ETV Bharat / state

Unseasonal rains : ઠંડી વચ્ચે માવઠાથી ધરતી પુત્રોને માથે હાથ દેવાનો વારો

author img

By

Published : Jan 28, 2023, 2:49 PM IST

વડોદરા શહેર અને જિલ્લામાં સવારથી જ હળવો વરસાદ (Unseasonal rains in Vadodara) વરસી ગયો છે. જેને લઈને ધરતી પુત્રોની ચિંતા વધી છે, ત્યારે સાવલી પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોને શિયાળુ પાકને લઈને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. (rains in Vadodara)

Unseasonal rains : ઠંડી વચ્ચે માવઠાથી ધરતી પુત્રોને માથે હાથ દેવાનો વારો
Unseasonal rains : ઠંડી વચ્ચે માવઠાથી ધરતી પુત્રોને માથે હાથ દેવાનો વારો

વડોદરામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં

વડોદરા : શહેર તેમજ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે સાવલી તાલુકાના વસંતપુરા ગામ તેમજ આસપાસના ગામોમાં શિયાળુ પાક જેવા કે કપાસ, તુવેર, દિવેલા,ધઉ, મગ તેમજ લીલા શાકભાજી ધાણા ટામેટા, મરચાની ખેતીમાં કમોસમી વરસાદના કારણે તૈયાર થયેલા મહામૂલા પાકને વ્યાપક નુકસાન જવાની હાલ ભીતી જોવા મળી રહી છે. જેને લઈને જગતનો તાત કહેવતા ખેડૂતો મુશ્કેલીઓમાં મુકાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં માવઠાની આગાહીના પગલે આજે વહેલી સવારે વડોદરા શહેર અને જિલ્લામાં વરસાદ વરસ્યો છે.

જગતના તાતને નુકસાનની ભીતિ : સાવલી તાલુકાના અનેક ગામોમાં કમોસમી વરસાદ વરસી ચૂક્યો હોય જેના કારણે સામાન્ય જનજીવન પણ ખોરવાયું છે. ત્યારે વડોદરા જિલ્લાના સાવલી પંથકમાં પણ માવઠાની ભારે અસર જોવા મળી છે. કમોસમી વરસાદના કારણે પવન તેમજ ગાજવીજ સાથે વરસેલા વરસાદ એ જગતનો તાત કહેવાતાં ખેડૂતના શિયાળુ પાકની ખેતીને વ્યાપક નુકસાન થશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. સાવલી તાલુકાના વસંતપુરા, પંથકના અનેક ગામોમાં આવેલ ખેતરોમાં શિયાળુ પાક ઘઉં, કપાસ, દિવેલા, મગની ખેતીમાં થશે તેવી શક્યતા છે. અનેક ગામોના ખેતરોમાં શિયાળુ પાકની ખેતીમાં મુખ્ય કપાસ, દિવેલા ઘઉનું વાવેતર કરાય છે.

આ પણ વાંચો : અમરેલી ખેતીવાડી અધિકારીની હવામાન પલટા બાદ ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે માહિતી

નુકસાનનું વળતર મળે તેવી આશા : એક બાજુ ખેડૂતો મહા મહેનતે ઠંડીમાં દિવસ રાત ખેતરમાં મહેનત કરી રહ્યા હોય તેવામાં જંગલી જાનવરો પણ ખેતરમાં પાકને નુકસાન પહોંચાડી રહ્યા હોય જેનાથી ખેડુતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેવામાં આજરોજ કમોસમી વરસાદ પડતા ખેતરોમાં તૈયાર થયેલા કપાસ, ધઉ, મગ,ખેતરમાં જ પલળી ગયા છે. તેમજ ખેતરોમાં તૈયાર પાક બરબાદ થઈ રહ્યો છે. જેના કારણે સાવલી પંથકના ખેડૂતો દ્વારા પાકમાં થયેલા નુકશાનના વળતર માટે સરકાર પાસે આશા રાખીને બેઠા છે. શિયાળુ ખેતીપાકના નુકસાનનું વળતર સમયસર અને મહામહેનતે પકવેલા પાકના ભાવને ધ્યાને રાખી ચૂકવાય તેવી માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Rain in Bhavnagar: ભાવનગરમાં ગુલાબી ઠંડી વચ્ચે માવઠું, સવારે માવઠા બાદ વાદળછાયું વાતાવરણ

ભાવનગરમાં ગુલાબી ઠંડી વચ્ચે માવઠું : આ ઉપરાંત ભાવનગર શહેરમાં બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં ગત રાત્રે અને સવારે માવઠું વરસતા લોકોમાં બેવડી ઋતુનો અહેસાસ થયો હતો. જિલ્લામાં દરિયાઈ પટ્ટી પરના ખેડૂતોમાં માવઠાનો પગલે પાકને નુકશાનની ભીતિ સેવાઈ રહી છે. માવઠા બાદ પણ વાતાવરણ વાદળછાયું રહેતા ખેડૂતો ચિંતિત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.