વડોદરા: આવનાર તહેવારોને ધ્યાનમાં લઈ વડોદરા પશ્ચિમ રેલવે દ્વારા વિશ્વામિત્ર રેલવે સ્ટેશનથી મહારાષ્ટ્રના કુંડાલ સુધી મુસાફરોની સુવિધા માટે અને ગણપતિ ઉત્સવ 2023 દરમિયાન વધારાના ધસારાને સમાવવા માટે વધારાની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. આ સુવિધા પશ્ચિમ રેલવેએ વડોદરાના વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી મહારાષ્ટ્રના કુડાલ વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.
-
पश्चिम रेलवे द्वारा यात्रियों की सुविधा तथा गणपति महोत्सव 2023 के दौरान अतिरिक्त भीड़ को समायोजित करने के उद्देश्य से विश्वामित्री-कुडाल के बीच विशेष किराये पर स्पेशल ट्रेनें चलाने का निर्णय लिया गया है।@WesternRly @RailMinIndia pic.twitter.com/8YMMlow4QE
— DRM Vadodara (@DRMBRCWR) July 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">पश्चिम रेलवे द्वारा यात्रियों की सुविधा तथा गणपति महोत्सव 2023 के दौरान अतिरिक्त भीड़ को समायोजित करने के उद्देश्य से विश्वामित्री-कुडाल के बीच विशेष किराये पर स्पेशल ट्रेनें चलाने का निर्णय लिया गया है।@WesternRly @RailMinIndia pic.twitter.com/8YMMlow4QE
— DRM Vadodara (@DRMBRCWR) July 27, 2023पश्चिम रेलवे द्वारा यात्रियों की सुविधा तथा गणपति महोत्सव 2023 के दौरान अतिरिक्त भीड़ को समायोजित करने के उद्देश्य से विश्वामित्री-कुडाल के बीच विशेष किराये पर स्पेशल ट्रेनें चलाने का निर्णय लिया गया है।@WesternRly @RailMinIndia pic.twitter.com/8YMMlow4QE
— DRM Vadodara (@DRMBRCWR) July 27, 2023
વિકલી 4 ટ્રીપ: આ સુવિધા માટે ટ્રેન નંબર 09150/09149 વિશ્વામિત્રી - કુડાલ વીકલી સ્પેશિયલ વિકલી 4 ટ્રીપ ટ્રેન નંબર 09150 વિશ્વામિત્રી - કુડાલ વીકલી સ્પેશિયલ વિશ્વામિત્રીથી દર સોમવારે 10.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 04.10 કલાકે કુડાલ પહોંચશે. આ ટ્રેન 18 સપ્ટેમ્બર અને 25 સપ્ટેમ્બર 2023ના રોજ દોડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09149 કુડાલ - વિશ્વામિત્રી સાપ્તાહિક વિશેષ દર મંગળવારે કુડાલથી 06.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 01.00 કલાકે વિશ્વામિત્રી પહોંચશે. આ ટ્રેન 19મી સપ્ટેમ્બર અને 26મી સપ્ટેમ્બર 2023ના રોજ દોડશે.
ટ્રેનનો રૂટ: આ ટ્રેન ભરૂચ, સુરત, વાપી, પાલઘર, વસઈ રોડ, પનવેલ, રોહા, માનગાંવ, ખેડ, ચિપલુણ, સાવરદા, અરવલી રોડ, સંગમેશ્વર રોડ, રત્નાગીરી, અદાવલી, વિલાવડે, રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, નંદગાંવ રોડ, કંકાવલી ખાતે ઉભી રહેશે. બંને સિંધુદુર્ગ સ્ટેશન પર રોકાશે.
ઓનલાઈન બુકીંગ: આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. ટ્રેન નંબર 09150 માટે બુકિંગ 27મી જુલાઈ 2023થી તમામ PRS કાઉન્ટર અને IRCTCની વેબસાઈટ પર ખુલશે. ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.
(પ્રેસનોટ આધારિત)