ETV Bharat / state

Vadodara Crime : કંપનીના પતરા ઉંચા કરી ભંગાર સમજીને 1.44 કરોડની ચોરી કરનાર 8 મહિલાઓ ઝડપાઈ - ગેસ ભરવાની ટેન્કર બનાવતી કંપનીના સર્વિસ રૂમ ચોરી

વડોદરાના કરચીયા ગામ પાસે ખાનગી કંપનીમાં 1.44 કરોડનો સર્વિસ સમાન ચોરીની ફરિયાદ સામે આવી છે. કંપનીમાં પતરાનો શેડ ઊંચો કરીને ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. ફરીયાદ નોંધતા પોલીસ ગણતરીની કલાકોમાં ચોરી કરનાર 8 મહિલાઓને ઝડપી પાડી હતી.

Vadodara Crime : કંપનીના પતરા ઉંચા કરી ભંગાર સમજીને 1.44 કરોડની ચોરી કરનાર 8 મહિલાઓ ઝડપાઈ

author img

By

Published : May 3, 2023, 7:46 PM IST

વડોદરાના કરચીયા ગામ પાસે ખાનગી કંપનીમાં 1.44 કરોડનો સર્વિસ સમાન ચોરી

વડોદરા : શહેરના કરચીયા ગામ પાસે IOCL કંપનીના પરિસરમાં આવેલા ગેસ ભરવાની ટેન્કર બનાવતી કંપનીના સર્વિસ રૂમમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. સર્વિસ રૂમના પતરાનો શેડ ઊંચકી તસ્કરો અંદર પ્રવેશી 1.44 કરોડનો સર્વિસ સામાન ચોરી કાર્યની ફરિયાદ જવાહરનગર પોલીસ મથકમાં નોંધાઈ છે. આ બનાવને પગલે પોલીસે ગણતરીના કલાકોમાં ચોરી કરનાર 8 મહિલાઓને ઝડપી પાડી હતી.

ગેસ સ્ટોરેજ ટેન્ક બનાવે : શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા સંદલી પાર્કમાં રહેતા અખ્તરહુસેન અહેમદભાઇ રણાએ જવાહરનગર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગોરવા BIDC પાસે ક્રિષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સ્થિત સી-17, 78 નંબરના પ્લોટમાં આવેલી ઇન્ડસ્ટ્રીયલ એક્ષ-રે એન્ડ એલાઇડ રેડીયોગ્રાફર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં દસ વર્ષથી ફરજ બજાવે છે. કંપનીનો ફેબ્રીકેશન શેડ કરચીયા ખાતે આવેલા છે. કંપની દ્વારા ગેસ સ્ટોરેજ ટેન્ક બનાવવામાં આવે છે. જેમાં ગેસનો સંગ્રહ થાય થાય છે અને ટેન્ક કરચીયા ખાતે આવેલી IOCL કંપનીને આપે છે.

આ પણ વાંચો : Ahmedabad Crime : સેટેલાઈટમાં પૂર્વ ઘરઘાટીએ લાખોની રોકડ ભરેલી તિજોરી ચોરી, સીસીટીવીના સહારે તપાસ શરુ

જવાહરનગર પોલીસ મથકમાં ફરિયાદ : IOCL કંપની દ્વારા ગેસ સ્ટોરેજ ટેન્ક લીકેજ ચેક કરવા માટે કરચીયા ખાતે પોતાની જગ્યામાં એસેસરીઝ રાખવા માટે પતરાંનો સર્વિસ રૂમ આપ્યો છે. જેમાં જી.આર. એન્જીનીયરીંગ કંપની દ્વારા એન.ડી.ટી.- પી.એ.યુ.ટી.નો ઇક્યુપમેન્ટ એસેસરીઝ સામાન મૂક્યો હતો. સાંજે કંપનીના કર્મચારીઓ ઘરે જતા હોય છે. સવારે કંપનીના કર્મચારીઓ પૈકી સર્વિસ રૂમમાં સામાન લેવા જતા સમાન દેખાયો ન હતો. જેથી તેઓએ સિનીયર એક્ઝીક્યુટીવ તરીકે ફરજ બજાવતા રણાને જાણ કરી હતી. તેઓએ આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 30 એપ્રિલથી 2 મે સુધીના સમયગાળા દરમિયાન કંપનીના લોખંડના પતરા ઉંચા કરી રૂમમાં પ્રવેશી કરી રૂપિયા 1 કરોડ 44 લાખ 23 હજારનો સર્વિસ સામાન ચોરી કરી ફરાર થઈ જનાર મહિલાઓને ઝડપી જવાહરનગર પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

આ પણ વાંચો : Surat Crime: સુરતમાં ગાડીના કાચ તોડી ચોરી કરનાર તમિલનાડુ ત્રીજી ગેંગના 10 સભ્યો ઝડપાયા

8 મહિલા આરોપીઓની અટકાયત : આ અંગે ACP આર.ડી. કવાએ જણાવ્યું હતું કે, ગત તારીખ 30 એપ્રિલથી 1 મે સુધીના સમય દરમિયાન જવાહરનગર પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલી કંપનીમાં 1.44 કરોડની ચોરીની ફરિયાદ મળી હતી. આ ચોરીની ફરિયાદ મળતાની સાથે જ હ્યુમન અને ટેક્નિકલ સોર્સના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી તરીકે 8 મહિલાઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી છે. આ રોપીઓ કચરો વીણવાનું કામ કરે છે અને તે ભંગાર સમજી લઈ ગયા હતા. આ ઓરડીમાં યોગ્ય ફિટિંગ હોવાના કારણે પતરું ઊંચકી ભંગાર સમજી સામાન ઉઠાવી ગયા હતા. હાલમાં આ તમામ મહિલાઓ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.