ભાવનગર: ગાંધીજયંતિ એટલે માત્ર બસ બોલી નાખવાથી નહીં ચાલે. યુવાનોએ ગાંધીજીના મૂલ્યો અને સિદ્ધાંતોને ઓળખવા હશે, તો તેમના જીવનચરિત્રમાં ડૂબકી લગાવવી પડશે. જો કે ડિજિટલ યુગમાં જ્યાં ગાંધીને લઈને લોકોમાં ઘણી માન્યતાઓ-ગેરમાન્યતાઓ છે ત્યારે ગાંધીજીના પુસ્તકોમાં વાચકોનો રસ ખાસ યુવાનોમાં કેટલો છે. આજે યુવાનો સહિતના વાચકો ગાંધીજીના પુસ્તકને આવકારે છે. આ માટે લોકમિલાપ ટ્રસ્ટની મુલાકાત લીધી હતી.
મેઘાણી પરિવારના સભ્ય ગોપાલભાઈ મેઘાણીએ જણાવ્યું હતું કે,'ગાંધીજીનું કામ કરનારી ઘણી બધી સંસ્થાઓ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં છે અને થોડી સૌરાષ્ટ્રમાં પણ છે, જે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ અને સંસ્કાર આપે છે. ગાંધીજીના પુસ્તકોનું કામ નવજીવન ટ્રસ્ટ અને સાબરમતી આશ્રમ ખૂબ સારી રીતે કરે છે અને એ લોકો કિંમત ઘણી વ્યાજબી રાખે છે અને ખાસ કરીને યુવાન પેઢીને ગાંધીજીની આત્મકથા ગાંધી જીવન કથામાં ઘણો રસ પડે છે.'
આજના યુવાનોમાં ગાંધીજી ક્યાં: લોકમિલાપ ટ્રસ્ટના સંચાલક યશ મેઘાણીએ જણાવ્યું હતું કે,'બરોબર ગાંધીજી એક્ચ્યુલી સર્વત્ર છે, આપણી વચ્ચેથી ગાંધીજીને મિટાવી શકાય એવું શક્ય નથી. આપણે આટલા વર્ષો પછી એમને યાદ કરીએ છીએ. એવું થઈ ગયું છે કે ગાંધી જયંતિ એટલે લોકોને ઉત્સાહ એવો હોય કે એક રજા વધારે મળી જાય, પણ હકીકતમાં એવું નથી. એમના કામનું આપણે કોઈ રીતે અનુસરણ કરી શકીએ તો એ વધારે સારું રહેશે.
ડિજિટલ પછી પુસ્તકો વંચાતા થોડાક ઓછા થયા છે, એટલું બધું વેચાણ ઘટ્યું નથી. છતાં પણ ગાંધીજીના પુસ્તકો આટલા વર્ષે પણ એટલો જ સારો રિસ્પોન્સ છે. અમે પણ સામાન્ય રીતે એવું રેકમેન્ડ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે, ખાસ તો યુવાનો આવે કારણ કે જે સિનિયર સિટીઝન છે એ લોકેને તો ખ્યાલ ઘણો વધારે હોય છે, પણ જે નવી જનરેશન છે એને ખ્યાલ આવે કે ગાંધીજીએ શું કામ કર્યું એની માટે ગાંધીજીની જે ઓટોબાયોગ્રાફી છે એ આપણે બધાને રેકમેન્ડ કરવાની ટ્રાય કરતા હોઈએ છીએ. આજની યુવા પેઢી ગાંધીજીનું અત્યારે પણ મહત્વ કેટલું બધું છે. એના વિશે વાંચશે તો તેમને ખ્યાલ આવશે.
ગાંધીજીના પુસ્તકોનું અનેક ભાષામાં અનુવાદ: યશ મેઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે,'આજે ગાંધી જયંતિ છે. એટલે હું આ વસ્તુ થોડું મારી રીતે રિસર્ચ કરતો હતો ત્યારે મેં જોયું કે આ પુસ્તકની લગભગ 16 થી 18 ભાષામાં હિન્દી સિવાય બધી ભાષાઓમાં અનુવાદ થયા છે, અને લગભગ એવો આંકડો બહાર આવ્યો છે કે એક કરોડથી વધારે પુસ્તકોનું વેચાણ થયું છે. જુદી જુદી ભાષામાં એટલે એ હવે આટલી વસ્તીના પ્રમાણે તમે જુઓ તો એક કરોડ લોકો સુધી લગભગ આ પુસ્તક પહોંચ્યું છે. એટલે હજી પણ વેચાણ એવું છે, અને સસ્તું પણ બહુ છે. આટલું જાડું પુસ્તક લગભગ અત્યારે ફક્ત 100 રૂપિયામાં મળે છે. એમાં પણ આપણે અલગથી વળતર આપતા હોઈએ છીએ, એટલે પુસ્તક છે સરસ લોકો વાંચે છે એનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરે છે. જીવનમાં કંઈક નવું ઉતારીને સરસ લાવે છે એ અગત્યનું છે.
આ પણ વાંચો: