ETV Bharat / state

Vadodara Crime : વડોદરામાં ડીઝલ પંપ સંચાલકો સાથે છેતરપિંડીના સંખ્યાબંધ મામલા, ઠગાઇનો ભોગ બનનાર બોલ્યાં - ઠગ ટોળકી

વડોદરામાં ડીઝલ પુરાવી રુપિયા ન ચૂકવી પેટ્રોલ પંપોના માલિકો સાથે કરોડોની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેને લઇને ડીઝલ વેચનાર સંચાલકો દ્વારા ઠગ ટોળકીથી સાવચેત રહેવા સાથે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

Vadodara Crime : વડોદરામાં ડીઝલ પંપ સંચાલકો સાથે છેતરપિંડીના સંખ્યાબંધ મામલા, ઠગાઇનો ભોગ બનનાર બોલ્યાં

author img

By

Published : Jul 1, 2023, 6:44 PM IST

ઠગ ટોળકીથી સાવચેત રહેવા અનુરોધ

વડોદરા : વડોદરા શહેરમાં પેટ્રોલ પંપ માલિકોને કરોડો રૂપિયાના ડીઝલ ખરીદી ચુનો લગાડતી ટોળકી સામે યોગ્ય પગલાં ભરાય અને પેટ્રોલ પંપ સંચાલકો જાગૃત થાય તે માટે ડીઝલ સંચાલકો એકત્ર થઈ આ પ્રવૃત્તિ કરનાર ઠગ ટોળકીથી સાવચેત રહેવા જણાવ્યું હતું. હાલમાં 13 સંચાલકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે જેમાં કુલ કરોડો રૂપિયાનો ચુનો આ ટોળકીએ લગાવ્યો છે. જેથી આ ટોળકીથી સાવધાન રહેવા અને તેની સામે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી.

ઠગ ટોળકી સામે ફરિયાદો : આ પેટ્રોલપંપ સંચાલકો સાથે છેતરપિંડી આચરનાર ટોળકીમાં દર્શન ભીખા પંચાલ, ભીખા શંકર પંચાલ, દર્શન પ્રફુલ પંચાલ, શ્વેતા દર્શન પંચાલ, પ્રફુલ મણી પંચાલ , મયંક સુમન પંચાલ, જીનીત વનરાજ દિવેચા રાહુલસિંહ ઠાકોર અને આકાશ પંચાલ સામે ફરિયાદ નોંધાઈ ચૂકેલ છે. આ તમામ ઠગો દ્વારા જુદી જુદી પેઢીઓ બનાવી વિશ્વાસમાં લઈ પેટ્રોલપંપ સંચાલકોને કરોડો રૂપિયાનો ચુનો લગાવ્યો છે.

આ લોકો દ્વારા અલગ અલગ નામથી પેઢીઓ ખોલે છે અને પુરી મંડળી રચેલ છે. આ લોકો દ્વારા ડીઝલ સંચાલકો પાસે આવી શરૂઆતમાં એક બે બિલ ચૂકવી વિશ્વાસ કેળવે છે. બાદમાં વધુ ડીઝલની ખરીદી કરી બિલને લઈ કોલ કરતા કોઈ જવાબ નથી આપતા. તેઓ બહાના કાઢે છે કે હું બહારગામ છું. બીમાર છું. મિટિંગમાં છું તેવી વાતો કરી બહાનાં બતાવે છે. આ સાથે તેઓ ધમકી આપવા લાગે છે કે બહુ ફોન કરશો તો આત્મહત્યા કરી લઈશું. પરિવારમાંથી ચાલ્યા ગયા બાદ તમારી સામે ફરિયાદ નોંધાવીશું તેવી ધમકી આપતા હોય છે. એક ડીલર સામે અપહરણની ખોટી ફરિયાદ પણ દાખલ કરી છે...સત્યેન રાજગોર (છેતરપિંડીનો ભોગ બનનાર)

કરોડો રૂપિયાના ડીઝલની છેતરપિંડી : હાલ સુધીમાં 5 ફરિયાદો કરવામાં આવી છે અને હજુ પણ 8 જેટલી ફરિયાદો કરવાના છે. 138 તો આ લોકો સામે અનેકવાર થઈ છે. આ અંગે પોલોસ કમિશનર, રેન્જ આઈ જી સહિતના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે. જેથી અમારી ફરિયાદો પોલોસ દ્વારા લેવામાં આવે છે. અત્યાર સુધીમાં 2 કરોડ જેટલી છેતરપીંડીની ફરિયાદો દાખલ કરવામાં આવી છે અને અન્ય પણ ફરિયાદો દાખલ કારવાની છે. ડીઝલ સંચાલકોને ચુનો લગાડનાર આ ટોળકીને તમામ ઓળખે અને અન્ય સાથે ઠગાઈ ન થઈ તે હેતુથી તમામ ડીલરો એકત્રિત થયા હતાં.

ઉધાર ડીઝલ ખરીદી અને પછી વિશ્વાસમાં લઈ નાણાં ન ચૂકવનાર ટોળકીથી અન્ય ડીઝલ સંચાલકો ચેતે તે માટે આજે એકત્રિત થયા છીએ. મારા પંપ પર બે વ્યક્તિ એકબીજાને જાણતા નથી તે રીતે ડીઝલ માટે ખાતું ખોલાવ્યું હતું. મયંક સુમન પંચાલ અને જીનીત વનરાજ દેવેચાને 65 દિવસમાં 65 લાખનું ડીઝલ આપ્યું છે. જેમાં 11 દિવસમાં જીનીતને દેવેચને 18 લાખનું ડીઝલ આપ્યું હતું. બાદમાં બાકી નાણાંની લેવડ દેવડ માટે ઓફીસ બોલાવી અને પછી પોલીસને કોલ કરી મારા પર ખોટી ફરિયાદ દાખલ કરાવી હતી...મિહિર દેસાઈ( ડીઝલ પંપ સંચાલક)

કયા પેટ્રોલપંપ સાથે કેટલી છેતરપિંડી : ઓમ શ્રી ગણેશ પેટ્રોલિયમ 59.50 લાખ, શાહ એન્ડ કંપની 79 લાખ , તુલજા પેટ્રોલિયમ 9.82 લાખ, પ્રમુખરાજ પેટ્રોલિયમ 7.71 લાખ ,બનાસ ફ્યુઅલ એચપી 19.91 લાખ, સફલ પેટ્રોલિયમ 26 લાખ, અક્ષર પેટ્રોલિયમ 2.97 લાખ,કેશવ પેટ્રોલિયમ 30 લાખ, યોગી પેટ્રોલિયમ 30 લાખ, ખોડિયાર પેટ્રોલિયમ 38.96 લાખ, પી એસ પટેલ પેટ્રોલિયમ 67 લાખ, ગોપી દર્શન પેટ્રોલિયમ 8.50 લાખ, સમન ફીલિંગ પેટ્રોલિયમ 56 લાખની છેતરપિંડી આચરી છે.

આરોપીઓ વિદેશ ભાગવાની ફિરાકમાં : પેટ્રોલ પંપના માલિકો સાથે છેતરપિંડી કરનાર પંચાલ પરિવારના સભ્યો સહિત નવ લોકોની ટોળકી સામે સાવલી, વરણામાં,વડોદરા,ભરૂચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. પેટ્રોલ સંચાલકોનું કહેવું છે કે ફરિયાદમાં 138 મુજબ કાર્યવાહી થતી હોવાથી આરોપીને ડર રહ્યો નથી. આ જોગવાઈ મુજબ બે વર્ષની સજા થઈ હોવા છતાં પણ આરોપી નાસતાં ફરે છે અને વિદેશમાં જવાની ફિરાકમાં છે તો તેઓ સામે ઝડપી કાર્યવાહી થાય તેવી તમામ પેટ્રોલપંપના માલિકોની માંગ છે.

  1. Ahmedabad Crime : અમેરિકા જવા માટેની પરીક્ષા પાસ કરાવાના નામે વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ આચરનાર 3 શખ્સો ઝડપાયાં
  2. Rajkot News : ત્યાગવલ્લભ સ્વામીએ ભૂતિયા કર્મીઓ ઊભા કર્યા, બોગસ એકાઉન્ટમાં પૈસા નખાવી 33 કરોડની છેતરપિંડીનો આક્ષેપ
  3. Ahmedabad Crime News : કરોડોની ઠગાઈ આચરનાર વલસાડના વેપારીની EOW એ કરી ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.