ETV Bharat / state

વડોદરામાં માતા વિનાના જોડિયા બાળકોએ કોરોનાને આપી મ્હાત - કોરોના

વડોદરામાં ASG હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં સવા મહિના પૂર્વે એક માતાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. બાળકોના જન્મ બાદ ગણતરીના કલાકોમાં જ માતાનું નિધન થયું હતું.

Vadodara
Vadodara
author img

By

Published : Apr 11, 2021, 12:49 PM IST

  • જોડિયા બાળકોનો કૃત્રિમ દૂધ આપી ઉછેર કર્યો
  • માતા વિનાના જોડિયા બાળકોએ કોરોનાને મ્હાત આપી
  • બાળકોને કોરોના સામે જીતી જંગ

વડોદરા: કોરોનાની ભયજનક પરિસ્થિતિ વચ્ચે દર્દનાક દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. કોરોનામાં કોઈએ પિતા, કોઈએ માતા તો કોઈએ પુત્ર અને પુત્રીને ગુમાવી છે. ત્યારે બાળકોએ કોરોનાની જંગ જીતી લીધી હોવાનો પ્રથમ કિસ્સો વડોદરામાં બનવા બન્યો હતો. ASG હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં સવા મહિના પૂર્વે જન્મેલા જોડિયા બાળકોએ કોરોનાને મ્હાત આપતા કોરોનાથી ગભરાતા લોકોને ડરવાની નહીં પણ લડવાની જરૂર હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ પણ વાંચો: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોનાને માત આપ્યા બાદ મા અંબાના કર્યા દર્શન

માતા વિનાના જોડિયા બાળકોએ કોરોનાને મ્હાત આપી

સમગ્ર રાજ્ય સહિત વડોદરાને કોરોનાએ હચમચાવી મૂક્યું છે. દિનપ્રતિદિન કોરોના વાયરસનો સકંજો મજબૂત બની રહ્યો છે. હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ તો સ્મશાનોમાં પણ વેઇટિંગ ચાલી રહ્યું છે. આવી ખોફનાક સ્થિતિમાં પણ ASG હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં સારવાર લઈ રહેલા માતા વિનાના જોડિયા બાળકોએ કોરોનાને મ્હાત આપી છે. આ જોડિયા બાળકો સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા બાદ પોતાના ઘરે જશે.

વડોદરામાં માતા વિનાના જોડિયા બાળકોએ કોરોનાને આપી મ્હાત

જોડિયા બાળકોનો કૃત્રિમ દૂધ આપી ઉછેર કર્યો

આ અંગે માહિતી આપતા પીડિયાટ્રિક વોર્ડના હેડ પ્રો. ડૉ.શિલાબેન ઐયરે જણાવ્યું હતું કે, આજથી સવા મહિના પૂર્વે એક માતાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. બાળકોના જન્મ બાદ ગણતરીના કલાકોમાં જ માતાનું નિધન થયું હતું. જેથી બંને બાળકોને હોસ્પિટલ દ્વારા તમામ સારવાર સાથે કૃત્રિમ દૂધ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. બાળકો સ્વસ્થ થયાં બાદ રજા આપી દેવામાં આવી હતી. ત્યારબાદ આશરે 15 દિવસ પછી નવજાત બાળકોને ઝાડ ઉલ્ટી થતાં ASG હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં બંનેના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પોઝિટિવ આવતા તેઓની સારવાર શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: જસદણના 98 વર્ષીય દૂધીબેને આપી કોરોનાને માત, છેલ્લા 20 વર્ષથી છે અસ્થમાની બિમારી

બાળકોનો બે અઠવાડિયા બાદ ટેસ્ટ કરતા નેગેટિવ આવ્યો

બે અઠવાડિયાની ઘનિષ્ઠ સારવાર બાદ બાળકોના કોવિડ નિયમ મુજબ ફરીવાર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે બાદ બંને બાળકોએ કોરોના સામેની જંગ જીતી લીધી હતી. આ બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે ત્યારબાદ બાળકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

બાળકોને કોરોના સામે જીતી જંગ

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરમાં એક સાથે 7 બાળકો કોરોના સંક્રમિત થયાં હોવાનો કિસ્સો પણ વડોદરામાં બન્યો હતો. તેવામાં જન્મબાદ માતાની છત્રછાયા ગુમાવનાર એક 2.700 કિગ્રા અને એક 2.800 કિગ્રા વજનના બે તંદુરસ્ત જોડિયા બાળકો કોરોના સંક્રમિત થયા હતા. જેથી પિતા ચિંતાતુર બન્યા હતા.જો કે, પીડિયાટ્રિક વિભાગમાં બાળકોની વિશેષ કાળજી રાખવામાં આવતા આજે બાળકોએ કોરોનાને હરાવી દીધો છે અને કોરોનાથી ગભરાતા લોકોને કોરોના સામે લડવાની જરૂર છે ડરવાની જરૂર નથીનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.