં હતી. તેમજ યુવતીના અમદાવાદના યુવક સાથે પ્રેમ સબંધ હતો તેના કારણે ડિપ્રેશનમાં હતી. આ બાબતે પોલીસ વિગતવાર તપાસ કરી રહી છે. પોસ્ટમોટમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની વિગતો સામે આવી છે.
આ પણ વાંચોઃ સામૂહિક આત્મહત્યા: એક જ પરિવારના 9 સભ્યોએ જીવન ટૂંકાવ્યું
યુવતિએ વીડિઓ રેકોડના શબ્દો - ઇતની બુરી હાલત કરદી ના ઘરકી ના ઘાટકી, ચાર દિનો સે યહાં પર ભટક રહી હું. તુમ્હે ઢુંઢ રહી હું, મેને તો પુલીસ કો ભી નહિ બતાયા, મીઝ તુમને મેરે સાથ બહુત બુરા કીયા હૈ, બહોત મતલબ બહોત બુરા કીયા, જબ શાદી હાં કહકે મુજે બતાતે રહે લેકીન આયે નહિ, યે તો ગલત હૈના યાર યે તો બહોત ગલત હૈ, ઐસા નહિ કરના ચાહીયે થા..
બહોત બુરે હો તુમ - ઝીંદગીમેં મેને તુમસે સબસે જ્યાદા પ્યાર કીયા, ઓર તુમને યે કીયા મેરે સાથ. મુજે ઇતના બડા ધોખા દીયા, મુજે લગા તુમ અલગ હો, લેકીન સબ કે જૈસે હી હો, તુમમે ઓર સબમે કોઇ ફરક નહિ થા. પૂરી દુનિયા કો પતા ચલ જાને કે બાદ તુમને મેરા હાથ નહિ થામા. બહોત બુરે હો તુમ. મુજે નહિ આતા સમજમે, તુમ્હારે ઘરવાલે ભી કહતે હૈ કી હમારા કોઇ કોન્ટેક્ટ નહિ હૈ. પર મેને તુમ્હે પરસોં દેખા થા. તુમ્હારે કપડે સુખે હુએ થે વહાં પર.
આ પહેલા આત્મહત્યાની કરી કોશીશ - આ મામલે જ્યારે યુવતીએ અમદાવાદ રિવર ફ્રન્ટ પર આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, ત્યારે અમદાવાદમાં સ્થાનિક યુવકોએ તેને બચાવી હતી અને પોલીસને હવાલે કરી હતી. ત્યારે રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનનાPI સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે યુવતીએ પ્રેમ પ્રકરણમાં દગો મળતા આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. પરંતુ, યુવતીએ ફરિયાદ નોંધાવી ન હતી ત્યારે અમે તેને સમજાવીને વડોદરા પરત મોકલી હતી. વડોદરામાં તેને પોતાના ઘરે ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કર્યો હતો, ત્યારે વડોદરામાં પોલીસે હાલમાં ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે યુવતીના પ્રેમીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.