- સરકારની નવી ગાઇડલાઇન આવતા રાત્રીના કામો થયા રદ
- રાત્રી કર્ફ્યૂના કારણે ઇવેન્ટ ઓર્ગેનાઇઝરની હાલત કફોડી
- રાત્રી કર્ફ્યૂથી ફંકશન રદ થતા 25થી 30 કરોડનું નુકસાન
વડોદરા: વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે ભારત દેશ પણ કોરોના મહામારીથી બાકાત નથી. માર્ચ મહિનાથી લોકડાઉન થતા છેલ્લા દસ મહિનાથી વેપાર-ધંધામાં મંદી છવાએલી છે. સરકાર દ્વારા લોકડાઉનમાં છૂટ-છાટ આપ્યા બાદ વેપાર-ધંધો શરૂ થયો હતો. માર્ચ મહિનાથી દિવાળી સુધીમાં વેપારીઓની હાલત કફોડી બની હતી. દિવાળીના થોડા દિવસ અગાઉ વેપારીઓએ ધંધા રોજગાર ચલાવ્યા હતા. દિવાળી બાદ કોરોનાના કેસમાં વિસ્ફોટ થયો છે. તેને લઈને વડોદરામાં પણ રાત્રી કર્ફ્યૂ લાદવામાં આવ્યું છે. વેપાર-ધંધા સાથે સંકળાયેલાની આસા પર પાણી ફેરવાઈ ગયું હતું. દેવ દિવાળી બાદ લગ્નની મોસમ શરૂ થતી હોય છે ત્યારે રાત્રી કર્ફ્યૂ નાખી દેતા ઇવેન્ટ ઓર્ગેનાઇઝરરોની હાલત ખૂબ જ કફોડી બની છે.
વડોદરા ફરાસખાના એસોસિએશનમાં 500થી વધુ લોકો જોડાએલા છે તેમાં 350 રજીસ્ટર
નાનામા નાનું ફંકશન કરવું હોય કે પછી મોટા મોટા પોગ્રામમાં પાંચ હજાર લોકોનું કામ કરવું હોય ત્યારે લોકો ઓર્ગેનાઇઝરને કામ સોપતા હોય છે. વડોદરા શહેરમાં ફરાસખાના એસોસિએશનમાં 500થી વધુ લોકો જોડાયેલા છે. જેમા 350થી લોકોએ રજીસ્ટેશન કરાવેલું છે. લગ્નની મોસમમાં રાત્રી કર્ફ્યૂ નાખી દેતા ઓર્ગેનાઇઝર જે કામો રાત્રીના હતા એ બધા રદ થયા હતા.
ફરાસખાના એસોસિએશનને દર મહિને ત્રણથી પાંચ લાખનું નુકસાન
ઇવેન્ટ ઓર્ગેનાઇઝર લાઈટીંગ,પાર્ટી પ્લોટ, કેટરીના, સંગીત સંધ્યા, ડીજે બેન્ડ, મહેંદી રસમ સહિત ઓર્ગેનાઈઝ કરતા હોય છે. હવે રાત્રીના કામો ન થતા 25 કરોડનું નુકસાન દોઢ મહિનામાં ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલાને થયું છે. ઇવેન્ટ ઓર્ગેનાઇઝર સ્કૂલોના ફંકશન કોર્પોરેટ કંપનીના ફંકશન અને મેરેજ ફંકશન ઓર્ગેનાઈઝ કરતા હોય છે. સરકારની નવી ગાઇડલાઇન મુજબ 31 ડિસેમ્બર સુધી કોઈપણ પ્રકારના રાત્રીના પ્રોગ્રામ રદ કરાતા હવે આગામી નાતાલ અને 31 ડિસેમ્બરમાં પણ કોઈ ઇવેન્ટ ના હોવાના કારણે દર મહિને એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝરને 3થી 5 લાખનું નુકસાન થાય છે. ઓફીસનું ભાડું લાઈટ બિલ ,સ્ટાફનો પગાર સહિત ભરપાઇ કરવી પડે છે.
ડિપ્રેશનમાં આવીને DJ સંચાલક સહિત બે લોકોએ આત્મહત્યા કરી
રાત્રી કર્ફ્યૂ નખાતા DJ સાથે સંકળાયેલા સંચાલકે આત્મહત્યા પણ કરી હતી. વડોદરામાં બે લોકોએ આત્મહત્યા ડિપ્રેશનમાં આવીને કરી છે. હવે વડોદરા શહેર ફરાસખાના એસોસિયેશન એડવાઇઝરી બોર્ડ મેમ્બરના લાલાભાઇ શ્યામ વાળાએ જણાવ્યું હતું કે સરકારે અમુક વેપાર-ધંધામાં રાહત આપી છે. ત્યારે અમારા ફરાસખાના એસોસિએશનના મેમ્બર GST વ્યવસાય વેરો અને ઇન્કમટેક્સમાં રાહત આપે તેવી માગ સરકારને કરી છે.