ETV Bharat / state

Vadodara Crime News : વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો - વડોદરા કપૂરાઈ ચોકડી

વડોદરામાં આઇસર ટેમ્પોમાં ભરીને લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો ઝડપાયો હતો. વાઘોડિયા ચોકડી અને વડોદરા કપૂરાઈ ચોકડીની વચ્ચે આવેલ મહાદેવ હોટલમાં ટેમ્પાના ચાલક અને ક્લીનર 15,45,600ની કિંમતનો મોટી માત્રામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લઇ જતાં પકડાયાં હતાં.

Vadodara Crime News : વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો

author img

By

Published : Feb 28, 2023, 7:05 PM IST

15,45,600ની કિંમતનો મોટી માત્રામાં પકડાયો દારુ

વડોદરા : વડોદરામાં સોમવારે રાત્રિના સમયે જિલ્લામાં પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન ચોક્કસ બાતમીદાર પાસેથી બાતમી મળી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે એક આઇસર ટેમ્પો જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી વાઘોડિયા ચોકડી અને કપૂર ચોકડીની વચ્ચે આવેલ મહાદેવ હોટલમાં આઇસર ટેમ્પોનો ચાલક અને ક્લીનર જમવા માટે બેઠા છે અને આ આઇસર ટેમ્પો હોટલના પાર્કિંગમાં મૂકવામાં આવ્યો છે.

બંને આરોપી મહાદેવ હોટલમાં જમવા બેઠા હતાં ને ઝડપાયા

મોટી માત્રામાં જથ્થો ઝડપાયો : વડોદરા જિલ્લા એલસીબીના જવાનોને ચોક્કસ બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે, વાઘોડિયા ચોકડી અને વડોદરા કપૂરાઈ ચોકડીની વચ્ચે આવેલ મહાદેવ હોટલમાં આ ટેમ્પાના ચાલક અને ક્લીનર મોટી માત્રામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે અને તે આઇસર ટેમ્પો આ હોટેલના પાર્કિંગમાં મૂકવામાં આવ્યો છે. જે બાતમીના આધારે એલસીબીના જવાનો આ બાતમી હકીકતવાળા સ્થળ ઉપર આવી પહોંચી હતી.

આ પણ વાંચો વડોદરામાં શિનોર પોલીસે વિદેશી દારુનો જથ્થો પકડ્યો, પ્રોહીબિશન એક્ટ મુજબની ફરિયાદ નોંધી તપાસ શરુ

તલાશીમાં શું મળ્યું : એલસીબી પોલીસે સ્થળ પર પહોંચી આ આઇસર ટેમ્પા MH-48T- 3886 જેની તલાસી લેતા ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ 275 અને બોટલ નંગ 6333 જેની કુલ કિંમત 15,45,600 અને ઝડપાયેલાઓની અંગ ઝડતી કરતા મોબાઈલ ફોન નંગ બે જેની કિંમત 20,000 તથા આઈશર ટેમ્પો એક જેની કિંમત રૂપિયા દસ લાખ આમ બધા મળીને કુલ રૂપિયા 25,65,600 નો મુદ્દા માલ જિલ્લા એલસીબીએ કબજે કર્યો હતો.

બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા : પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબીના જવાનોએ આ આઈસર ટેમ્પામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લઈ જતા બે ઈસમોને ઝડપી પાડ્યા હતાં. જેમાં વિરેન્દ્રસિંહ બલવીર સિંહ જાટ રહે કુરલ જાટ ધર્મશાળા પાસે, તા. લુહારુ, જી ભવાની હરિયાણા અને ધિરામ દેરામારામ બીશ્રોઈ રહે. અંકોડીયા નિરાશા,તા. ચીતરવામાં,જી.ઝાલોર રાજસ્થાનનો રહેવાસી છે.

આ પણ વાંચો ફર્નિચરની આડમાં મદીરા, MPથી રાજ્યમાં થતી ઇંગ્લિશ દારૂની હેરાફેરી વડોદરા PCBએ અટકાવી

પ્રોહીબીશન એક્ટ મુજબની કલમ હેઠળ ગુનો : આમાં ઝડપાયેલા બંને ઈસમો આ દારૂનો જથ્થો કોની પાસેથી ભર્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો અને કઈ જગ્યાએ કોણે આપવાનો હતો તે બાબતની વધુ પૂછપરછ કરતા આ જથ્થો હરિયાણાના અંબાલા નજીક ચંડીગઢ રોડ ઉપર પંજાબી ધાબા ઉપરથી અનિલભાઈ નામના માણસે આપેલ અને વડોદરા ખાતે પહોંચી ફોન કરવા જણાવેલ. જેથી પકડાયેલ બંને ઈસમો તેમજ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી તેઓની વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબની કલમ હેઠળ ગુનો નોંધી આગળની જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં ઈસમોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

વરણામા પોલીસનું નિવેદન : આ બાબતે વરણામા પીએસઓ સાથે વાત કરતા તેઓ જણાવ્યું હતું કે ગતરાત્રિ દરમિયાન વડોદરા વાઘોડિયા ચોકડી અને કપૂરાઇ ચોકડીની વચ્ચે હોટલ મહાદેવના કમ્પાઉન્ડમાંથી એક આઇસર ટેમ્પો મળી આવ્યો હતો. જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો. જ્યાં એલસીબીના જવાનોએ રેડ કરતી બે ઈસમોને ઝડપી પાડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.