ETV Bharat / state

Vadodara Crime : વડોદરામાં ભાજપના કાર્યકરની હત્યા, પોલીસે ત્રણની ધરપકડ કરીને કોન્સ્ટેબલને કર્યો સસ્પેન્ડ

વડોદરામાં ભાજપના કાર્યકરને જૂની અદાવતમાં હુમલો થયો છે. હુમલામાં ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જોકે, આ અગાઉ ભાજપના કાર્યકરે હુમલાની અંગેની ધમકીને લઈને પોલીસને અરજી આપી હતી પરંતુ ગંભીરતા ન લેતા પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Vadodara Crime : વડોદરામાં ભાજપના કાર્યકરની હત્યા, પોલીસે ત્રણની ધરપકડ કરીને કોન્સ્ટેબલને કર્યો સસ્પેન્ડ
Vadodara Crime : વડોદરામાં ભાજપના કાર્યકરની હત્યા, પોલીસે ત્રણની ધરપકડ કરીને કોન્સ્ટેબલને કર્યો સસ્પેન્ડ
author img

By

Published : Jul 27, 2023, 6:54 PM IST

Updated : Jul 27, 2023, 7:55 PM IST

વડોદરામાં ભાજપના કાર્યકરની હત્યા, પોલીસે ત્રણની ધરપકડ કરીને કોન્સ્ટેબલને કર્યો સસ્પેન્ડ

વડોદરા : શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વાહન પાર્કિંગની જૂની અદાવતમાં ભાજપના સક્રિય કાર્યકર સચિન ઠક્કર પર રાત્રિના સમયે અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં સચિન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે સચિન ઠક્કરની પત્નીની ફરિયાદના આધારે ગોત્રી પોલીસે હાલમાં હત્યા કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શું છે સમગ્ર મામલો : ફરીયાદી સૂત્રો અનુસાર વડોદરા શહેરના દિવાળીપુરા સુક્રુતીનગરમાં રહેતા રીમાબેન સચિનભાઇ ઠક્કરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગત 25 જુલાઈના રાત્રે 11.45 વાગ્યા સુધી મારા પતિ સચિન ઘરે આવ્યા નહોતા. તેથી મેં તેમને ફોન કર્યો હતો, ત્યારે તેમનો ફોન પોલીસકર્મીએ ઉપાડ્યો હતો અને મને જણાવ્યું હતું કે, તમે ગોત્રી જનરલ હોસ્પિટલમાં આવો. સચિન અને પ્રિતેશને કોઈએ માર માર્યો છે, તેથી તેમને માથાના ભાગે ઈજા થઈ છે અને હાલમાં ભાનમાં નથી, જેથી હું, મારા સસરા અને મારો દીકરો ગોત્રી જનરલ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને પ્રિતેશનો પરિવાર પણ ત્યાં આવ્યો હતો.

અજાણ્યા શખ્સો દ્વારા હુમલો : મારા પતિને માથાના ભાગે ગંભીર ઈજા થઇ હતી અને લોહી નીકળતુ હતું અને પ્રિતેશને પણ માથામાં ઇજા થઇ હતી અને તેને પણ લોહી નીકળતું હતું અને માર પતિ ભાનમાં નહોતા અને પ્રિતેશભાઈ પણ અર્ધ બેભાન અવસ્થામાં હતા. તેમને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, હું અને સચિન રાત્રીના 10.30 વાગ્યાની આસપાસ મિર્ચ મસાલા રેસ્ટોરન્ટની ગલીમાં ખુલ્લા ગ્રાઉન્ડમાં હાજર હતા, ત્યારે અગાઉ પાર્કિગ કરવાની બાબતે ઝઘડાની અદાવત રાખી કારમાં (કાર નં-GJ-06-PJ-3068) આવેલા બે-ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતા.

ભાજપના સક્રિય કાર્યકર સચિન ઠક્કર
ભાજપના સક્રિય કાર્યકર સચિન ઠક્કર

સારવાર દરમિયાન મૃત્યુ : આરોપીઓ પૈકી પાર્થ બાબુલ પરીખ (રહે. ગંગોત્રી એપાર્ટમેન્ટ, હરીભક્તિ કોલોની રેસકોર્સ, વડોદરા) હોવાનું મને વાતચીતમાં જાણવા મળ્યું હતું. તેઓએ લાકડીથી મારા સચિન તેમજ પ્રિતેશને માથામાં ફટકા માર્યા હતા. બન્નેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હોવાથી સારવાર માટે ચીકુવાડી સ્થિત ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જ્યાં સચિનને માથામાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેની ગંભીર હાલત અને ઇજાઓને પગલે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. હાલમાં એકાએક ભાજપના યુવા કાર્યકર્તાનું નિધન થતા શોકનું મોજું ફરી વળ્યું છે.

કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા : આ કેસમાં ગોત્રી પોલીસ મથકમાં સચિન ઠક્કરે હુમલાની અંગેની ધમકીને લઈને અગાઉ અરજી આપી હતી. આ અરજી અંગે કોઈ કાર્યવાહી ન થવાના કારણે આજે સચિન ઠક્કર પર હુમલો અને સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. આ ગંભીર બાબતને 15 દિવસ અગાઉ અરજી ધ્યાને લીધી હોત તો આ ઘટના ન બની હોત. આ મામલે DCP ઝોન 2 અભય સોની દ્વારા કાર્યવાહી કરાઈ જેમાં ગોત્રી પોલીસ મથકમાં ફરજ બજાવતા અનર્મ પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણ ધુળાભાઈને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટનાની ગંભીરતાને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે. ગઈકાલે પણ માંજલપુર હિટ એન્ડ રનની ઘટનને લઈ બેદરકારી દાખવવા બદલ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આમ બે દિવસમાં ફરજ દરમિયાન બેદરકારી દાખવવા બદલ બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગોત્રી પોલીસ સ્ટેશનમાં 25 જુલાઈના રોજ સચિન ઠક્કર અને પ્રિતેષ ઠક્કર પર પાર્થ પરીખ અને અન્ય 2 શખ્સોએ લાકડીના ફટકા મારીને હુમલો કર્યો હતો. આજે સારવાર દરમિયાન સચિન ઠક્કરનું મૃત્યુ થયું છે, જેથી આ મામલે 302ની કલમનો ઉમેરો કરીને વધુ તપાસ શરૂ કરી છે અને પાર્થ પરીખ સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે. - એ.વી.કાટકડ (ACP)

આરોપીની ધરપકડ : આ ગુનામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ત્રણ આરોપીઓને હત્યાના ગુનામાં ધરપકડ કરી છે. જેમાં પાર્થ પરીખ (રહે. ગંગોત્રી એપાર્ટમેન્ટ, હરીભક્તિ કોલોની રેસકોર્સ, વડોદરા,40 વર્ષ), વાસિક ઉર્ફે સાહિલ ઈકબલભાઈ અજમેરી, 33 વર્ષ (રહે. નગરવાળા સૈયદપુરા), વિકાસ પરષોત્તમભાઈ લોહાણા, 30 વર્ષની (ખોડીયારનગર) સામે પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  1. Rajkot Crime : કુટુંબી ભાઈઓ વચ્ચે ખૂની ખેલ, ધંધાના મુદ્દે અદાવતનો અંજામ
  2. Ahmedabad Crime : રક્તરંજિત અમરાઈવાડી, જૂની અદાવતમાં મિત્ર દ્વારા મિત્રની હત્યાની જાણો સમગ્ર ઘટના
  3. Ahmedabad Crime : નરોડામાં આધેડને દારૂ પીવડાવી હત્યા કરી નાખી, પોલીસે બિહારમાં વેશપલટો કરીને પાર પાડ્યું ઓપરેશન

Last Updated : Jul 27, 2023, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.