ETV Bharat / state

ગુજરાતનું એક માત્ર કેદીઓ દ્વારા સંચાલિત પેટ્રોલ પંપ - Organized Open Jail at by Vadodara Central Jail

ગુજરાતમાં એક માત્ર કેદીઓ દ્વારા સંચાલિત પેટ્રોલ પંપ(petrol pump run by prisoners) વડોદરા મધ્યસ્થ જેલ દ્વારા સંચાલિત(Administered by Vadodara Central Jail) કરવામાં આવ્યું છે. જે કેદીના 14 વર્ષની જેલ સજા પૂરી થઈ ગઈ હોય અને તે દરમિયાન જેલ શિક્ષા કે જેલ ગેરવર્તણૂક કરી ન હોય એવા આદર્શ કેદીઓને આ કામ સોંપાય છે. પેટ્રોલ પંપમાં થતા નફાને કેદી વેલફેર ફંડમાં જમા કરવામાં આવે છે.

પેટ્રોલ પંપમાં દર મહિને લગભગ રૂપિયા 2 લાખથી વધુ નફો મળે છે

author img

By

Published : Dec 11, 2022, 7:11 PM IST

પેટ્રોલ પંપમાં દર મહિને લગભગ રૂપિયા 2 લાખથી વધુ નફો મળે છે

વડોદરા: વડોદરા મધ્યસ્થ જેલ દ્વારા શહેરના દંતેશ્વર વિસ્તાર ખાતે ઓપન જેલનું પણ આયોજન(Organized Open Jail at Danteshwar by Vadodara Central Jail) કરવામાં આવ્યું છે. આ ઓપન જેલમાં કેદીઓ દ્વારા ખેતી કામ, ગૌશાળા વગેરે જેવી ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ત્યારે વર્ષ 2018 માં કેદીઓ દ્વારા સંચાલિત પેટ્રોલ પંપ શરૂ(petrol pump run by prisoners) કરવામાં આવ્યો છે.

કેદીઓ દ્વારા સંચાલિત પેટ્રોલ પંપ: ગુજરાતનો આ એકમાત્ર કેદીઓ દ્વારા સંચાલિત પેટ્રોલ પંપ છે. આ પેટ્રોલ પંપ વડોદરા મધ્યસ્થ જેલ દ્વારા સંચાલિત(Administered by Vadodara Central Jail) છે. પેટ્રોલ પંપમાં થતા નફાને કેદી વેલફેર ફંડમાં જમા કરવામાં આવે છે. ખાસ કરીને જે કેદીના 14 વર્ષની જેલ સજા પુરી થઈ ગઈ હોય અને સજા દરમિયાન જે કેદીને જેલ શિક્ષા કે જેલ ગેરવર્તણૂક કરી ન હોય, એવા આદર્શ કેદીઓને ઓપન જેલ ખાતે બદલવામાં આવે છે. આ ઓપન જેલમાં કેદીઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે.

દર મહિને 2 લાખથી વધુ નફો: વડોદરા મધ્યસ્થ જેલના વેલફેર ઓફિસર મહેશભાઈ રાઠોડે જણાવ્યું કે, ગુજરાતમાં જેલ વિભાગમાં સૌ પ્રથમ પેટ્રોલ પંપ સ્થાપિત કરવામાં આવ્યો હોય તો એ વડોદરામાં છે. આનો હેતુ બસ એક જ છે કે જે કેદીઓ ઓપન જેલમાં કામ કરે છે તે પુન:કાર્યરત થાય અને સારામાં સારું વળતર પ્રાપ્ત કરે. આ પેટ્રોલ પંપમાં અત્યારે ત્રણ કેદીઓ કાર્યરત છે. જેમાં પેટ્રોલ પંપની સાચવણીનું કામ, હવા ભરવાનું કામ અને ઓઇલ બદલી આપવાનું કાર્ય કરી રહ્યા છે. સવારથી રાત સુધી આ પંપ ચાલુ રહે છે. જેમાં ઘણા શહેરીજનો પેટ્રોલ પુરાવા આવતા હોય છે. પેટ્રોલ પંપમાં દર મહિને લગભગ રૂપિયા 2 લાખથી વધુ નફો મળે છે, જે કેદી વેલફેર ફંડમાં જમા થતો હોય છે. અહીં તમામ કેદીઓ પોતાનું કામ સમજીને ખૂબ જ મહેનતથી કામ કરી રહ્યા છે. અને ખાસ કેદીઓ સાથે શહેરીજનો પણ પંપ પર કાર્ય કરી રહ્યા છે તો એમની સુરક્ષા માટે એસ.આર.પી. પોઇન્ટ રાખવામાં આવ્યા છે. ઓપન જેલના કેદીઓ સંપૂર્ણપણે વિશ્વાસપાત્ર હોવાથી જ આ કામ એમને સોંપવામાં આવતું હોય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.