- ખેડૂત આંદોલનના સમર્થનમાં વડોદરા ખેડૂત અગ્રણીઓએ કર્યા ધરણાં
- પોલીસ પરવાનગી ન લેતા રાવપુરા પોલીસે 8 ખેડૂત અગ્રણીઓની કરી અટકાયત
- ખેડૂત આંદોલનને લઇ વડોદરાના ખેડૂતોનું સમર્થન
વડોદરાઃકૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ખેડૂત આંદોલનના સમર્થનમાં વડોદરા શહેરના ખેડૂતો જે ગાંધીનગર ખાતે ધરણા પર બેઠેલા છે. તે ખેડૂત અગ્રણીઓની પોલીસે અટકાયત કરી હતી.
ગાંધીનગર ખાતે ખેડૂતોએ ધરણાનો કાર્યક્રમ યોજ્યો
દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન ખેડૂતો પર ગુજારવામાં આવી રહેલા દમનના વિરોધમાં આજે ખેડૂત સંઘર્ષ સમિતિ વડોદરા દ્વારા શહેરના ગાંધીનગર ખાતે ખેડૂતોએ ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો.તે દરમિયાન પોલીસે આવીને ખેડૂત અગ્રણીઓની અટકાયત કરી હતી.
ખેડૂતોની અટકાયત કરાઇ
દિલ્હીમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જેને કારણે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. જેથી કેન્દ્ર સરકાર અને ખેડૂત સમાજ આમને-સામને આવી ગયા છે, ત્યારે વડોદરા ખાતે વડોદરા શહેર-જિલ્લા ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂત વિરોધી કાયદા અને દમનના વિરોધમાં આજે સવારે 11 થી લઈને સાંજના 5 વાગ્યા સુધી ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોએ સૂત્રોચ્ચાર અને દેખાવો કર્યા હતા. જોકે ધરણા પર બેસવા માટે પોલીસની મંજૂરી લીધી ન હતી. જેથી રાવપુરા પોલીસે આવીને ખેડૂત અગ્રણી વીપિન પટેલ અને હસમુખ ભટ્ટ સહિત 8 ખેડૂતોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.