નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) 1 જાન્યુઆરી, 2025થી નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે. તેનાથી દેશના કરોડો બેંક ખાતાઓને અસર થઈ શકે છે. નવા નિયમો લાગુ થયા બાદ ખાતાધારકોને બેંક ખાતા સંબંધિત ઘણી સુવિધાઓ ગુમાવવી પડી શકે છે. એટલું જ નહીં RBIની નવી ગાઈડલાઈન હેઠળ ત્રણ પ્રકારના બેંક ખાતા બંધ કરવામાં આવશે.
બેંકિંગ વ્યવહારોને વધુ સુરક્ષિત, પારદર્શક અને અસરકારક બનાવવા માટે RBIએ આ પગલું ભર્યું છે. નવા નિયમોનો ઉદ્દેશ્ય ખાતાધારકો સાથે છેતરપિંડી અટકાવવા, ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપવા અને બેંકિંગ સિસ્ટમમાં સુધારો કરવાનો છે.
તમને જણાવી દઈએ કે RBI જે ખાતાઓને બંધ કરવાની યોજના બનાવી રહી છે તેમાં ડોર્મેટ એકાઉન્ટ, નિષ્ક્રિય એકાઉન્ટ અને ઝીરો બેલેન્સ એકાઉન્ટનો સમાવેશ થાય છે.
ડોર્મેટ એકાઉન્ટ
ડોર્મેટ એકાઉન્ટ એવા બેંક ખાતા છે જેમાં બે વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ ટ્રાન્ઝેક્શન થયા નથી. નોંધનીય છે કે સાયબર ગુનેગારો આ એકાઉન્ટને સૌથી વધુ નિશાન બનાવે છે.
નિષ્ક્રિય એકાઉન્ટ
જે એકાઉન્ટ છેલ્લા 12 મહિના કે તેથી વધુ સમયથી સક્રિય નથી તે પણ બંધ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, જો તમારું એકાઉન્ટ નિષ્ક્રિય છે, તો તેને તરત જ સક્રિય કરો.
ઝીરો બેલેન્સ એકાઉન્ટ
જો કોઈ ખાતામાં લાંબા સમય સુધી ઝીરો બેલેન્સ રહેશે તો તે એકાઉન્ટ પણ બંધ થઈ જશે. ખાતાના દુરુપયોગને રોકવા, નાણાકીય જોખમ ઘટાડવા અને ગ્રાહકોને બેંક સાથે સક્રિય સંબંધ જાળવવામાં મદદ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
એકાઉન્ટ બંધ થવાથી કેવી રીતે બચવું?
જો તમે ઈચ્છો છો કે નવા નિયમો લાગુ થયા પછી તમારું ખાતું બંધ ન થાય, તો શક્ય તેટલી વહેલી તકે તમારું KYC અપડેટ કરાવો. આ માટે તમારે બેંકની શાખામાં જવું પડશે. આ સિવાય તમે ઓનલાઈન માહિતી પણ અપડેટ કરી શકો છો.
તે જ સમયે, જો તમારા ખાતામાં ઝીરો બેલેન્સ છે, તો ખાતરી કરો કે તમારા બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ છે આ સિવાય, ખાતાને સક્રિય રાખવા માટે નિયમિત ટ્રાન્ઝેક્શન કરવાનું ચાલુ રાખો.
આ પણ વાંચો: