ETV Bharat / state

ડભોઈના કડધરા નજીક આવેલી નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું, ડાંગરના પાકને ભારે નુકશાન - વડોદરા

ડભોઇ તાલુકાના કડધરા નજીક આવેલ કુંઢેલા બ્રાન્ચની નર્મદા કેનાલમાં મોટું ગાબળું પડ્યું હતું. તેમજ કેનાલ ઓવર ફ્લો થતા આસપાસના ખેતરોમાં ડાંગરના ઊભા પાકને ભારે નુકશાન થયું છે. 500 વીંઘા જમીનમાં કેનાલના પાણી ફરી વળ્યા હોવાનું ખેડૂતોનું કહેવું છે.

ડભોઈના કડધરા નજીક આવેલી નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું, ડાંગરના પાકને ભારે નુકશાન

author img

By

Published : Oct 22, 2020, 5:07 AM IST

  • નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સીલસીલો યથાવત
  • 500 વિઘાના પાકને ભારે નુકશાન
  • ડાંગરના ઉભા પાક પાણીમાં ગરકાવ થયા હતા

ડભોઇઃ તાલુકાના કડધરા ગામ નજીકથી પસાર થતી કુંઢેલા બ્રાન્ચની નર્મદા કેનાલમાં ગાબળું પડ્યું છે. તેમજ વધુ પાણી આવી જતાં કેનાલ ઓવર ફ્લો પણ થઈ હોવાને પગલે આ વિસ્તારના 500 ઉપરાંત જમીનમાં આવેલા ડાંગરના પાકને ભારે નુકશાન થયું છે. આ અંગે ખેડૂતો દ્વારા નર્મદા નિગમના વહીવટી અધીકારીઓને ઘણી વાર રજૂઆતો કરી છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હતું. આખરે હાલની કોરોનાં મહામારી અને લોકડાઉન જેવા સમયમાં કડધરા ગામના ખેડૂતોના ડાંગરના પાકને નુકશાન થતા ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

ડભોઈના કડધરા નજીક આવેલી નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું, ડાંગરના પાકને ભારે નુકશાન
ડભોઈના કડધરા નજીક આવેલી નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું, ડાંગરના પાકને ભારે નુકશાન

આત્મહત્યા કરવા મજબૂર બનતા ખેડૂતો

પૂરની પરીસ્થીતી વખતે પણ ખેડૂતોને ભારે નુકશાન થયું હતું. આમ અવાર નવાર ખેડૂતોને પાકમાં નુકશાન થતા ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બનતા હોય છે. જ્યારે નર્મદા નિગમના અધીકારીઓ કેનાલોની તકેદારી રાખતા ન હોય જેથી ગાબળું પડતું હોય છે. તો કેટલીક વાર કેનાલ ઓવર ફ્લો થતી હોય છે. જેને લઈ કેનાલની ગુણવત્તા ઉપર પણ સવાલો ઉઠવા પામ્યા છે. ડભોઇ પંથકની અનેક કેનલોમાં આવી રીતે ગાબડા પડતા હોય છે. જેને પગલે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવતો હોઈ છે.

ખેડૂતોને આશ્વાસન

નર્મદા કેનાલોમાં પાણી છોડવામાં આવે ત્યારે ખેડૂતોને જાણ કરવામાં આવે છે કે કેમ તે પણ હજી પ્રશ્ન ઊભો છે. આ અંગે નર્મદા નિગમના અધીકારીઓ ઘટના સ્થળે આવી પહોચતા ઇન્ચાર્જ ડે.એંજિનિયર એસ.એસ.વસાવાએ સ્થળ પરની હાલત જોઈ આ વિસ્તારના ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે અમો ઉપલી કક્ષાએ આ અંગે રિપોર્ટ મોકલીશુ અને ત્વરીત પગલા લઈ કેનાલ રીપેર કરાવીશું પણ ખેડૂતોને થયેલ નુકશાનની ભરપાઈ કેવી રીતે થશે તે પણ એક સવાલ છે. સરકાર આ ખેડૂતોને નુકશાન માટે સહાય કરશે કે કેમ તે તો આવનાર સમય બતાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.