વડોદરા: ડભોઇના 35 વર્ષની ઉંમરના પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલા કોરોનામાંથી સાજા થઈ જતાં સોમવારે તેમને રજા આપવામાં આવી છે. આ જવાનને કોરોના પોઝિટિવ જણાતા એમને હોસ્પિટલમાં દાખલ કરી નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે એમની સારવાર કરવામાં આવી હતી. નિર્ધારિત નિયમો પ્રમાણે રજા આપતાં પહેલાં એમના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. આ ટેસ્ટ નેગેટિવ આવતા સોમવારે તેમને રજા આપવામાં આવી હતી.
પોલીસ જવાનને નિર્ધારિત નિયમો અનુસાર, 14 દિવસના હોમ કવોરોન્ટાઇનમાં રહેશે. સોમવારે પોલીસ કર્મચારી જ્યારે પોતાના નિવસ્થાને પહોંચ્યા હતા, ત્યારે પોલીસ પરિવાર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, તો પત્ની દ્વારા આરતી કરી પતિના દીર્ધયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.