ETV Bharat / state

Vadodara Crime : માનસિક અસ્થિર યુવતી હવસખોરનો શિકાર થતાં બચી - અભયમ રેસ્ક્યૂ ટીમ

વડોદરા શી ટીમની સમયસરની મદદ અને જાગૃત મહિલાના ફોન કોલથી એક માનસિક અસ્થિર યુવતી હવસખોરનો શિકાર બનતા બચી ગઈ હતી.અભયમ પહોચતાં જ યુવક ફરાર થઇ ગયો હતો. સમા વિસ્તારની આ ઘટનામાં પોલીસે કાર્યવાહી કરતાં ફરાર યુવકની તપાસ શરુ કરી છે.

Vadodara Crime : માનસિક અસ્થિર યુવતી હવસખોરનો શિકાર બનતા બચી ગઈ, અભયમ પહોચતાં જ યુવક ફરાર

author img

By

Published : Feb 8, 2023, 9:38 PM IST

વડોદરા: શહેરના સમા તળાવ વિસ્તારમાથી અભયમ મહિલા હેલ્પ લાઇનમાં કોલ આવ્યો હતો કે એક યુવકે માનસિક અસ્વસ્થ યુવતી સાથે શારીરિક અડપલા કર્યાં છે. જેથી અભયમ રેસ્ક્યૂ ટીમ સ્થળ પર પહોંચતા યુવક ભાગી ગયો હતો. આ બાબતે યુવતી સાથે ડરી ગયેલા પરિવારને અભયમે સાંત્વના આપી હતી. અજાણ્યા યુવકના કૃત્યની વિરુદ્ધ સમા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં આ અંગે વધુ તપાસ ચાલુ છે.

મહિલા હેલ્પ ડેસ્ક પાર કોલ આવ્યો: મળતી વિગતો અનુસાર મોડી રાત્રે એક જાગૃત મહિલાએ 181 મહિલા હેલ્પલાઇનની મદદ માગતાં જણાવ્યું હતું કે, તેમના મહોલ્લામાં રહેતો યુવક પાડોશીની દીકરીને બળજબરીપૂર્વક લઈને ભાગી ગયો છે. દીકરીની માતાએ જણાવ્યું હતું કે, તેમની દીકરી 20 વર્ષની છે અને માનસિક દિવ્યાંગ છે. જેથી કાયમ તેમની સાથે રાખે છે. દીકરી પરત ન આવતા પરિવાર ચિંતિત થઈ શોધખોળ આરંભી હતી.

આ પણ વાંચો Vadodara Crime: યુવતીનો પીછો કરી રહેલા ટપોરીઓને પોલીસે ફિલ્મી ઢબે પકડ્યા

અભયમ પહોચતા જ યુવક ફરાર: દરમિયાન મહોલ્લામાં રહેતો યુવક દીકરીને હાથ પકડી મકાન પાછળ લઈ ગયો હતો. દીકરી ઘરે ન આવતા પડોશીને સાથે રાખી તેઓ શોધવા ગયા હતાં અને અભયમ ટીમ પણ આવી પહોંચતા યુવક ભાગી ગયો હતો. અભયમ દ્વારા દીકરી અને માતાને સાંત્વના આપવામાં આવી હતી. દીકરી તેની સાથે શારીરિક અડપલા થયાં હોવાનું ઈશારાથી જણાવ્યુ હતું. આ મામલે અભયમ ટીમે કાઉન્સિલિંગ કરી પરિવારને સત્વના આપી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વાડી પોલીસ મથકમાં ફરિયાદ: યુવક ફરીથી આવું કૃત્ય ન કરે તે માટે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી. માતા અને પાડોશીઓએ જણાવ્યું હતું કે, અભયમની ટીમ સમયસર આવી ન હોત તો હવસખોર યુવાને યુવતીને શું કર્યું હોત તેનો અંદાજો લગાવી શકાય તેમ નથી. આ ઘટનાને લઈ આસપાસના વિસ્તારમાં ચકચાર મચાવી મૂકી હતી.

આ પણ વાંચો SHE ટીમને સન્માન, 22 વંઠેલાઓને ભણાવ્યા સ્ત્રી સન્માનના પાઠ

શી ટીમ સતત કાર્યરત: શહેરમાં સતત ચર્ચામાં અને બાળક, મહિલા અને વૃદ્ધોને સતત મદદરૂપ બનનાર મહિલા શી ટીમના નેક કામ સામે આવી રહ્યા છે. હંમેશા શહેરમાં બનતા આવા બનાવોને ડામવા સતત પ્રયત્નશીલ રહી છે. અગાઉ પણ મહિલા શી ટીમે અનેક લોકોની મદદ કરી છે અને સતત પ્રયત્નશીલ રહી નાગરિકોને મદદ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.