વડોદડા શહેરના આજવા રોડથી એક ત્રાહિત વ્યક્તિનો મહિલા હેલ્પલાઈન 181માં (Women Helpline 181) કોલ આવ્યો હતો. જેમાં એક યુવતીને તેના પરિવાર દ્વારા મારઝૂડ કરવામા આવેલ હોવાની વાત કહેવામાં આવી હતી. તે કોલમાં મદદરૂપ બનવા અપીલ કરતા અભયમ રેસ્કયું ટીમ સયાજીગંજ વિસ્તારમાં તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરવા પહોંચી હતી જે પછી જાણવા મળેલ કે તેનાં પરિવાર દ્વારા હાથે પગે ગરમ તાવેતાથી મહિલાને ડામ દીધા હતાં. જેથી અભય ટીમ દ્રારા તેઓને પ્રાથમિક સારવાર અપાવી સુરક્ષિત સ્થાનમાં આશ્રય અપાવવામાં આવ્યો છે.
પોતાની જ દીકરીને ડામ મળતી વિગતો અનુસાર આ કેસ માં ત્રાહિત વ્યક્તિએ મદદ માગતા જણાવ્યું હતું કે તેમની દીકરી બેનપણી ઘરેથી ભાગીને આવી ગયા છે. તો તેમના માતા પિતાને સોંપવાના છે. અભયમ ટીમ ને 20 વર્ષની પીડિત યુવતી એ જણાવ્યું કે તેઓ ના પહેલા લગ્ન કર્યા હતા. ત્યાં તેઓ ને હેરાનગતિ હતી. તેથી છુંટાછેડા લીધા હતા. ત્યાર બાદ તેઓના બીજા લગ્ન એક મહિના પહેલાં કરવામા આવ્યા હતા. ત્યાં પણ સસરા અને પતિ હેરાન કરતા હતા. તો તેઓ તેમના પિયરમાં આવ્યા હતા. પણ પિયરમાં બધા બેન નો જ વાંક કાઢતા હતા. તેથી તેઓ કઈ બોલે કે બહાર નીકળતા તો ધમકી આપતા કે તેઓના વાળ કાપી નાખશું. કે કરંટ આપી ને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરીશું. અને સાસરીમાં પરત જવા દબાણ કરતા હતાં. તેથી તેઓ ડરના માર્યા ઘરેથી ભાગી જવાની કોશિશ કરી હતી. તેથી તેને પકડી ને લાવી ને તેઓ ના પગમાં ગરમ તવેતાથી ડામ આપ્યા જેથી કરી ફરી ભાગે નહિ.
પરિવારે તરછોડી અભયમ ટીમે (Women Helpline 181) તેમનાં પરિવારનેને આ રીતે પોતાની દીકરી પર ત્રાસ આપવા ગુનાહિત પ્રવૃતિ બંધ કરી દિકરીને શાંતિ થી રાખવાં સમજાવેલ શક્ય છે કે નવી સાસરીમાં પણ તેને ત્રાસ અપાતો હૉય પરતું તેમના પરિવારે જણાવેલ કે તેનો જ વાંક છે. તેને સાસરીમાં પરત જવું હૉય તો જ ઘર માં આવવા દઈએ નહી તો અમે તેને રાખવાના નથી. તેમના પરિવારે યુવતીની કોઈ જવાબદારી સ્વીકારવાની ના પાડેલી હતી. યુવતીએ જણાવેલ કે તેને સાસરીમાં ખુબ મારઝૂડ કરવામા આવે છે. જેથી પરત જવું નથી. આમ યુવતીને હાલ પૂરતા ઓ.એસ.સી માં અભયમ દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો.