વડોદરા: રાજ્યમાં કોરોનાનો કહેર વરસ્યો છે. આ સાથે ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની (Third wave of corona) શરૂઆત થઇ ગઇ છે, ત્યારે અમદાવાદ અને સુરત બાદ સૌથી વધુ કોરોનાના કેસ વડોદરામાંથી (vadodara Corona Update) સામે આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં આજે સોમવારે 1,313 કોરોનાના નવા કેસ નોંધાયા છે, જેને લઈને તંત્ર દોડતું થયું છે.
વડોદરામાં કોરોનાના કેસમાં સતત વધારો
વડોદરામાં કોરોનાના કેસોમાં તીવ્ર ગતિથી વધારો થઇ રહ્યો છે. આ સાથે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો 82,424 પહોંચી ગયો છે, તો બીજી તરફ કોરોનાના 74,615 દર્દીઓને સારવાર લઇ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
કોરોનાની ઝપેટમાં MS યુનિવર્સીટીના 2 પ્રોફેસર અને 4 વિદ્યાર્થીની
વડોદરામાં કુલ 7,185 કોરોનાના એક્ટિવ કેસો (Corona Active case in vadodara) છે, જેમાંથી 6,964 દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ છે. આ સાથે વડોદરાની MS યુનિવર્સીટીની (Vadodara MS University) સાયન્સ ફેકલ્ટીના 4 વિદ્યાર્થીની અને 2 પ્રોફેસર કોરોના સંક્રનમિત થયા છે.
આ પણ વાંચો:
Vadodara Corona Update: વડોદરા કોરોનાના નવા 1211 કેસ નોંધાયા
Gujarat Corona Update: આજે રાજ્યમાં 4213 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં...