- વડોદરા જિલ્લામાં બર્ડ ફ્લુની થઈ એન્ટ્રી
- સાવલીના વસંતપુરામાં મળેલા મૃત કાગડાઓ પૈકી ત્રણના રિપોર્ટ પોઝિટિવ
- વહીવટી તંત્ર સહિત પશુપાલન તંત્ર સજ્જ બન્યું
વડોદરાઃ સાવલી તાલુકાના વસંત પુરા ગામે ચાર દિવસ અગાઉ 30 જેટલા કાગડાઓના ભેદી મોત થયા હતા. તંત્ર દ્વારા આ મૃત કાગડાઓના સેમ્પલ લઇ ભોપાલ ખાતે મોકલવામાં આવ્યા હતા. જે બર્ડ ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને આરોગ્ય વિભાગની ટીમ કામે લાગી હતી.
વન વિભાગ અને પશુપાલન વિભાગે ચેકીંગ હાથ ધર્યું
7 જાન્યુઆરીના રોજ સાંજના સમયે સાવલીના વસંત પુરા ગામે અચાનક 30 જેટલા કાગડાઓના ભેદી સંજોગોમાં મૃત્યુ નિપજ્યા હતા. બનાવના પગલે પશુપાલન વિભાગને જાણ કરાતા પશુપાલન વિભાગની ટીમે મૃત કાગડાઓને સેમ્પલ લઇને ભોપાલ ખાતે મોકલ્યા હતા. જેમાના 3 જેટલા મૃત કાગડાઓમાં બર્ડ ફ્લુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગ્રામજનોમાં ફફડાટ તો પશુપાલન નાયબ નિયમકે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.
આરોગ્ય વિભાગની ટીમે દ્વારા ડોર ટુ ડોર ચેકિંગ
જેના પગલે સમગ્ર પંથકમાં ભારે ફફડાટ ફેલાયો છે. જ્યારે પોઝિટિવ રિપોર્ટના પગલે તાલુકાનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગની ટીમે પણ સમગ્ર વિસ્તારમાંડોર ટુ ડોર ચેકિંગ કરી નાગરિકોના સ્વાસ્થ્ય ચકાસણી માટે કવાયત હાથ ધરી છે. જ્યારે પશુપાલન વિભાગે આજુ-બાજુના 10 કિલોમીટરના વિસ્તારના તમામ પોલ્ટ્રી ફાર્મોમાં ચેકિંગ હાથ ધર્યું છે. આ અંગે માહિતી આપતા પશુપાલન નાયબ નિયામક ડૉ.પ્રકાશ દરજીએ ઈટીવી ભારત સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત 7 જાન્યુઆરીના રોજ સાવલીના વસંતપુરા ગામમાંથી હાલતમાં મૃત કાગડાઓ મળી આવ્યા હતા. જેમાંથી 5 મૃત કાગડાઓના સેમ્પલ ભોપાલની હાઈ સિકયુરિટી એનિમલ ડીસીઝ લેબમાં મોકલવામાં આવ્યા હતા.
પશુપાલન નાયબ નિયામક ડૉ.પ્રકાશ દરજીએ સાવચેતીની કરી અપીલ
કરજણના કિયા ગામે મૃત કબુતરો અને વડોદરાની રિલાયન્સ ટાઉનશીપમાંથી હાલતમાં મૃત મોર મળી આવ્યા હતા. જેઓના સેમ્પલ પણ ભોપાલ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, આ પક્ષીઓમાંથી પક્ષીઓમાં ફેલાતો રોગ છે. પક્ષીઓમાંથી માણસોમાં ફેલાતો રોગ નથી માટે લોકોને ગભરાવવાની જરૂર નથી પણ સાવચેતી રાખવા પશુપાલન નાયબ નિયામક ડૉ.પ્રકાશ દરજીએ જરૂર અપીલ કરી હતી.