ETV Bharat / state

વડોદરાઃ પાદરાના લતીપુરા ગામે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, ફરિયાદી મહિલા જ આરોપી નીકળી

author img

By

Published : Dec 20, 2020, 8:35 PM IST

Updated : Dec 20, 2020, 9:11 PM IST

પાદરા તાલુકાના લતીપુરામાં મહિલાને ચપ્પુની અણીએ લૂંટારુઓ લૂંટ કરી નાસી છૂટ્યા હોવાની ઘટનાનો ભેદ પાદરા પોલીસે ઉકેલી કાઢ્યો હતો. સખી મંડળની લોનની ભરપાઈ ન થતા ફરિયાદી મહિલાએ લૂંટ કરી હોવાનો ઢોંગ કરી પોતે જ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મહિલાની ધરપકડ કરી આ કાવતરામાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ આરંભી છે.

પાદરાના લતીપુરા ગામે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો

  • લતીપુરા ગામે ચપ્પુની અણીએ મહિલાને બાનમાં લઈ કરાયેલી લૂંટનો ભેદ ઉકેલાયો
  • ફરિયાદી માહિલા જ આરોપી હોવાનું આવ્યુ સામે
  • પોલીસે સ્થળ નિરીક્ષણ કરી ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો

વડોદરાઃ જિલ્લામાં પાદરા તાલુકાના લતીપુરા રોડ પર આવેલી ગીતાજંલી સ્કૂલની સામે રહેતા હેમાબેન પટેલ સાંજના સમયે ખેતરમાં આવેલા તેઓના ઘરમાં એકલા હતા ત્યારે એકલતાનો લાભ લઈને ત્રણ અજાણ્યા ઈસમોએ હેમાબેનને ચપ્પુની અણીએ ધમકાવીને ઘરની તિજોરીમાં મુકેલા સોનાના દાગીના સહિત રોકડ મળી રૂપિયા 88,500 ની મતાની ચોરી કરી લૂંટારાઓ ફરાર થયા હતા.

વડોદરા
પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો

પોલીસે ગણતરીના જ દિવસોમાં લૂંટનો ભેદ ઉકેલ્યો

જે બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના જ દિવસોમાં લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો છે. સમગ્ર ઘટનામાં ઢોંગી બનનારી પોતે ફરિયાદી માહિલા જ આરોપી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મહિલાની ધરપકડ કરી ચોરી કરેલો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે હેમાબેનની ક્રોસ તપાસ કરતા સમગ્ર હકિકત બહાર આવી

પોલીસે હેમાબેનની ક્રોસ તપાસ કરતા તેઓ પોલીસ સમક્ષ ભાંગી પડ્યા હતા અને લૂંટની ઘટના એક ઢોંગ રચ્યો હોવાનું જણાવ્યું હતું. આ અંગે ડીવાયએસપી હાર્દિક માકડીયાએ જણાવ્યું હતું કે, તારીખ 14 ડિસેમ્બરના રોજ પાદરાના લતીપુરામાં જે લૂંટની એફઆઈઆર નોંધવામાં આવી હતી તેમાં 5 દિવસની સઘન તપાસ બાદ એ તથ્ય બહાર આવ્યું છે કે, હકીકતમાં કોઈ લૂંટની ઘટના બની નથી અને જે ફરિયાદી હેમાબેન હતા તેમણે જ ઘરમાં ચોરી કરી હતી અને ઘરની આસપાસમાં જ ચોરી કરેલો મુદ્દામાલ છુપાવેલો હતો. પોલીસે તે સ્થળ પર પહોંચી ચોરી કરેલો તમામ મુદ્દામાલ કબ્જે લીધો હતો.

પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો

સખી મંડળમાંથી લીધેલી લોન ભરપાઈ ન થતાં આ કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું

હાલ તપાસમાં એ બહાર આવ્યું છે કે, હેમાબેને સખી મંડળમાંથી અંદાજીત 18 કે 19 હજારની લોન લીધી હતી અને જે લોનના પૈસા ચુકવવાની તારીખ હતી તે પુરી થઈ ગઈ હતી. જે બાબતે તેઓને પૈસા ભરવા માટે ઘરમાંથી કોઈ મદદ મળતી ન હતી. તેઓના પતિ કોઈ કમાણી કરતા નથી તેમજ સાસુ પાસેથી પણ કોઈ મદદ ન મળતાં મજબૂરીમાં આવીને આ પગલું ભર્યું હતું.

પોલીસે સ્થળ નિરીક્ષણ કર્યું
પોલીસે સ્થળ નિરીક્ષણ કર્યું

પોલીસે મહિલાની કરી અટકાયત

હાલ મહિલાની અટકાયત કરી આ પ્રકરણમાં અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Last Updated : Dec 20, 2020, 9:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.