મહેસાણા : સ્પાઈસ સિટી તરીકે ઓળખાતા એશિયાના સૌથી મોટા માર્કેટ યાર્ડ એવા મહેસાણાના ઉંઝા માર્કેટ યાર્ડમાં જીરાની આવક શરૂ થઈ છે. હાલમાં જીરૂની દૈનિક 7 થી 8 હજાર બોરીની આવક થઈ રહી છે.
ઉંઝા APMCમાં જીરાની આવક શરૂ : હાલમાં જીરૂની આવક શરૂ થતા ઉંઝા માર્કેટ યાર્ડમાં પ્રતિદિન 7000થી 8000 બોરીની આવક નોંધાઈ રહી છે. હાલમાં એક્સપોર્ટ ક્વોલિટીના જીરુંના રુપિયા 4500 થી 4800 ના ભાવ મળી રહ્યો છે. હાલના ભાવ મુજબ જીરાની નિકાસ પણ સારું રહેશે. સ્થાનિક વેપાર પણ સારો રહેવાનો અંદાજ છે.
શું જીરુંના ભાવ હજી ઘટશે ? વેપારીઓના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં ગત વર્ષ જેટલું જ ચાલુ વર્ષે વાવેતર થયાનો અંદાજ છે. તો ગુજરાતમાં ગત વર્ષ કરતા ચાલુ વર્ષે વાવેતર ઓછું થયાનો અંદાજ છે. હાલના જીરુંના ભાવ ઓછા છે, આનાથી ઓછા ભાવ થશે એવું લાગતું નથી.
એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ : મહેસાણા ઊંઝા APMCમાં જીરૂની આવક વધી છે. ઊંઝા એટલે એશિયાના સૌથી મોટું માર્કેટ યાર્ડ તરીકે નામના ધરાવતું શહેર, જ્યાંના મસાલાની સુવાસ સમગ્ર દુનિયામાં પ્રસરેલી છે. ઊંઝાથી જીરું અને વરિયાળીની નિકાસ સમગ્ર વિશ્વમાં થાય છે.