પાદરા તાલુકાના કરખડી ગામના વિદ્યાર્થીઓએ ગામના મુખ્ય રસ્તા પર બસો રોકીને આંદોલન શરૂ કર્યું હતું. જેમાં કરખડી ગામની નાઈટ હોલ્ડની બસ જે સવારે નિયમિત રીતે સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાતો માટે સવલત વાળી હતી, જે ST વિભાગ દ્વારા બંધ કરી હોવાથી કરખડી ગામના વિદ્યાર્થીઓ અને યુવાનો તેમજ ગ્રામજનો દ્વારા સવારે આવતી અને રૂટ પર જતી બસોને થોભાવી દઈને આંદોલન શરૂ કર્યુ હતું.
આદોલનમાં સુત્રોચ્ચાર સાથે અપડાઉન કરતી 5 બસો થોભાવી દીધી હતી. જે રૂટ બંધ કરવામાં આવ્યો છે તેને પુનઃ શરૂ કરવા માટે છેલ્લા ઘણા સમયથી લેખિતમાં માંગણી કરવામાં આવી હોવા છતાં પણ ST વિભાગે કોઈ નિવારણ નહિ આવતા આખરે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો વિફર્યા હતા અને બસોને અટકાવીને આંદોલન શરૂ કર્યું હતું. જે બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
વિદ્યાર્થીએ આક્ષેપો કર્યા હતા કે, 50 વર્ષથી ચાલતા આ બસના રૂટથી અનેક ગામોને લાભ મળતો હતો, ત્યારે આ બસ બંધ કરતા આંદોલન શરૂ કર્યુ છે.