ETV Bharat / state

161 પ્રજાતિઓના પક્ષીઓનું સ્વર્ગ એટલે કચ્છ, શું કહે છે બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ જાણો... - BIRD DIVERSITY REPORT 2023 24

રાજ્યના અનેક સ્થળ એવા છે જ્યાં વિવિધ પ્રકાર અને પ્રજાતિના પક્ષીઓ વધુ જોવા મળે છે. પક્ષી પ્રેમીઓ આવા સ્થળે જઈ ફોટોગ્રાફી કરવાનું વધુ પસંદ કરે છે. ત્યારે તાજેતરમાં જ બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ 2023-24 માં ગુજરાતના આ જિલ્લાના પંખીઓની વિવિધતા અંગે રસપ્રદ માહિતી અપાઈ છે. જાણો..., Bird Diversity Report 2023 24

પક્ષીઓનું સ્વર્ગ એટલે કચ્છ
પક્ષીઓનું સ્વર્ગ એટલે કચ્છ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 2, 2024, 5:24 PM IST

Updated : Oct 2, 2024, 5:36 PM IST

કચ્છ: કચ્છમાં લાખોની સંખ્યામાં વિવિધ પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે. તાજેતરમાં બર્ડ ડાયવર્સિટી રિપોર્ટમાં પણ કચ્છના પંખીઓની વિવિધતા અંગે રસપ્રદ માહિતી આપવામાં આવી છે. જેમાં કચ્છ જિલ્લામાં 161 પ્રજાતિઓના 4.56 લાખ જેટલાં પક્ષીઓ જોવા મળ્યાં છે. તો કચ્છના વિવિધ વિસ્તારોમાં જોવા મળતા વિવિધ પ્રજાતિઓના પક્ષીના વીડિયો કચ્છના પ્રખ્યાત વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર અશોક ચૌધરી દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે, જે જોવામાં પણ ખૂબ સુંદર અને આકર્ષક લાગે છે.

પક્ષીઓનું સ્વર્ગ એટલે કચ્છ (ETV Bharat Gujarat)

સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે પક્ષીઓ કચ્છમાં: રણ, ડુંગર અને દરિયો એમ ત્રણેયનો સમન્વય ધરાવતો કચ્છ પ્રવાસીઓને તો આકર્ષે જ છે સાથે સાથે દેશ વિદેશના વિવિધ પ્રજાતિના પક્ષીઓને પણ આકર્ષે છે. કચ્છમાં પ્રકૃતિ પણ હવે દિવસેને દિવસે ખીલી રહી છે ત્યારે તાજેતરમાં સમગ્ર રાજ્યમા પક્ષી ગણતરી હાથ ધરવામાં આવતાં અલગ અલગ પ્રજાતિના પક્ષીઓ માટે કચ્છ જાણે સ્વર્ગ હોવાથી સમગ્ર રાજ્યમાં કચ્છમાં પક્ષીઓની સંખ્યા સૌથી વધારે છે.

કચ્છમાં વિવિધ પ્રજાતિના પક્ષીઓ જોવા મળ્યા
કચ્છમાં વિવિધ પ્રજાતિના પક્ષીઓ જોવા મળ્યા (ETV Bharat Gujarat)

કચ્છ જિલ્લામાં 162 પ્રજાતિઓના પક્ષીઓ: જાણીતા પક્ષીવિદ નવીનભાઈ બાપટના જણાવ્યા મુજબ કચ્છના મનમોહક રણના સૌંદર્યથી આકર્ષાઇ વિવિધ દેશના યાયાવર પક્ષીઓ દર વર્ષે લાખોની સંખ્યામાં કચ્છની ધરતી પર પડાવ નાખે છે.હાલમાં રાજ્ય સરકારના બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ અનુસાર સરહદી કચ્છ જિલ્લામાં 162 પ્રજાતિઓના 4.50 લાખથી વધુ પક્ષીઓ જોવા મળ્યાં છે.તો 60 વર્ષના પક્ષી વિદ તરીકેના અનુભવમાં 7.5 લાખ જેટલા ફ્લેમિંગોને ફ્લેમિંગો સીટીમાં બચ્ચા ઉછેરતા જોયા છે.

કચ્છમાં અનેક દુર્લભ પક્ષીઓ: કચ્છના રણપ્રદેશમાં છારી ઢઢ વિસ્તારમાં, રોડ ટુ હેવન વિસ્તારમાં તેમજ બર્ડ સેન્ચ્યુરી અને ફ્લેમિંગોસિટીમાં મોટી માત્રામાં પક્ષીઓ જોવા મળતા હોય છે. તો અમુક 52 જેટલી પ્રજાતિઓના દુર્લભ પક્ષીઓ માત્ર કચ્છમાં જ જોવા મળતા હોય છે. દેશ વિદેશના વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર પણ કચ્છમાં આવીને વિવિધ પક્ષીઓની પ્રવુતિઓ પોતાના કેમેરામાં કેદ કરતા હોય છે.

કચ્છમાં 4.56 લાખ જેટલા પક્ષીઓ: વન વિભાગ દ્વારા બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ 2023-24 જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ટેકનોલોજી, રોજગારી, રોકાણ, પ્રવાસન, પર્યાવરણ, વન્ય જીવ સંરક્ષણ અને સુરક્ષા સહિત અનેક ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે તેવું જણાવવામાં આવ્યું છે. તો રાજ્યમાં અંદાજિત 18થી 20 લાખની વિવિધ પક્ષી વસ્તી જોવા મળી હોવાનું જણાવવામાં આવ્યું છે જેમાં કચ્છ મોખરે છે અને કચ્છમાં 4.56 લાખ જેટલા પક્ષીઓ નોંધાયા છે.

કચ્છની ઇકોસિસ્ટમ્સ પક્ષીઓની વિવિધતાને આકર્ષે છે: કચ્છની ઇકોસિસ્ટમ્સ પક્ષીઓની વિવિધતાને તો આકર્ષે જ છે સાથે સાથે દેશભરના પક્ષીવિદો્- પ્રેમીઓને પણ આકર્ષિત કરે છે. કચ્છના રણના વિશાળ મીઠાના ફ્લેટ્સ, સ્થળાંતર ઋતુ દરમિયાન લાખોની સંખ્યામાં ગ્રેટર ફ્લેમિંગોનું આગમન થાય છે. ફ્લેમિંગોસિટીમાં ગુલાબી રંગના ફ્લેમિંગો જોવા મળતા હોય છે. કચ્છ છે તે સ્થાનિક પક્ષીઓ તેમજ યાયાવર એટલે કે વિદેશી પક્ષીઓના હોટસ્પોટ તરીકે બની ગયું છે.

પક્ષીઓના સર્વેક્ષણ માટે ઈ-બર્ડ પ્લેટફોર્મ: કચ્છના છારીઢંઢની કુલ 22,700 હેક્ટર જમીનમાં 150થી વધુ પ્રજાતિઓના 30,000થી વધુ પક્ષીઓ માટે સંરક્ષણ ક્ષેત્ર છે. રાજ્ય સરકારના વનવિભાગ દ્વારા સ્થાનિક પક્ષીઓ તેમજ યાયાવર પક્ષીઓના સર્વેક્ષણ માટે ઈ-બર્ડ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે, જેના આધારે ગુજરાતમાં પક્ષી વિવિધતા સર્વેક્ષણની આંકડાકીય માહિતી પ્લેટફોર્મ પર નિયમિત અપલોડ કરવામાં આવશે.

શિયાળાની ઋતુ દરમિયાન વિદેશી નયનરમ્ય પક્ષીઓનું આગમન: કચ્છ જિલ્લામાં શિયાળાની ઋતુ દરમિયાન વિદેશી નયનરમ્ય પક્ષીઓનું આગમન થતું હોય છે જેમાં great white pelican, brown pelican, Dalmatian Pelican, Painted stork, grey heron, little blue heron, great egret, little egret, spotted whistling duck, marbled duck, plover, red wattled lapwing, red naped Ibis, greater flamingo, lesser flamingo વગેરે જેવા પક્ષીઓ કચ્છના વિવિધ વિસ્તારોમાં જોવા મળે છે.

કચ્છમાં જોવા મળતી વિવિધ પ્રજાતિઓ: આ ઉપરાંત દુર્લભ કહી શકાય તેવું ઘોરાડ પક્ષી કે જે હવે માત્ર સમગ્ર દેશમાં 50 જેટલા જ રહ્યા છે તે પણ કચ્છમાં જોવા મળે છે. સ્થાનિક પક્ષીઓ તો જોવા મળે જ છે સાથે સાથે દુર્લભ પ્રજાતિના પક્ષીઓ પણ જોવા મળે છે. કચ્છમાં ગ્રીન બી ઇટરની વિવિધ પ્રજાતિઓ, કિંગફિશરની વિવિધ પ્રજાતિઓ, Rufus tail scrub Robin, વિવિધ પ્રજાતિના ઘુવડ, ગીધ, એશિયન ડેઝર્ટ વરબ્લેર, painted sandgrouse, black rumped flameback, barbary falcon, eagle, white browed bush chat, raptor, brown headed barbet, crab plover , great stone curlew , sociable lapwing, grey headed canary flycatcher, paradise flycatcher, lesser florican, short toed snake, Egyptian vulture, sarus crane, black francolin, Merlin, indian silver bill, , indian courser, knob billed duck, greater painted snipe, indian pond heron, black redstart, alexandrine parakeet, green avadavat, Jacobin cuckoo, common crane, lesser green leafbird, hoopoes વગેરે જેવી અનેક પ્રજાતિઓ જોવા મળે છે.

આ પણ વાંચો:

  1. છેલ્લા 99 વર્ષથી યોજાતી પોરબંદરની પારંપરિક ગરબી: જ્યાં માત્ર પુરુષો જ ગાય છે ગરબી, જાણો - Traditional Garbi of Porbandar
  2. ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધી જયંતિની ઉજવણી, 18 હજાર ગામોમાં ફરશે ગાંધીગ્રામ જીવન પદયાત્રા - Gandhi Jayanthi 2024

Last Updated : Oct 2, 2024, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.