- કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખની વિરુધ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી હતી
- ભાજપના 11 સભ્યોએ કોંગ્રેસ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી
- કોંગ્રેસ નગરપાલિકા શાસનમાં બીજી વાર અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસકો
બનાસકાંઠા: ધાનેરા નગરપાલિકામાં સત્તા પર બેઠેલી કોંગ્રેસને એક ફરી એકવાર જીવતદાન મળી ગયું છે. ચાર દિવસ અગાઉ ભાજપના સભ્યોએ પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી હતી. પરંતુ પૂરતું સંખ્યાબળ ધરાવતી કોંગ્રેસે આજે વિશ્વાસનો મત મેળવવા માટે બેઠક બોલાવીને વિશ્વાસનો મત મેળવી લેતા ભાજપ દ્વારા રજૂ કરવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો થયો છે.
કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખની વિરુધ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી
બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકામાં ફરી એક વખત સંકટના વાદળો ઘેરાયા છે. નગરપાલિકા માં પ્રમુખ, ઉપપ્રમુખ વિરુદ્ધ ભાજપના તમામ 11 સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જોકે, કોંગ્રેસ પાસે બહુમત હોવાથી ભાજપ અવિશ્વાસની દરખાસ્ત કેવી રીતે પસાર કરાવશે તેના પર સૌની નજર છે. થોડાક સમય પહેલા વિકાસના કામોમાં ગેરરીતિ બાબતે સત્તાધારી કોંગ્રેસના 16 સદસ્યોને કમિશનરે સસ્પેન્ડ કર્યા હતા. ધાનેરા નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખ સદસ્યોને વિશ્વાસમાં લીધા વિના મનસ્વીપણે કામ કરે છે અને વિકાસ કામો કરવામાં પણ નિષ્ફળ નિવડ્યા હોવાના આક્ષેપો સાથે ભાજપના તમામ 11 સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી.
આ પણ વાંચો: મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત મંજૂર
રાજકીય દાવપેચ ખેલવામાં ભાજપને ફરી એકવાર પછડાટ
ધાનેરા નગરપાલિકામાં રાજકીય દાવપેચ ખેલવામાં ભાજપને ફરી એકવાર પછડાટ ખાવાનો વારો આવ્યો છે. ધાનેરા નગરપાલિકામાં અત્યારે સત્તા પર કોંગ્રેસ છે. ત્યારે ભાજપ દ્વારા ચાર દિવસ અગાઉ કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખની વિરુધ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી હતી.. પરંતુ પૂરતું સંખ્યાબળ ધરાવતી કોંગ્રેસ શાસિત ધાનેરા નગરપાલિકાએ માત્ર ચાર દિવસમાં જ વિશ્વાસનો મત મેળવવા માટે આજે બેઠક બોલાવીને વિશ્વાસનો મત મેળવી લેતા ભાજપ દ્વારા લાવવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો થયો હતો.
આ પણ વાંચો: ભાજપમાં જોડાયાલા તાલુકા પંચાયત પ્રમુખ વિરુદ્ધ કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્ત
કોંગ્રેસે આસાનીથી વિશ્વાસનો મત મેળવી લીધો
આ અગાઉ પણ ભાજપના સભ્યો દ્વારા મુખ્યપ્રધાન સમક્ષ રજૂઆત કરતા ધાનેરા નગરપાલિકામાં બહુમતી ધરાવતી કોંગ્રેસના 17 સભ્યોને મ્યુનિસિપલ કમિશનરે સભ્યપદ પર ગેરરીતિ આચરવા બદલ સસ્પેન્ડ કરી દીધા હતા. બાદમાં કોંગ્રેસના આગેવાનો હાઇકોર્ટમાંથી સ્ટે લાવતા ભાજપનો દાવ નિષ્ફળ રહ્યો હતો. ત્યારબાદ ભાજપ દ્વારા અવિશ્વાસની દરખાસ્તનું અસ્ત્ર ઉગામવામાં આવતા કોંગ્રેસે આસાનીથી વિશ્વાસનો મત મેળવી લીધો છે.