ETV Bharat / state

વડોદરામાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના અસ્થિ હરિદ્વારમાં કરાયા વિસર્જન - corona update

કોરોના મહામારી દરમિયાન કોરોનાના મૃતકોના અસ્થિઓ લેવા પણ તેમના પરિવારજનો આવતા નથી. જેથી વડોદરામાં અસ્થિઓના ઢગલાઓ થઇ રહ્યા છે. આવા સમયે વડોદરા શહેરની ટીમ રિવોલ્યુશને કોરોનાના મૃતકોના અસ્થિઓનું હરિદ્વારમાં ગંગા નદીમાં વિસર્જન કર્યુ હતું.

વડોદરામાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના અસ્થિ હરિદ્વારમાં કરાયા વિસર્જન

author img

By

Published : May 24, 2021, 8:26 AM IST

  • કોરોનામાં મૃત્યુ પામેલા 22 લોકોના અસ્થિઓનું વિસર્જન કરાયું
  • હરિદ્વાર ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું
  • કોરોનામાં મૃત્યુ થયુ હોવાથી પરિવારજનો અસ્થિ લેવા આવતા નથી
  • સ્મશાનોમાં અસ્થિઓના ઠગલા થઈ રહ્યા હતા

વડોદરાઃ કોરોના મહામારી દરમિયાન કોરોનાના મૃતકોના અસ્થિઓ લેવા તેમના પરિવારજનો આવતા નથી. જેથી વડોદરામાં અસ્થિઓના ઢગલાઓ થઇ રહ્યા છે. આવા સમયે વડોદરા શહેરની ટીમ રિવોલ્યુશને કોરોનાના મૃતકોના અસ્થિઓનું હરિદ્વારમાં વિસર્જન કરવાનું બીડુ ઝડપ્યું હતું. જેમાં ટીમ રિવોલ્યુશને કોરોનાથી મૃત્યુ પામેલા 22 લોકોના અસ્થિઓનું હરિદ્વારમાં ગંગા નદીમાં વિધિવત રીતે વિસર્જન કર્યું.

વડોદરામાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના અસ્થિ હરિદ્વારમાં કરાયા વિસર્જન

આ પણ વાંચોઃ સુરતના એકતા ટ્રસ્ટ કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના અસ્થિઓનું ગંગામાં કરશે વિસર્જન

ગંગામૈયાના સાનિધ્યમાં તમામ ધાર્મિક પૂજા વિધિ કરી અસ્થિઓનું વિસર્જન કરાયું

વડોદરાની ટીમ રિવોલ્યુશનના માધ્યમથી સ્વેજલ વ્યાસ તમામ અસ્થિઓને લઇને હરિદ્વાર પહોંચ્યા અને ગંગામૈયાના સાનિધ્યમાં તમામ ધાર્મિક પૂજા વિધિ કરી અસ્થિઓનું વિસર્જન કર્યું હતું. વડોદરાથી સ્વેજલ વ્યાસ અને ટીમ રિવોલ્યુશનના સભ્યોએ આવનારા સમયમાં પણ આવી રીતે અસ્થિ વિસર્જન કરવાની જવાબદારી લીધી છે

મનુષ્યના મૃત્યુ પછી શરીરને અગ્નિદાહ આપવામાં આવે છે

હિન્દુ સંસ્કૃતિમાં અને પુરાણોમાં કહેવાયું છે કે, મનુષ્યના મૃત્યુ પછી શરીરને અગ્નિદાહ આપવામાં આવે છે અને અસ્થિઓનું પવિત્ર નદીમાં વહેતા પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. ત્યારે જ મૃતકના આત્માને મોક્ષ મળે છે અને નવું જીવનદાન મળે છે.

આ પણ વાંચોઃ વડોદરા સેવા ભાવિ સંસ્થા દ્વારા કોરોના માં મૃત્યુ પામેલા લોકોનું અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું

તમામ આત્માઓને ગંગામૈયા મોક્ષ આપે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ

સ્વેજલ વ્યાસે કહ્યું હતું કે, વડોદરામાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના અસ્થિઓનું એમના પરિવાર દ્વારા વિસર્જન કરવામાં ન આવતા આજે અમે તેમના અસ્થિઓનું વિસર્જન કર્યું છે અને તમામ આત્માઓને ગંગામૈયા મોક્ષ આપે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.