ETV Bharat / state

વડોદરા: નાગરવાડામાં કાસમઆલા કબ્રસ્તાન પાસે પોલીસ અને લોકો વચ્ચે ધર્ષણ

વડોદરા શહેરના કોરોનાગ્રસ્ત નાગરવાડા પાસે આવેલા કાસમઆલા કબ્રસ્તાન પાસે વહેલી સવારે પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. રમઝાન માસમાં શેરી પૂરી થયા બાદ લોકોને ઘરમાં જવાનું પોલીસે જણાવતા મામલો બિચક્યો હતો. જેમાં પોલીસે એક યુવાન પર લાઠીચાર્જ કરતા મામલો ઉગ્ર બન્યો હતો. એક પોલીસ જવાનને ટોળાએ માર માર્યો હતો.

author img

By

Published : Apr 27, 2020, 7:17 PM IST

etv bharat
વડોદરા: નાગરવાડામાં પોલીસ અને લોકો વચ્ચે ધર્ષણ

વડોદરા: વડોદરા શહેરના કોરોનાગ્રસ્ત નાગરવાડા પાસે આવેલા કાસમઆલા કબ્રસ્તાન પાસે વહેલી સવારે પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. રમઝાન માસમાં શેરી પૂરી થયા બાદ લોકોને ઘરમાં જવાનું પોલીસે જણાવતા મામલો બિચક્યો હતો. જેમાં પોલીસે એક યુવાન પર લાઠીચાર્જ કરતા મામલો ઉગ્ર બન્યો હતો. એક પોલીસ જવાનને ટોળાએ માર માર્યો હતો.

શહેરમાં કોરોના વાઈરસના હાહાકાર વચ્ચે રમઝાન માસ ઉજવવામાં આવી રહ્યો છે. સોમવારે વહેલી સવારે 4:55 વાગે કોરોના ગ્રસ્ત નાગરવાડા કાસમઆલા કબ્રસ્તાન પાસે શેરીનો સમય પૂરો થયા બાદ લોકોના ટોળા હતા.જેથી બંદોબસ્તમાં ઉભેલી પોલીસે ટોળાને ઘરમાં જવા માટે જણાવ્યું હતું.પરંતુ, ટોળે વળેલા લોકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા.

જેમાં એક પોલીસ જવાને લોકોને ઘરમાં મોકલવા માટે એક યુવાન પર લાઠીચાર્જ કરતા મામલો ઉગ્ર બની ગયો હતો.અને ટોળાએ એક પોલીસ જવાનનો ઘેરીને તેને માર માર્યો હતો. આ અંગે જાણ થતા વધુ પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.

દરમિયાન પોલીસે કોમ્બિંગ કરીને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરેલા રમીઝ રફીક દેરૈયા, આસિફ મહેબુબ સાહિલીયા, રિઝવાન ગુલાબનબી લાખાજીવાલા, સલીમ યાકુબ દોલા, સોહિલ સાજીદ સિંધી, રિયાઝ અબ્બાસ સિંધી, દિલાર ગફાર ઘાંચી, ફઝલ મોહંમદ ડેરૈયા, જાવેદ ગફાર ઘાંચી અને તાહિર યાકુબ દોલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ધરપકડ કરેલા 10 લોકોના કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.