ETV Bharat / state

વડોદરા એમ.એસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ BCA વિવાદને લઈ કર્યો વિરોધ - એમ એસ યુનિવર્સિટી

વડોદરાની એમએસ યુનિવર્સિટી દ્વારા બીસીએમાં પ્રતિનિધિત્વ કરવા મયંક પટેલ પસંદગી બાદ થયેલા વિવાદ અંગે વિદ્યાર્થી નેતાઓએ યુનિવર્સિટીમાં BCA પ્રમુખના પૂતળાનું દહન કરી આક્રોશ ઠાલવ્યો હતો.

vadoadr
vadodara
author img

By

Published : Jan 6, 2021, 9:12 AM IST

  • એમ.એસ. યુનિ બીસીએના પ્રમુખનું પૂતળા દહન
  • યુજીએસ રાકેશ પંજાબીના આગેવાનીમાં વિરોધ
  • ડી એન હોલ ખાતે વિરોધ

    વડોદરાઃ વડોદરાની એમએસ યુનિવર્સિટી દ્વારા બીસીએમાં પ્રતિનિધિત્વ કરવા મયંક પટેલ પસંદગી બાદ થયેલા વિવાદ અંગે વિદ્યાર્થી નેતાઓએ યુનિવર્સિટીમાં BCA પ્રમુખના પૂતળાનું દહન કરી આક્રોશ ઠાલવ્યો હતો.

    સિન્ડિકેટ સભ્યને બીસીએમાં સ્થાન અપાવા વિદ્યાર્થીઓને હાથો બનાવાના આક્ષેપ

    તાજેતરમાં મળેલી એમ.એસ. યુનિવર્સીટી સિન્ડિકેટની બેઠકમાં બીસીએમાં યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે મયંક પટેલની વરણી કરાઈ હતી. જોકે બીસીએ દ્વારા સિન્ડિકેટ સભ્ય મયંક પટેલનો અસ્વીકાર કરી બીસીએમાં સ્થાન ન અપાતા વિવાદ સર્જાયો છે. જેના વિરોધમાં યુનિવર્સિટીના યુજીએસ રાકેશ પંજાબી, વીપી કક્ષા પટેલની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં એકત્ર થઈ ડી.એન હોલ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે બીસીએ પ્રમુખ પ્રણવ અમીનના પૂતળાનું દહન કરી ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.
    વડોદરા એમ.એસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ BCA વિવાદને લઈ કર્યો વિરોધ

વિદ્યાર્થીઓના પ્રશ્ને છેલ્લા છ માસથી નહીં દેખાતા વિદ્યાર્થી નેતાઓનો વિરોધ

ઉલ્લેખનીય છે કે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી અને બીસીએ વચ્ચે વિવાદ ઉગ્ર બન્યો છે. જેમાં યુનિવર્સીટીના સિન્ડિકેટ સભ્યને સ્થાન ન અપાતા વિવાદ સર્જાયો છે. ત્યારે બીજી તરફ સિન્ડિકેટ સભ્ય મયંક પટેલને બીસીએમાં પ્રતિનિધિત્વ મેળવવા માટે વિદ્યાર્થીઓને હાથો બનાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓના પ્રશ્ને છેલ્લા છ માસથી નહી દેખાતા વિદ્યાર્થી નેતાઓ અચાનક જ વિરોધ કરવા સામે આવતા ચર્ચાનો વિષય બન્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.