ETV Bharat / state

Vadodara Court News : ચાંદોદના દેવકૃષ્ણ મહાવીરાનંદ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને બે માસની કેદનો હુકમ બહાલ રહ્યો - ચેક રીટર્ન કેસ

ઉછીના નાણાં લઇને પરત ન આપવાની દાનત ધરાવનારા આરોપીઓ માટે વડોદરા સેશન્સ કોર્ટ અને ટ્રાલ કોર્ટનો ચૂકાદો દાખલારુપ બની રહેશે. ચાંદોદના દેવકૃષ્ણ મહાવીરાનંદ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને બે માસની કેદનો હુકમ બહાલ રહ્યો છે. ચેક રીટર્ન કેસમાં બે માસની કેદ અને 7 લાખનું વળતર ચૂકવવામાં હુકમ થયો છે.

Vadodara Court News : ચાંદોદના દેવકૃષ્ણ મહાવીરાનંદ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને બે માસની કેદનો હુકમ બહાલ રહ્યો

author img

By

Published : Apr 8, 2023, 4:08 PM IST

વડોદરા : વડોદરા સેશન્સ કોર્ટે ઉછીના લીધેલા નાણાં સામે આપેલા ચેક પરત ફરવાના કેસમાં મોટો ચૂકાદો આપ્યો છે. ચાંદોદના દેવકૃષ્ણ મહાવીરાનંદ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ટ્રાયલ કોર્ટે ફટકારેલી સજા કાયમ રાખતો ચૂકાદો આપવામાં આવ્યો છે. ચેક રીટર્નની ફરિયાદ કરનારનેે 7 લાખનું વળતર ચૂકવવા સહિત બે માસની કેદ પણ આરોપીઓને ફટકારી છે. ટ્રાયલ કોર્ટે આરોપીઓને બે માસની સાદી કેદ તેમજ ફરિયાદીને રુપિયા સાત લાખનું વળતર ચૂકવવા અને વળતર ન ચૂકવે તો વધુ ત્રણ માસની સાદી કેદનો હુકમ કર્યો હતો જેને વડોદરા સેશન્સ કોર્ટ દ્વારા બહાલ રાખવામાં આવ્યો છે.

2019ના ક્રિમિનલ કેસનો ચૂકાદો : ચેક રીટર્ન સંદર્ભે થયેલા આ કેસમાં વિગતો જાણીએ. વડોદરાના સયાજીગંજમાં રહેતા અને ઉડાણ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે ટિકિટ બુકિંગ એજન્ટની કામગીરી કરતા પરેશભાઈ કનૈયાલાલ શાહ અવરનવાર વડોદરાના ડભોઇના પવિત્ર તીર્થધામ ચાંદોદ ખાતે ધાર્મિક કામ અર્થે અવરજવર કરતા હતા. જેને લઇને ચાંદોદના દેવકૃષ્ણ મહાવીરાનંદ ટ્રસ્ટ અને તેના મેનેજિંગ ટ્રસ્ટી સ્વામી વિવેકાનંદ સરસ્વતી તેમ જ શ્રી જ્ઞાન સાધના આશ્રમ ચાંદોદમાં રહેતા આરોપી ઇસમો સાથે પરિચયમાં આવ્યાં હતાં.

આ પણ વાંચો કેશોદ કોર્ટે 20 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને જાહેર કર્યા નિર્દોષ, ફરિયાદી ન આપી શક્યા પૂરાવા

હાથ ઉછીના આપ્યાં : આ પરિચયને લઇને 2012માં ટ્રસ્ટને હાલ વિકાસ માટે નાણાંની જરૂર છે તેમ કહી આ ટ્રસ્ટીએ ફરિયાદી પરેશભાઈ પાસેથી રૂપિયા સાડા ત્રણ લાખ રૂપિયા ઉછીના નાણાંની માંગણી કરી હતી. સાથે ઉછીના લીધેલા નાણાં બે માસમાં પરત કરવાના વાયદો કર્યો હતો. જેથી વિશ્વાસ મૂકીને ફરિયાદીએ ત્રણ લાખ રૂપિયા અને બાદમાં બીજા પચાસ હજાર રૂપિયા હાથ ઉછીના આપ્યાં હતાં.

વાયદા પર વાયદા બાદ ચેક આપ્યાં : આ રીતે ફરિયાદી પાસેથી નાણાં લઇ લીધાં બાદ જ્યાપે નાણાં પરત કરવાની વાત આવી ત્યારે આરોપીઓ ફરિયાદીને તેની રકમ પરત કરતા ન હતાં અને વાયદા પર વાયદા કરી રહ્યાં હતાં. જોકે છેવટે આરોપીઓએ આઈસીઆઈસીઆઈ બેંકના ત્રણ લાખ રૂપિયા અને પચાસ હજાર રૂપિયા એમ બે અલગ અલગ રકમના બે અલગ અલગ ચેક ફરિયાદીને આપ્યાં હતાં.

આ પણ વાંચો Rajkumar Santoshi: ચેક રીટર્ન મામલે ફિલ્મનિર્માતા રાજકુમાર સંતોષી 'ઘાયલ', મામલો 'ઘાતક' બની રહ્યો

ચેક જમા કરાવ્યા : બે ચેક મળતાં ફરિયાદીએ 7 માર્ચ 2013 ના રોજ વડોદરાની યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા શાખામાં આ ચેક જમા કરાવ્યા હતાં. પરંતુ અપૂરતા બેલેન્સના કારણે આ ચેક પરત ફર્યા હતાં. ચેક રીટર્ન થતાં ફરિયાદી પરેશ શાહે માર્એચ 2013માં વકીલ મારફતે કાયદેસરની નોટિસ આપી હતી. તેમ છતાં આ રૂપિયા પરત ન મળતા ફરિયાદીએ ટ્રાયલ કોર્ટમાં ક્રિમિનલ કેસ કલમ ૧૩૮ હેઠળ દાખલ કરાવ્યો હતો.

ટ્રાયલ કોર્ટનો ચૂકાદો : ચેક રીટર્ન અંગેના આ દાવો ટ્રાયલ કોર્ટમાં ચાલી ગયો હતો અને ફરિયાદી પરેશભાઈ શાહના પક્ષમાં 7 મે 2019ના રોજ કોર્ટે ચૂકાદો આપ્યો હતો. ટ્રાયલ કોર્ટે આપેલા ચૂકાદા મુજબ આરોપીઓને ફરિયાદીને સાત લાખ રૂપિયા વળતર પેટે એક માસમાં ચૂકવવા હુકમ કર્યો હતો અને સાથે બે વર્ષની સાદી કેદની સજા અને જો વળતર ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ ત્રણ માસની સાદી કેદનો હુકમ કર્યો હતો.

સજા મુલતવી કરવા અરજી : ટ્રાયલ કોર્ટના હુકમ સામે દેવકૃષ્ણ મહાવીરાનંદ ટ્રસ્ટના આરોપી ટ્રસ્ટીઓ દ્વારા વડોદરાના ચોથા એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં ક્રિમિનલ અપીલ કલમ 394 મુજબ અપીલ દાખલ કરાવી સજા મુલતવી રાખવા માગણી કરી હતી. આ બાબતની વિગતે સુનાવણી સેશન્સ કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. ટ્રસ્ટ તરફે એડવોકેટ વાય.પી.પટેલ તેમજ ફરિયાદી તરફે એડવોકેટ પી.ડી.ગોહિલ અને સરકાર તરફે સરકારી વકીલ પી.સી.પટેલે દલીલો કરી હતી.

વડોદરા સેશન્સ કોર્ટનો ચૂકાદો : આ દલીલોને ધ્યાને લઈ નામદાર વડોદરા સેશન્સ કોર્ટે ટ્રાયલ કોર્ટે આપેલો ચૂકાદો માન્ય રાખ્યો અને આરોપીએ કરેલી અપીલની અરજી ફગાવી દીધી હતી. ટ્રાયલ કોર્ટે આરોપીઓને સજા માટે દિન 15માં ટ્રાયલ કોર્ટ સમક્ષ હાજર થવા અને તેઓની કાયદેસરની કસ્ટડી લઈ આગળની કડક કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરવા હુકમ કરેલો છે.વડોદરા સેશન્સ કોર્ટના ન્યાયમૂર્તિ માધુરી ધ્રુવકુમાર પાન્ડેયએ ખોટા ચેકો આપી છેતરપિંડી કરતા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી સાથે વળતર અને કેદ કરવાનો મહત્વનો હુકમ કરેલો છે અને આરોપીઓએ કરેલી અપીલ ફગાવી દીધી છે.

ચેક રીટર્ન કેસમાં સજાથી ચકચાર : આમ ટ્રાયલ કોર્ટ અને સેશન્સ કોર્ટે ખોટા ચેકો આપી છેતરપિંડી કરતા ઈસમોને કડક સજાનાં હુકમો કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સાથે કાયદાની છટકબારીનો ઉપયોગ કરી છેેતરપિંડી આચરતા ઈસમોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.