ETV Bharat / state

Vadodara News : કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઠંડીથી રક્ષણ મેળવવા માટે પ્રાણીઓ માટે ખાસ સુવિધા - animals to protect from cold at Kamatibagh Zoo

સાયજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓ ઠંડીથી રક્ષણ આપવા માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પ્રાણીઓને ઠંડીથી બચવા માટે કંતાણમાં ઘાસનો ભૂકો ભરી ગાદલા બનાવવામાં આવ્યા છે તો આરોગ્ય અનુકૂળ મધ અને ગોળ ખોરાક તરીકે આપવામાં આવી રહ્યો છે.

animals to protect from cold at Kamatibagh Zoo

author img

By

Published : Jan 26, 2023, 3:47 PM IST

ઠંડીથી રક્ષણ મેળવવા માટે પ્રાણીઓ માટે ખાસ સુવિધા

વડોદરા: વડોદરા શહેરના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં રોજબરોજ હજારોની સંખ્યામાં સહેલાણીઓ પોતાના પરિવાર સાથે મુલાકાતે આવતા હોય છે. હાલમાં પડી રહેલી ઠંડીથી બચવા માટે સાયજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ખાસ કરીને પ્રાણીઓને ઠંડીથી બચવા માટે કંતાણમાં ઘાસનો ભૂકો ભરી ગાદલા બનાવવામાં આવ્યા છે તો આરોગ્ય અનુકૂળ મધ અને ગોળ ખોરાક તરીકે આપવામાં આવી રહ્યો છે.

સાયજીબાગ પ્રાણી સંગ્રહાલય
સાયજીબાગ પ્રાણી સંગ્રહાલય

ઠંડીથી બચવા માટે ખાસ વ્યવસ્થા: આ અંગે સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયના ઝુ કયુરેટર પ્રત્યુશ પાટણકરે સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ વર્ષે શિયાળાની ઋતુમાં ઠંડીની બીજી લહેર આવી છે. જેને પગલે કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાં તમામ પ્રાણી-પક્ષીઓ માટે સુરક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. પક્ષીઓના પિંજરાની ફરતે ગ્રીન એગ્રીનેટ લગાવવામાં આવી છે જેથી ઠંડીથી બચી શકે. સાંજે મુલાકાતીઓના સમય પૂર્ણ થયા બાદ ગ્રીન પડદા પાડી દેવામાં આવે છે. જેથી કરીને રાત્રિના સમયે પવનમાં અટકાવો થાય અને પક્ષીઓને ગરમાવો મળી રહે અને તેમની સુરક્ષા મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો Vadodara Corporation: સભામાં મેયર કેયુર રોકડીયાની જાહેરાત, દોડાવાશે 200 ઇલેક્ટ્રીક બસ

નિયમિત સૂકું ઘાસ નાખવામાં આવે છે: ઉપરાંત મોર અને મરઘાપુરના પક્ષીઓ માટે જેમાં બતક જેવા પક્ષીઓ માટે ઘાસની ઝૂંપડીઓ બનાવવામાં આવી છે. જેથી કરીને પક્ષીઓ રાત્રે બેસીને ઠંડીથી રક્ષણ મળે અને તેઓને ગરમાવો મેળવે. હરણ અને અન્ય પ્રાણીઓ માટે નિયમિત સૂકા ઘાસ નાખવામાં આવે છે. જેથી કરી પોતે ખોરાક લઈ શકે અને આ ઘાસ પર બેસી અને ઠંડીથી રક્ષણ મેળવે કેમ કે ઘાસમાં બેસવાથી ગરમાવો મળતો હોય છે.

આ પણ વાંચો Vadodara Sports News : એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નેશનલ અને રાજ્યકક્ષાની રમતોમાં એવોર્ડ જીત્યાં

કંતાણમાં સૂકા ઘાસનો ભૂકો ભરી પ્રાણીઓને અપાશે રક્ષણ: માંસાહારી પ્રાણીઓમાં વાઘ, સિંહ અને દીપડાના પિંજરાઓમાં નાઈટ હાઉસમાં સુકા કાંતણમાં સૂકા ઘાસનો ભૂકો ભરી ગાદલા અથવા ચટાઈ બનાવી તેઓને આપવામાં આવે છે. જેથી તેઓ રાત્રી દરમ્યાન આરામ કરી ગરમી મેળવે છે અને ઠંડીથી તેઓને રક્ષણ મળી રહે છે. આ ઉપરાંત પ્રાણીઓ-પક્ષીઓના ખોરાકમાં પણ શિયાળામાં વપરાતા શાકભાજી અને ફળોનો નિયમિત ઉપયોગ કરી તેઓને ખોરાક તરીકે આપવામાં આવે છે. સાથે ગોળ અને મધનો જેવા પદાર્થોનો ખોરાકમાં ઉપયોગમાં લેવામાં આવે છે જેથી કરીને આરોગ્યની દૃષ્ટિએ પક્ષી-પ્રાણીઓને ઉપયોગ સાબિત થાય છે.

For All Latest Updates

TAGGED:

Vadodara
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.