ETV Bharat / state

વાદળા ઘેરાયા તો આંબા સહિતના રવિ પાક પર તોળાયું સંકટ, ખેતીવાડી અધિકારીઓ શુ કહ્યું જાણો - GUJARAT WEATHER UPDATE

ભાવનગર જિલ્લામાં રવિ પાકનું 1.46 લાખ હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ચણા, ડુંગળી, શાકભાજી અને અજમાનું વાવેતર કરવામાં આવ્યું છે

જિલ્લામાં ચણા, ડુંગળી, શાકભાજી અને અજમાનું વાવેતર કરવામાં આવ્યું છે
જિલ્લામાં ચણા, ડુંગળી, શાકભાજી અને અજમાનું વાવેતર કરવામાં આવ્યું છે (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 3, 2025, 10:55 AM IST

Updated : Feb 3, 2025, 11:12 AM IST

ભાવનગર: જિલ્લામાં ખેતીના પાકો ઉપર કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. આવા સમય દરમિયાન રવિ પાકો અને કેરીના પાક ઉપર ગંભીર અસર થવાની સંભાવનાઓ વધી જાય છે. આમ, એક તરફ કવરીના મબલખ આવકના એંધાણ વચ્ચે કમોસમી વરસાદ વિલનની ભૂમિકા ભજવી શકે છે. આ મુદ્દે ખેતીવાડી અધિકારીઓ શુ કહ્યું, ચાલો જાણીએ.

ભાવનગર જિલ્લામાં ત્રીજી (3 ફેબ્રુઆરી) તારીખના સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. બીજી તારીખે અચાનક વધી ગયેલી ઠંડી બાદ ત્રીજી તારીખના સવારે રોજ વાદળછાયું વાતાવરણ સર્જાઈ ગયું હતું. જેને પગલે તાપમાનનો પારો પણ ગગડી ગયો હતો. પરંતુ બદલાયેલું વાતાવરણ કેરીના આંબાઓ સહિત અન્ય પાકો માટે જરૂર નુકસાનકારક અને ખેડૂતો માટે ચિંતાદાયી બની જાય છે.

ભાવનગરમાં રવિ પાકનું 1.46 લાખ હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે (Etv Bharat Gujarat)

ક્યાં પાકો રવિની સીઝનમાં થયા: ભાવનગર શહેર અને જિલ્લામાં ત્રીજી તારીખના રોજ વહેલી સવારે વાદળછાયું વાતાવરણ થતા ખેતીના પાકોને સીધી અસર થવાની સંભાવનાઓ વધી જાય છે, જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી એસ. પટેલે જણાવ્યું હતું કે, 'ભાવનગર જિલ્લામાં રવિ પાકનું 1.46 લાખ હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ચણા, ડુંગળી, શાકભાજી અને અજમાનું વાવેતર કરવામાં આવ્યું છે. બે દિવસ પહેલા કમોસમી વરસાદની આગાહીની પ્રાથમિક જાણકારી હતી. મોસમ વિભાગની લેટેસ્ટ માહિતી નથી. બે દિવસ પહેલા ભારે માવઠાની માહિતી હતી ત્યારબાદ તેની અસર ધીમી પડી હોવાનું જાણવા મળ્યું હતું.'

વાદળા ઘેરાયા તો આંબા સહિતના રવિ પાક પર તોળાયું સંકટ
વાદળા ઘેરાયા તો આંબા સહિતના રવિ પાક પર તોળાયું સંકટ (Etv Bharat Gujarat)
કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે
કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે (Etv Bharat Gujarat)

જિલ્લામાં આંબાનું વાવેતર અને ખેડૂતો: ભાવનગર જિલ્લામાં કેરીના આંબાનું વાવેતર થાય છે. આઅ દરમિયાન જિલ્લા બાગાયત અધિકારી એમ.બી. વધામસીએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, '3,500 જેવા હેક્ટરમાં આંબાનું વાવેતર નોંધાયું છે. એમાં સારા પ્રમાણમાં અત્યારે ફ્લાવરિંગ જોવા મળે છે અને આ વર્ષે ઉત્પાદન સારું રહેવાની ધારણા છે. ભાવનગર જિલ્લાના સોસીયા વિસ્તારમાં, જેસર, મહુવા, પાલીતાણા વગેરે પંથકમાં કેરીના આંબાનું વાવેતર છે. આશરે 2700 થી 2900 ખેડૂતો આંબાનું વાવેતર છે. જેમાં ખેડૂતોને ગત વર્ષે હેકટરે 6 થી 7 ટન ઉતારો આવ્યો હતો. આ વર્ષે પણ શક્યતા વધુ ઉત્પાદનની જોવા મળી રહી છે.'

કમોસમી વરસાદની આગાહી વચ્ચે બદલાયું વાતાવરણ: ભાવનગર જિલ્લાના બાગાયત અધિકારી એમ.બી. વાઘમસીએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ પ્રાથમિક મોસમ વિભાગ તરફથી કોઈ આગાહી કમોસમી વરસાદને લઈને કરવામાં આવી નથી. પરંતુ અગાઉ પણ ખેડૂતોને વાતાવરણ બદલાય અને કમોસમી વરસાદ થાય તો ફૂગ નાશક દવાનો છંટકાવ કરવો અથવા પરિસ્થિતિ વિકટ લાગે તો જંતુનાશક દવાઓનો પણ છંટકાવ કરીને પાકને બચાવી શકાય છે તેની માહિતી આપવામાં આવેલ છે. હાલમાં પણ બદલાયેલા વાતાવરણમાં ખેડૂતો આંબા પર ફળોની સ્થિતિને લઈને નિર્ણય કરીને દવા છંટકાવ કરી બચાવ કરી શકે છે.

આ પણ વાંચો:

  1. અંબાલાલ પટેલે પોતાની જ કરેલી આગાહીમાં કર્યો ફેરફાર, ઠંડીમાં વરસાદ પડવા અંગે હવે શું કહ્યું
  2. અંબાલાલ પટેલ- "ખેડૂત ભાઈઓ આગોતરું આયોજન કરી લો, આ દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે"

Last Updated : Feb 3, 2025, 11:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.