વડોદરા: ચાલુ વર્ષે અન્ય રવિ પાકની ખેતી સાથે તમાકુની ખેતી કરતાં ખેડૂતો કોરોના મહામારી સંદર્ભે તમાકુ પ્રોડક્ટના પ્રતિબંધના કારણે તમાકુ ખરીદ કરતાં વેપારીઓ ખેડૂતોએ પકવેલી તમાકુ ખરીદશે નહીં જેથી તમાકુની ખેતી કરતા ખેડૂતોએ નુકસાન સહન કરવાનો વારો આવશે તેમ લાગી રહ્યું છે. તેવામાં સ્થાનિક ધારાસભ્ય તમાકુની ખેતી કરતાં ખેડૂતોની વ્હારે આવી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે તમાકુ ખરીદ કરતાં વેપારીઓની સાથે મિટિંગ કરી અન્ય રવિ પાકની જેમ ટેકાના ભાવ ચૂકવવાનું નક્કી કર્યુ છે.
સાવલી ડેસર તાલુકામાં રવિપાકમાં દિવેલા, ઘઉં, તુવેર, કપાસ સાથે તમાકુની પણ ખેતી કરાય છે. લોકડાઉનની સ્થિતિના કારણે સાવલી ડેસરની APMCમાં ખરીદ વ્યવહાર બંધ કરાયો હતો તે ગઈકાલથી રાજ્યસરકારના આદેશ બાદ ફરીવાર શરુ થયો છે. કોરોના મહામારી સંદર્ભે તમાકુ પ્રોડક્ટના પ્રતિબંધના કારણે તમાકુ ખરીદ કરતાં વેપારીઓ ખેડૂતોએ પકવેલી તમાકુ ખરીદશે નહીં જેથી તમાકુની ખેતી કરતા ખેડૂતોએ નુકસાન સહન કરવાનો વારો આવશે તેમ લાગી રહ્યું છે. આ પ્રતિબંધના કારણે ખેડૂતોએ તૈયાર કરેલી તમાકુ ઘરે જ પડી રહેશે અને તમાકુ ખરીદ કરતાં વેપારીઓ નહીં તેમ લાગી રહ્યું છે.
ત્યારે સાવલી 135, વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદાર ખેડૂતોની વ્હારે આવ્યા હતા અને સાવલી, ડેસર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિના ચેરમેન સભ્યો સાથે મળી તમાકુની પ્રતિવર્ષ ખરીદી કરતા વેપારીઓને APMCમાં બોલાવી તેઓને આ લોકડાઉનના કપરા સમયમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા સમજાવ્યા હતા.
અન્ય રવિ પાકોના ભાવની જેમ ટેકાના ભાવ તરીકે વેપારીઓએ પોતાની સહમતીથી એક મણના રૂપિયા 1151માં આપવા માટે તૈયારી દર્શાવી હતી અને ગુણવત્તાના ધોરણે વધુ ભાવ આપશે તે માટે સહમત થયા હતા. આવા કપરા સમયમાં ધારાસભ્યએ ખેડૂતોને સાથ આપવા બદલ સૌએ તેમને આભાર વ્યક્ત કર્યો હતો.